SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિમાન ન થયા, ત્યારે તેઓ શાંત એટલે શરીરથી ખેદ પામ્યા, તાંત એટલે મનથી ખેદ પામ્યા અને પરિતાંત એટલે શરીર અને મન બંનેથી ખેદ પામી જે દિશામાંથી પ્રગટ થયા હતા-આવ્યા હતા તેજ દિશામાં પાછા ગયા. ઈક્રાઈનું નરક ગમન— ૧૯૪. ત્યારપછી તે ઇક્કાઈ રાઠોડના તે વૈદ્યો વગેરે છએ જનાએ નિષેધ કર્યા, એટલે ‘અમારાથી આ વ્યાધિ દૂર કરી શકાય તેમ નથી' એવું સ્પષ્ટ કહ્યું, તેના પરિચારકો (સેવક)એ પણ તેના ત્યાગ કર્યો, તે ઔષધ અને ભેષજ કરવાથી પણ ખેદ પામ્યા, સાળ રોગાન કાથી પરાભવ પામતા, રાજ્યને વિષે, રાષ્ટ્ર (દેશ)ને વિષે યાવત્ (કષને વિષે, કાડારને વિષે, વાહનને વિષે), અંત:પુરને વિષે મૂર્છા પામતા (લુબ્ધ, ગૃદ્ધ અને અધ્યુપપન્ન થતા થતા), રાજ્યને અને રાષ્ટ્રને વિષે આસક્ત થતા, પ્રાર્થના કરતા, ઇચ્છા કરતા અને અભિલાષા કરતા, આ એટલે મનમાં પીડા પામ્યા, દુ:ખા એટલે શરીરે પીડા પામ્યા અને વશાત એટલે ઇંદ્રિયાને વશ થવાથી પીડા પામતા, અઢીસા વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને-માગવીને કાળ સમયે કાળ કરીને એટલે મૃત્યુ સમયે મૃત્યુ પામીને આ રત્નપ્રભા નામની પહેલી નરક પૃથ્વીને વિષે ઉત્કૃષ્ટપણે એક સાગરોપમની સ્થિતિવાળા નારકીઓને વિષે નારકીપણે ઉત્પન્ન થયા. મૃગાપુત્રના વર્તમાન ભવનું વણ ન : ગાદેવીની વેદના અને ગ–શાતન વિચા,જીા— ૧૯૫. ત્યાર પછી ત્યાંથી સાંતરા રહિત ઉદ્ધરીનેનીકળીને આજ મૃગગ્રામ નગરમાં વિજય ક્ષત્રિયની મુગાદેવી રાણીની કુક્ષિમાંપુત્રપણે ઉત્પન્ન થયા. તે વખતે તે મૃગાદેવીના શરીરમાં ઉત્કટ, વિસ્તીર્ણ, કર્કશ, ગાઢ, પ્રચંડ, દુ:ખકારક, તીવ્ર અને અસહ્ય વેદના ઉત્પન્ન થઈ નથા ધર્મ કયાનુયાગ—મહાવીર–તીમાં મુગાપુત્ર કથાનક : સૂત્ર ૧૯૬ જ્યારથી આરંભીને તે મૃગાપુત્ર દારક તે મુંગાદેવીની કુક્ષિને વિષે ગર્ભ પણે ઉત્પન્ન થયેા, ત્યારથી તે મૃગાદેવી તે વિજય ક્ષત્રિયને અનિષ્ટ થઈ, અમનાહર થઈ, અપ્રિય થઈ, મનમાં પણ અણગમતી થઈ અને મનમાં તેણીનુ સ્મરણ પણ ન થાય એવી થઈ. Jain Education International ૧૯૬. ત્યાર પછી તે મુગાદેવી એકદા કદાચિત્, પૂર્વ રાત્રિ અને પાછલી રાત્રિએ એટલે મધ્યરાત્રિએ કુટુંબની ચિન્તા કરતી જાગતી હતી એટલે કુટુંબ સંબંધી વિચાર કરતી હતી તે વખતે તેને આ આવા પ્રકારના આત્મા સંબંધી વિચાર) યાવત્ ચિનિત એટલે સ્મૃતરૂપ, બુદ્ધિમાં સ્થાપન કરેલા, પ્રાર્થના કરેલા, મનમાં રહેલા અર્થાત્ બહાર પ્રકાશ નહી કરેલા સંકલ્પ એટલે વિચાર ઉત્પન્ન થયા‘આ પ્રમાણે નિશ્ચે પહેલાં તે હું વિય ક્ષત્રિયને ઇષ્ટ હતી (એ જ રીતે કાંત, પ્રિય, મનાશ અને મનોમ હતી), ધ્યેયા એટલે ધ્યાન કરવા લાયક હતી, વિશ્વસનીયા એટલે વિશ્વાસ કરવા લાયક હતી અને અનુમતા એટણે કદાચ કાંઈક વિપ્રિય દેખ્યુ` હોય તેા પણ પાછળથી હું સન્માનને પામતી હતી (મારુ કરેલુ' માન્ય રહેતુ હતુ). પરંતુ જ્યારથી આરંભીને મારી કુક્ષિને વિષે આ ગર્ભ ગર્ભ પણે ઉત્પન્ન થયા છે, ત્યારથી આરંભીને હું વિજય ક્ષત્રિયને અનિષ્ટ યાવત્ અમનોમા થઈ છું. તેથી વિજય ક્ષત્રિય મારા નામને કે ગાત્રને પણ ગ્રહણ કરવાને ઇચ્છતા નથી, તે પછી મારી સામું જોવું કે ભાગ ભાગવવા તે કયાંથી જ ઇચ્છતા હોય? તેથી મારે નિશ્ચે આ ગર્ભ ઘણા ગર્ભશાતનવડે, પાતનવડે, ગાલનવડે અને મારણવડે શાતવાને, પાડવાને, ગાળવાને અને મારવાને યાગ્ય છે.” આ પ્રમાણે તેણીએ વિચાર કર્યા, વિચાર કરીને અનેક પ્રકારના ખારા, કડવા અને તૂરા ઇત્યાદિ ગર્ભશાતનના ઔષધાને ખાતી અને પીતી તે ગર્ભનું શાનન, પાતન, ગાળણ અને મારણ કરવાને ઇચ્છવા For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy