SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુમ–મહાવીર-તીર્થ માં મૃગાપુત્ર કથાનક : સત્ર ૧૯૩ ૫૯ “હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિજય વર્ધમાન નામના ખેડના શૃંગાટકમાં (શીંગડાના આકારવાળા માગમાં), ત્રિાકમાં ત્રણ રસ્તા મળતા હોય ત્યાં), ચતુષ્કમાં (ચાર માર્ગ ભેગા થતા હોય ત્યાં), ચન્દર (ચૌટા)માં, મહાપથ (રાજમાર્ગ)માં અને પથ (સામાન્ય માર્ગ)માં મોટા મોટા શબ્દવડે ધોષણા કરતા કરતા આ પ્રમાણે કહો કે “અહીં (આ ગામમાં) હે દેવાનુપ્રિયો ! ઈકકાઈ રાઠોડના શરીરમાં સોળ રોગાનંકે પ્રગટ થયા છે, તે આ પ્રમાણે–શ્વાસ, કાસ, જ્વર યાવનું કઢ. તેથી કરીને હે દેવાનુપ્રિયો ! જે કઈ વૈદા એટલે વૈદક શાસ્ત્રમાં (રોગનું નિદાન કરવામાં) અને રોગની ચિકિન્સામાં કુશળ હોય અથવા તેવા વૈદ્યનો પુત્ર હોય, શાયક એટલે કેવળ વૈદકશાસ્ત્રમાં જ (નિદાન કરવામાં જો કુશળ હોય, અથવા તેવા શાયકનો પુત્ર હોય, અથવા કેવળ ચિકિત્સામાં કુશળ હોય અથવા તેવા ચિકિ સકને પુત્ર હોય અને ઈકાઈ રાઠોડના તે સોળ રોગાતંક માંહેના એક પણ રોગાનંકને શાંત કરવા ઈચ્છતો હોય તો તેને (રેગ મટાડનાર વૈદ્યાદિકને) ઈકાઈ રાઠોડ મોટું (ધણું) ધનનું દાન આપશે.’ આ પ્રમાણે બે વાર ત્રણવાર ઘોષણા કરો. ઘોષણા કરીને આ • મારી આજ્ઞા મને પાછી સોંપો.” ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે કરી યાવત્ તેની આશા પાછી આપી. ૧૯૩. ત્યાર પછી તે વિજ્યવર્ધમાન ખેડને વિષે આ આવા પ્રકારની ઘોષણા કાન વડે સાંભળીને તથા હૃદયમાં ધારીને ઘણા વૈદ્યો અને વદપુત્રો, શાકે અને સાયકે પુત્રો તથા ચિકિત્સકો અને ચિકિત્સકના પુત્રો શસ્ત્રકોષને એટલે નેરણી વિગેરે હથિયારની કોથળી (પેટી) હાથમાં લઈને પોતપોતાના ઘરમાંથી નીકળ્યા, નીકળીને વિજયવર્ધમાન ખેડની મધ્યે થઈને જ્યાં ઈજ્જાઈ રાઠોડનું ઘર હતું, ત્યાં આવ્યા. આવીને ઈક્કાઈ રાઠોડના શરીરનો સ્પર્શ કર્યો (એટલે તેની નાડી વિગેરે જોઈ–તપાસી), સ્પર્શ કરીને એટલે નાડી પરીક્ષા કરીને તે રોગોનું નિદાન એટલે ઉત્પન્ન થવાનું કારણ પૂછયું, પૂછીને તે ઈકાઈ રાઠોડને ઘણા ઘણા અભંગવડે એટલે તેલ ચોળવાવડે. ઉદનવડે એટલે તેને બહાર કાઢવાવડે, ઉકાળા પાવાવડે, વમન કરાવવાવડે, વિરેચન કરાવવાવડે, ઔષધના જળને સિંચવાવડે, અવહણા એટલે ડામ દેવાવડે, અવહાણ એટલે તથા પ્રકારનાં ઔષધોથી મિશ્રિત કરેલા જળના સ્નાનવડે, અનુવાસનાવડે એટલે ગુહાદ્વારા પેટમાં તેલનો પ્રવેશ કરવાવડે, બસ્તિકર્મ વડે એટલે ચર્મની દોરી વીટીને તે માર્ગે મસ્તક વિગેરે અવયવોમાં તેલ નાંખવાવડે અથવા ગુદામાં વાટ વિગેરે નાંખવાવડે, નિરૂહવડે એટલે ઉપર કહેલ અનુવાસનાવડે, શિરા વેધ વડે એટલે નસેને વીંધવાવ, નક્ષણવડે એટલે ક્ષુરાદિક શસ્ત્રથી ચામડી કાપવાવડે, પ્રક્ષણવડે એટલે અલપ ચામડી કાપવાવડે, શિરોબસ્તિવડે એટલે મસ્તક પર ચર્મની દોરી બાંધીને તેમાં ઓષધમિશ્રિત તેલ પૂરવાવડે કરીને, તર્પણવડે એટલે લૈલાદિકથી શરીરની પુષ્ટિ કરવાવડે, પુષ્ટ પાકવડે એટલે ભઠ્ઠીમાં પકવીને તૈયાર કરેલી તથા પ્રકારની ઔષધિ વડે, રોહિણી વગેરેની છાલવડે, મૂળવડે, કંદવડે, પાંદડાવડે, પુષ્પવડે, ફળવડે, બીજવડે, શિલિકાવડે એટલે કિરાત, સિલ્ક વગેરે ઔષધિવડે, ગોળીવડે, એકજ વસ્તુરૂપ ઔષધવડે અને અનેક વસ્તુથી બનેલા ભેષજવડે તે સોળ રોગાનંકે માંહેના એક પણ રેગાનંકને શમાવવા માટે તેમણે ઇચ્છા કરી એટલે પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ એક પણ રોગાનંકને શમાવવા સમર્થ થયા નહીંશક્તિમાન થયા નહીં. ત્યાર પછી તે ઘણા વૈદ્યો, વૈદ્યના પુત્રો શાયક અને સાયકપુત્રો, ચિકિત્સક અને ચિકિન્સક પુત્રો વિગેરે સર્વે જ્યારે તે સોળ રોગાનકે માંહેના એક પણ રોગાનંકને શાંત કરવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy