SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમ કથા સાહિત્યના આધાર પર પ્રાચીન રાજય વ્યવસ્થા પર સારો એવો પ્રકાશ પાડવો છે." અપરાધ અને દંડવ્યવસ્થા માટે આ સાહિત્યમાં એટલી બધી સામગ્રી મળે છે કે તે પરથી પ્રાચીન દંડ વ્યવસ્થા ઉપર સ્વતંત્ર ગ્રંથ લખી શકાય. જેમ કથાકારોએ રાજકુળ અને રાજાઓના ઉલે બે પિતાની કથાઓમાં પ્રભાવ પાડવા માટે કર્યા છે. પરંતુ કેટલાક સ્થળે તે તેનું એતિહાસિક મહત્વ પણ છે. ધાર્મિક મતમતાંતર – આગમોની આ કથાઓમાં જૈન ધર્મ અને દર્શનના જુદા જુદા પાસા પ્રદશિત થયાં જ છે, સાથે સાથે અન્ય ધર્મો અને માતાના વિષયમાં આનાથી વિવિધ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે. આ કમારની કથાથી શાક્ય પ્રમાણેના વિષયમાં સૂચના મળે છે, ધન્ય સાથે વાહની કથામાં જુદા જુદા પ્રકારની વિચારધારાઓને માનનારા પરિવ્રાજકને ઉલેખ છે. જેમકેચરક, ચૌરિક, ચર્મખંડિક, મિકુંડ, પાંડુરંગ, ગૌતમ, ગોવતી, ગૃહધમ, ધર્મચિંતક, અવિરુદ્ર, બુદ્ધ, શ્રાવક, રક્તપટ આદિ. * વ્યાખ્યા સાહિત્યમાં તો આ સંખ્યા વિશેષ વધી જાય છે. આ સઘળાની માન્યતાઓને જે વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવે તે કેટલીક નવી ધાર્મિક અને દાર્શનિક વિચારધારાઓની માહિતી મળી શકે તેમ છે. સંકટ-સમયે કેટલાંક દેવતાઓનું લેકે સ્મરણ કરતા, તેમના નામે આ કથામાં મળે છે. આગળ જતાં તે એક જ પ્રાકૃત કથામાં જુદાજુદા ધાર્મિક લોકે તેમ જ તેમના મતે એક સ્થળે જ મળવા લાગે છે." પ્રાકૃતની આ કથાઓને લોકજીવન સાથે ગાઢ સંબંધ હતો. તેથી આમાં લોકદેવતાઓ અને લૌકિક ધાર્મિક અનુષ્ઠાનોની પણ યથેચ્છ સામગ્રી પ્રાપ્ત થાય છે.* જો કે આગમ સાહિત્યમાં પ્રાપ્ત થતાં જૈન દર્શનના સ્વરૂપ પર પં. માલવણિયાએ પ્રકાશ પાડયો છે, પરંતુ આ કથાઓની પણ ધર્મ દર્શનની દૃષ્ટિએ સમીક્ષા કરવી જોઈએ. સ્થાપત્ય અને કળા આગમ ની આ કથામાં કેટલાક કથાનાયના ગુરુકુળ-શિક્ષણનું વર્ણન છે. મેઘકુમારની કથામાં ૭ર કળાઓના નામો આપ્યા છે. અન્ય કથાઓમાં પણ એમને ઉલેખ આવે છે. શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ આ તમામ કળાઓનો પરિચય પિતાની ભૂમિકામાં આપે છે. આ ૭ી કળાઓમાં પણ સંગીત, વાઘ, નૃત્ય, ચિત્રકળા વગેરે મુખ્ય કળાઓ છે, જેમને જીવનમાં અનો પ્રકારે ઉપયોગ થતો હતો. આ દષ્ટિએ રાજા પ્રદેશીની કથા વિશેષ મહત્ત્વપૂર્ણ છે. તેમાં ૩૨ પ્રકારની નાટયવિધિઓનું વર્ણન છે. ટીકા સાહિત્યમાં તેમના સ્વરૂપ વગેરે પર વિચાર કરવામાં આવ્યું છે.૧૦ જ્ઞાતા ધર્મકથામાં મહિલની કથા ચિત્રકળાની વિશેષ સામગ્રી રજૂ કરે છે. મહિલની સુવર્ણ પ્રતિમાનું નિર્માણ મૂર્તિકળાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્થાપત્યકળાની પ્રચુર સામગ્રી રાજા પ્રદેશની કથામાંથી પ્રાપ્ત થાય છે. રાજપ્રાસાદના વર્ણને અને શ્રેષ્ઠીઓના વૈભવના દાની રજૂઆત વગેરેમાં પણ પ્રાસાદે અને ક્રીડાગૃહના સ્થાપત્યનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તમામ સામગ્રીને એક સ્થળે એકઠી કરીને તેને પ્રાચીન કળાના સંદર્ભ માં મૂલવવી જોઈએ.11 યક્ષપ્રતિમાઓ અને યક્ષગૃહોના સંબંધમાં તો જૈન કથાઓ એવી સામગ્રી રજુ કરે છે કે જે બીજે કયાંય પ્રાપ્ત થતી નથી. ભૌલિક વિવરણ – પ્રાકતની આ કથાઓનો વિસ્તાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ બહારના દેશ સુધી થયેલ છે. આ કથાઓના કથાકાર સ્વયં સમગ્ર દેશમાં પગપાળા ફરતા રહ્યા છે. તેથી તેઓએ જુદા જુદા જન પદે, નગરો, ગામ, વન અને જંગલની ૧. એજન, પૂ. ૬૦-૬૨ ૨. જ્ઞાતાધર્મકથા (ભૂમિકા પૃ. ૩૫-૩૮) ૩. ડો. જૈન જૈ. આ, સા. પૃ. ૪૧૩-૨૦. ૪, જ્ઞાતાધર્મકથા પૃ. ૨૩૭ ૫. કુવલયમાલા કાકા સાંસ્કૃતિક અધ્યયન. પૃ. ૩૮૨ ૬. જૈન, જગદીશચન્દ્ર જે. આ. સા. ભા. સં. પૃ. ૪૨૮ વ. ૭. (ક) આગમ ધુમકા જૈન દર્શન, આગરા, ૧૯૬૬ (ખ) જે દર્શનકા આદિકાલ, અહમદાબાદ, ૧૯૮૦ ૮. જ્ઞાતાધર્મકથા, ભૂમિકા, પૃ. ૧૪ આદિ. ૯. ધમ્મકહાણ, મૂળ, અમ પાસક કથા, પૃ. ૨૫૩, પરા. ૨૧, ૨૩ આદિ ૧૦, જૈન, જગદીશચન્દ્ર એજન પૂ. ૩૨૫ ૧૧ ડો. શેષઃ જૈન સ્થાપત્ય એવં કલા (ભા. ૧-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy