________________
૪૦
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં કર્મ જ્ઞાત કથાનક : સૂત્ર ૧૨૬
પાપી, ચંડ (ક્રોધી), રૌદ્ર (ભયંકર), ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવામાં દત્તચિત્ત અને સાહસિક હતા. તેમના હાથ અર્થાતુ આગળના પગો રક્તરંજિત હતા. તે માંસના અથી, માંસાહારી, માંસપ્રિય તેમ જ માંસલોલુપ હતા. માંસની શોધ કરતાં રાત્રિ અને સંધ્યા સમયે ફરતા હતા અને દિવસમાં છૂપાઈ રહેતા હતા.
મૃતગંગાતીરના કૂર્મ... ૧૨૪. ત્યાર પછી મૃતગંગાનીર નામક હદમાંથી
કઈ વખત સૂર્યના ઘણા સમય પહેલાં અસ્ત થવા પર, સંધ્યાકાળ વ્યતીત થવા પર, જ્યારે કોઈક જ વિરલ મનુષ્ય ચાલતા હતા અને બધા મનુષ્યો પોતપોતાના ઘરમાં વિશ્રામ કરતા હતા, અને બધા લોકોની અવર જવર બંધ થઈ ગઈ હતી ત્યારે આહારના અભિલાષી બે કાચબા નીકળ્યા. ને મૃગગંગાનીર હૃદની આસપાસ ચારે તરફ ફરતા પોતાની આજીવિકાની શોધ કરના અર્થાતુ ખોરાકની શોધ કરતા વિચરવા લાગ્યા.
પાપી શિયાળાની આહાર માટે શેધ– ૧૧૫. ત્યાર પછી આહારના અથી પાવતુ આહારની
ગવેષણા કરતા પેલા બંને પાપી શૃંગાલો પણ માલુકાકચ્છથી બહાર નીકળ્યા, નીકળીને જ્યાં મૃતગંગા નામનો હદ હવે ત્યાં આવ્યા. આવીને તે મૃગગંગાની હદની પાસે આમ-તેમ ચારે તરફ ફરવા લાગ્યા અને આજીવિકાની અર્થાત્ ખોરાકની શોધ કરતા વિચરવા લાગ્યા.
ત્યાર પછી તે પાપી શૃંગાલાએ તે બંને કાચબાને જોયા, જોઈને જ્યાં બંને કાચબા હતા, ત્યાં આવવા માટે પ્રવૃત્ત થયાં.
પોતાના શરીરમાં ગાપિત કરી દીધા, છૂપાવી દીધાં. ગોપન કરીને નિશ્ચલ, નિસ્પંદ અને મૌન તથા સ્થિર બની ગયા.
ત્યાર પછી તે બંને પાપી શિયાળો જ્યાં કાચબા હતા ત્યાં આવ્યા, આવીને તે બંને કાચબાઓને ચારે તરફથી હલાવવા લાગ્યા, સ્થાનાન્તરિક કરવા લાગ્યા, સરકાવવા લાગ્યા, હટાવવા લાગ્યા. ચલાવવા લાગ્યા, સ્પર્શ કરવા લાગ્યા, ખસેડવા લાગ્યા, ક્ષુબ્ધ કરવા લાગ્યા, નખોથી ફાડવા લાગ્યા અને દાંતોથી ચીરવા લાગ્યા. પરંતુ તે કાચબાઓના શરીરને થોડી બાધા કે વધારે બાધા ઉત્પન્ન કરવામાં અથવા તેમની ચામડી છેદવામાં સમર્થ ન થયા.
ત્યાર પછી તે પાપી શિયાળાએ તે કાચબાઓને બીજીવાર, ત્રીજીવાર પણ ચારે તરફથી ફેરવ્યા, પરંતુ યાવત્ તેઓની ચામડી છેદવા અસમર્થ રહ્યા, ત્યારે તેઓ થાકી ગયા, ખેદને પ્રાપ્ત થયા, ધીમે ધીમે પાછા ફરવા લાગ્યા. એકાંતમાં ચાલ્યા ગયા અને નિશ્ચલ, નિસ્પદ તથા મૌન થઈને ઊભા રહ્યા. શિયાળા દ્વારા અગુપ્ત મને ઘાત
તે બંને કાચબામાંથી એક કાચબાએ પેલા પાપી શિયાળોને ઘણા સમય પહેલાં દૂર ગયેલા જાણી પોતાનો એક પગ ધીમે-ધીમે બહાર કાઢયો.
ત્યાર પછી પેલા શિયાળાએ જોયું કે કાચબાએ ધીમે ધીમે એક પગ બહાર કાઢેલ છે. તે જોઈને તે બંને ઉત્કૃષ્ટ ગતિથી, શીધ્ર ચપળ, ત્વરિત, ચંડ ગતિ અને વેગથી જ્યાં તે કાચબા હતા ત્યાં આવ્યા, આવીને તેઓએ કાચબાનો બહાર રાખેલ પગ નખોથી કાપી નાખ્યો અને દાંતોથી તોડયો. ત્યાર પછી તેના માંસ અને રક્તનો આહાર કર્યો. આહાર કરીને તેઓ કાચબાને ઉલટ-પલટ કરીને જોવા લાગ્યા, પરંતુ ભાવતુ તેની ચામડી ઉતારવામાં સમર્થ ન થયા. ત્યારે તેઓ બીજીવાર દૂર ચાલ્યા ગયા.
શિયાળાને જઈને કાચબાઓ દ્વારા કાયાસં હરણ– ૧૨૬. ત્યાર પછી તે કાચબાઓએ તે બંને પાપી
શિયાળાને આવતા જોયા, જોઈને તેઓ ડર્યા, ત્રાસને પ્રાપ્ત થયા, ભાગવા લાગ્યા, ઉદ્વેગને પ્રાપ્ત થયા અને બહુ જ ભયભીત થયા. તેઓએ પોતાના હાથ પગ અને ગ્રીવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org