________________
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થ માં રથમુસલ સંગ્રામમાં કાલાદિ મરણું કથાનક : સત્ર ૩૦
૧૩.
પરંતુ તે ચેલણાદેવી તે દોહદ પૂર્ણ ન કરી શકવાથી શુષ્ક યાવત્ ચિંતામાં ડૂબી ગઈ છે. જેથી હે પુત્ર! હું તે દોહદ પૂર્ણ કરવા માટેની કઈ તરકીબ યાવતુ ઉપાય સમજી ન શકવાને કારણે ભગ્ન-મનોરથ યાવત્ ચિંતિત થઈ રહ્યો છું.”
તદનન્તર અભયકુમારે શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું- હે તાત ! તમે ભગ્ન-મનોરથ ચાવત્ ચિંતિત ન થાઓ. હું એવો પ્રયત્ન કરીશ કે જેથી મારી નાની માતાની ઈચ્છાપૂર્તિ થાય.” આ પ્રમાણે કહીને શ્રેણિક રાજાને ઈષ્ટ, કાંત યાવત્ મધુર વાણીમાં સાંત્વના આપી, સાંત્વના આપીને જ્યાં પોતાનું આવાસગૃહ હતું ત્યાં ગયો, જઈને આભ્યન્તર -રહસ્ય-સ્થાનીય (પોતાની ગુપ્ત વાત જાણનાર) પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિયે ! તમે જ અને વધશાળામાંથી આદ્ર (તાજો) રક્ત અને માંસથી યુક્ત વસ્તિપૂટક (પેટનો ભીતરનો ભાગ) લઈ આવો.”
ત્યારે તે સ્થાનિક પુરુષ અભયકુમારની આ આશા સાંભળીને હર્ષિત-સંતુષ્ટ યાવતુ આશાનો સ્વીકાર કરીને અભયકુમાર પાસેથી નીકળ્યા, નીકળીને જ્યાં વધશાળા હતી, ત્યાં ગયા, જઈને આદ્ર રક્ત-માંસ યુક્ત વસ્તિપુટક લીધું, લઈને બે હાથ જોડીને તે આ રક્ત માંસ યુક્ત વસ્તિપુટક અભયકુમાર સમીપ ઉપસ્થિત કર્યું.
તત્પશ્ચાત અભયકુમારે તેમાંથી થોડુંક આદ્ર રક્ત-માંસ કાપ્યું, કાપીને જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં ગયો, જઈને શ્રેણિક રાજાને એકાંતમાં શૈયા પર ચત્તો (ઉપરની દિશામાં માં રાખીને) સુવડાવ્યા, સુવડાવીને શ્રેણિક રાજાની ઉદરાવલિ પર તે આદ્ર રક્ત માંસને ટુકડો મૂક્યો, મૂકીને વસ્તિyટકને લપેટ્યો, લપેટીને તેમાંથી લોહીની ધાર વહાવી, વહાવીને ચેલનાદેવીને ઉપરના માળે જોઈ શકાય તેવા સ્થાને બેસાડી,
ચેલનદેવીના દેખતાં જ તેની સામે નીચે શ્રેણિક રાજાને ઉર્ધ્વ દિશામાં મેં રખાવી શૈયા પર સુવડાવ્યા, સુવડાવીને શ્રેણિક રાજાની ઉદરાવલિનું માંસ છરી વડે કાપ્યું, કાપીને તેને વાસણમાં મૂક્યું.
ત્યારે શ્રેણિક રાજાએ ખોટે-ખાટો મૂર્શિત થવાનો દેખાવ કર્યો, પછી થોડી વાર રહીને બંને એકબીજા સાથે વાતે કરવા લાગ્યા.
ત્યાર બાદ અભયકુમારે શ્રેણિક રાજાની ઉદરાવલિના માંસને લીધું, લઈને જ્યાં ચલણાદેવી • હતી, ત્યાં આવ્યો, આવીને ચેલણાદેવીને આપ્યું.
ત્યારે તે ચેલણાદેવીએ તે શ્રેણિક રાજાની ઉદરાવલિના શૂળ પર સેકેલા યાવનું માંસથી દોહદ-ઈચ્છા પૂર્ણ કરી. ત્યારબાદ તે ચેલણાદેવી પૂર્ણ દોહદવાળી, સન્માનિત દોહદવાળી, વિછિન્ન દેહદવાળી થઈને ગર્ભનું સુખપૂર્વક વહન કરવા લાગી.
ચેલણા દ્વારા ગર્ભપાતને નિષ્ફળ પ્રયાસ ૩૩. તત્પશ્ચાતુ તે ચેલણાદેવીને કોઈ એક સમયે
મધ્યરાત્રિએ જાગતાં આ પ્રમાણેને આ થાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો-“ગર્ભમાં રહેતાં જ આ બાળકે પિતાની ઉદરાવલિનું માંસ ખાધું છે, તો આ ગર્ભને પાડી નાખવો જ મારા માટે ઉચિત છે.” આમ વિચાર કર્યો, વિચાર કરીને તેણે ગર્ભને પાડી નાખનાર, ગાળી નાખનાર અને નાશ કરનાર અનેક ઔષધિઓયુક્તિઓ વડે ગર્ભને પાડવા, ગાળવા અને નાશ કરવા પ્રયત્ન કર્યો પરંતુ તે ગર્ભ ન પડયો, નાશ ન પામ્યો.
ત્યારે તે ચેલણાદેવી તે ગર્ભને અનેક ગર્ભ પાડનારી યાવતુ ગર્ભ નષ્ટ કરનારી ઔષધિયુક્તિઓથી તેનો નાશ કરવામાં સફળ ન થઈ ત્યારે શ્રાને, ખિન્ન, પરિકલાન્ત નિર્વિણ, ઉદાસ, હતાશ થઈને અનિચ્છા અને પરવશતાપૂર્વક દુર્વિકાર આર્તધ્યાનથી પીડિત થઈને તે ગર્ભનું વહન કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org