SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં ઝિતા કથાનક : સૂત્ર ૨૧૫ ચિંતામાં ડૂબેલી જોઈ, જોઈને આ પ્રમાણે પૂછ્યું-“ હે દેવાનુપ્રિયે ! તું કેમ ઉત્સાહરહિત લમણે હાથ દઈને દુ:ખી થઈ રહી છે?” ત્યારે તે ઉ૫લા ભાર્યાએ ભીમ કૂટગ્રાહને આ પ્રમાણે જણાવ્યું- હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે ગર્ભના ત્રણ માસ વીતી ગયા ત્યારે મને આ દોહદ ઉત્પન્ન થયો કે તે માતાઓ ધન્ય છે યાવત્ સૂકાયેલા અને લવણ વડે સંસ્કૃત કરેલા માંસ તેમ જ સૂરા, મધુ, મેરક, જાતિ, સીધુ અને પ્રસન્ન નામક મદિરાનો આસ્વાદ હોતી, વારંવાર પીતી, બીજાને પીવડાવતી અને પરિભોગ કરતી પોતાનો દોહદ પૂર્ણ કરે છે. પરંતુ હે દેવાનુપ્રિય ! હું તે દોહદ પૂર્ણ ન થવાથી શુષ્ક, બુભુતિ, માંસરહિત, રુણ અને રુણ શરીરવાળી, નિસ્તેજ, દીન, અન્યમનસ્ક, પીળા મુખવાળી, મુરઝાયેલા કમળ જેવા નેત્ર અને મુખવાળી, યથોચિત પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર, હારનો પરિભાગ ન કરતી હાથમાં મસળી નાખવામાં આવેલી કમળની માળા જેવી, ભગ્ન મનોરથ અને લમણે હાથ દઈને, નજર જમીનમાં ખોડીને ચિંતામાં ડૂબી ગઈ છું.” ભીમ દ્વારા દેહદ-પૂર્તિ૨૧૫. તદનન્તર ભીમ ફૂટગ્રાહે ઉત્પલા ભાર્યાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તું ભગ્ન મનોરથ ન થા. લમણે હાથ દઈને, જમીનને તાકીને ચિંતામાં ન ડૂબી જા. હું તારા દોહદની પૂર્તિ કરીશ. હું તારા દોહદની સંપૂર્તિ કરીશ.” આમ તેને ઈષ્ટ, કાન્ત (ઇચ્છિન), પ્રિય, મનોહર અને મણામ (મનને પ્રિય) વાણીમાં આશ્વાસન આપ્યું. તત્પશ્ચાતુ તે ભીમ કુટગ્રાહ અર્ધરાત્રિએ એકલો જ કસીને બાંધેલું કવચ ધારણ કરીને ભુજા પર શાસન-પટ્ટીકા બાંધીને, ગળામાં ઝવેયક પહેરીને, પોતાના સંકેત પટ્ટકને બાંધીને અને આયુધ પ્રહરણ લઈને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને હસ્તિનાપુર નગરના મધ્યભાગમાં જ્યાં ગમંડપ હતો, ત્યાં પહોંચીને નગરના અનાથ-સનાથ ગાય-બળદ આદિ પશુઓ,વાછરડા-વાછરડી અને સાંઢમાંથી કોઈના ઉધાસુનો તો કોઈના થાન, કોઈના વૃષણ, તો કેઈની પૂંછડી, કેઈના કકુદ, તો કોઈના કંધ, કોઈને કાન તે, કોઈનું નાક, કેઈની જીભ, તો કોઈના હોઠ, કેઈના ગળકંબલને કાપ્યા અને બીજા કેટલાયના અંગોપાંગ કાપ્યા, કાપીને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવ્યો, આવીને ઉત્પલા કૂટગ્રાહિણીને આપી દીધા. તત્પશ્ચાત્ તે ઉ૫લા ભાર્યાએ શૂળ પર પકવેલા, તળેલા, બાફેલા, સેકેલા, સૂકવેલા અને નમક મેળવેલા ગોમાંસ સાથે સુરા, મધુ, મેરક, જાતિ, સીધુ અને પ્રસન્ના મદિરાનો સ્વાદ લોતાં લેતાં વારંવાર પીતા, બીજાને પીવડાવતાં તે દોહદ પૂર્ણ કર્યો. ત્યાર બાદ તે ઉત્પલા કૂટગ્રાહિણી સંપૂર્ણ દોહદ, સન્માનિતદેહદ,વિનીતદેહદ, યુરિચ્છન્નદોહદ, અને સંપન્ન-દોહદવાળી થઈને સુખપૂર્વક ગર્ભનું વહન કરવા લાગી. દારકને જન્મ૨૧૬. તત્પશ્ચાત્ તે ઉત્પલા કૂટગ્રાહિણીએ સમય વીતતાં, નવ માસ પૂર્ણ થતાં બાળકને જન્મ આપ્યો. ત્યાર બાદ જન્મતાં જ બાળક જોર શોરથી રડવા (ચીસ પાડવા) લાગ્યું, જે અવાજ ભયાનક ચીત્કારપૂર્ણ અને કર્ણકટુ હતો. ત્યારે તે બાળકના રડવાનો ભયંકર અવાજ સાંભળીને અને જાણીને હસ્તિનાપુર નગરના અનેક સનાથ-અનાથ પશુઓ, ગાય, બળદ, વાછરડા-વાછરડી અને સાંઢ આદિ ભયભીત ત્રસ્ત, વ્યાકુળઉદ્વિગ્ન અને ભયગ્રસ્ત બનીને - આમ-તેમ ચારે તરફ ભાગવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy