SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ८ ધર્મ પામીએ અને તારી વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે કુલવંશતન્તુની વૃદ્ધિ કરીને નિરપેક્ષ એવા તું શ્રમણ ભગવત મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી ગૃહવાસના ત્યાગ કરીને અનગારિકપણાને સ્વીકારજે.’ કથાનુયાત્ર—મહાવીર-તીર્થમાં જમાદ્ધિ નિર્દેવ કથાનક : સૂત્ર ૧૦ છે. માટે હે પુત્ર! જ્યાં સુધી તારા પોતાના શરીરમાં રૂપ, સૌભાગ્ય તથા યૌવનાદિ ગુણા છે ત્યાં સુધી તેના અનુભવ કર અને અનુભવ કરી અમે કાલગત થયા પછી વૃદ્ધાવસ્થામાં કુલવંશરૂપ તન્તુની વૃદ્ધિ કરીને નિરપેક્ષ એવા તુ શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈને ગૃહવાસના ત્યાગ કરીને અનગારીકપણાને સ્વીકારજે. ' ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારે પાતાના માતા-પિતાને આ પ્રમાણે કહ્યું કે “હે માતાપિતા ! હમણાં મને જે તમે એ પ્રમાણે કહ્યુ કે–‘હે પુત્ર! તું અમારે ઈષ્ટ તથા કાંત, એક જ પુત્ર છે—ઇત્યાદિ—યાવ–અમારા કાલગત થયા પછી તુ પ્રવ્રજ્યા લેજે.' પરંતુ હે માતા-પિતા ! આ મનુષ્યભવ અનેક જન્મ, જરા, મરણ અને માનસિક દુ:ખાની અત્યન્ત વેદનાથી અને સેકડા વ્યસનાથી પીડિત છે, અધ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે, સંધ્યાના રંગ જેવા, પાણીના પરપાટા જેવા, ડાભની અણી ઉપર રહેલા જલબિન્દુ જેવા, સ્વપ્નદન સમાન, વીજળીની પેઠે ચ'ચળ અને અનિત્ય છે. સડવુ’, પડવુ' અને નાશ પામવું એ તેના ધર્મ-સ્વભાવ છે. પહેલાં કે પછી તેનો અવશ્ય ત્યાગ કરવાનો છે; તેા હે માતાપિતા ! તે કોણ જાણે છે કે—કાણ પૂર્વે જશે, અને ાણ પછી જશે? માટે હે માતા-પિતા ! હુંતમારી અનુમતિથી શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈ ગૃહવાસના ત્યાગ કરી અનગાર દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું.' ૯. ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતાપિતાએ આ પ્રમાણે કહ્યું કે‘ હે પુત્ર! આ તારું શરીર ઉત્તમ રૂપ, લક્ષણ-વ્યંજન (મસ, તલ વગેરે) અને ગુણાથી યુક્ત છે. ઉત્તમ બલ, વીય અને સત્ત્વસહિત છે, વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્ય-ગુણથી ઉન્નત છે, કુલીન છે, અત્યન્ત સમય છે, અનેક પ્રકારના વ્યાધિ અને રાગથી રહિત છે, નિરુપહત, ઉદાત્ત અને મનેાહર છે, ચતુર એવી પાંચ ઈન્દ્રિયાથી યુક્ત અને ઉગતી યુવાવસ્થાને પ્રાપ્ત થયેલું છે અને બીજા અનેક ઉત્તમ ગુણાથી ભરપૂર Jain Education International For Private માતા-પિતાની આ વાત સાંભળ્યા પછી તે જમાલિ ક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું હે માતા-પિતા ! તમે જે કહ્યું કે‘ હે પુત્ર! તારુ’આ શરીર ઉત્તમ રૂપ વગેરે ગુણાથી યુક્ત છે. ઈત્યાદિ-યાવ-અમારા કાલગત થયા પછી તું દીક્ષા લેજે. ' તે બરાબર છે, પરંતુ હે માતા-પિતા ! ખરેખર આ મનુષ્યનું શરીર દુ:ખનું ઘર છે, અનેક પ્રકારનાં સેંકડો વ્યાધિઓનું સ્થાન છે, અસ્થિરૂપ લાકડાનુ બનેલુ' છે. નાડીએ અને સ્નાયુના સમૂહથી વિંટાએલ છે. માટીના વાસણની પેઠે દુર્બલ છે, અશુચિથી ભરપૂર છે, તેનુ શુશ્રૂષા કા હંમેશા ચાલું છે. જીર્ણ ઘરની પેઠે સડવુ, પડવું અને નાશ પામવુ એ તેના સહજ ધ છે. વળી એ શરીર પહેલાં કે પછી અવશ્ય છોડવુ જ પડે તેમ છે, અને વળી કાણ જાણે છે કે કણ પહેલાં જશે અને કોણ પછી જશે ? માટે હે માતા-પિતા ! આપની અનુમતિ મેળવી હુ શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુડિત થઈ ગૃહવાસના ત્યાગ કરી અનગાર દીક્ષા અંગીકાર કરવા ઇચ્છુ છું." ૧૦. ત્યારપછી તેના માતા-પિતાએ તે જમાલિ ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યુ' કે હે પુત્ર! તારે આઠ સ્ત્રીઓ છે. તે વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલી અને બાળાઓ છે, તે સમાન ઉંમરવાળી, સમાન લાવણ્ય, રૂપ અને યૌવનગુણથી યુક્ત છે; વળી તે સમાન કુળમાંથી લવાએલી, કળામાં કુશલ, સર્વકાલ લાલિત અને સુખને યાગ્ય છે; મા વગુણથી યુક્ત, નિપુણ, વિનયેાપચારમાં Personal Use Only www.jainelibrary.org.
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy