SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયો–મહાવીર-તીર્થ માં અંબડ પરિવ્રાજક કથાનક : સૂત્ર ૩૩૨. ૨૦૧ કરે છે, સો ઘરમાં એકી વેળા નિવાસ કરે છેએ વાત કઈ રીતે બને ? ઉત્તર-હે ગોતમ ! અંબડ પરિવ્રાજક પ્રકૃતિથી ભદ્ર યાવતું વિનયશીલ છે. તે નિરંતર છટકછડેની તપસ્યા સાથે પોતાના હાથ ઊંચા રાખી, સુર્યની સામે મુખ રાખી, આતાપના ભૂમિ પર આતાપના લેતો લેતો શુભ પરિણામો, પ્રશાંત અધ્યવસાય, વિશુદ્વનર થતી જતી લેયાઓથી તદાવરણીય કર્મનો ક્ષયપશમ થવાથી ઇહા, ઊહા, માર્ગણા અને ગવેષણા કરતાં વીર્યલબ્ધિ, વૈક્રિય લબ્ધિ, અવધિજ્ઞાન-લબ્ધિને પામ્યો છે. જેથી કરીને લોકોને વિસ્મિત કરવાના હેતુથી તે લબ્ધિ દ્વારા કાંપિલ્યપુર નગરમાં એક જ સમયે એક સાથે સે ઘરોમાં આહાર કરે છે, સો ઘરોમાં નિવારણ કરે છે. આ રીતે હે ગતમ ! એમ કહી શકાય કે અંબડ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરના સો ઘરોમાં વાવનું નિવાસ કરે છે. અબડનું શ્રમણોપાસકત્વ૩૩૧. પ્રશ્ન-હે ભગવન્ ! આપ દેવાનુપ્રિય પાસે મંડિત થઈને ગૃહવારા છોડીને અંબડ પરિવ્રાજક અનગાર અવસ્થા સ્વીકારવા સમર્થ છે? ઉત્તર– ગરમ : એ સંભવિત નથી, પરંતુ અંબડ પરિવ્રાજક જીવાજીવ આદિ તત્ત્વોનો શાતા શ્રમણોપાસક બનીને-ચાવતુ-આત્માને ભાવિત કરતો સમય પસાર કરશે. પરંતુ જેના ઘરને કમાડના આગળા ભીડયા ન હોય, જેનાં દ્વારા કયારેય બંધ ન હોય કે જેનો વર કે અંત:પુરનો પ્રવેશ અપ્રિય ન લાગે (કવચિતુ પાઠ છે-જેનું ઘરમાં કે અંત:પુરમાં પ્રવેશવાનું અપ્રિય ન લાગતું હોય) તેવો-એવા શ્રાવકનાં ત્રણ વિશેષણો અહી લગાડવાનાં નથી. અંબડ પરિવ્રાજકને જીવન પર્યત સ્થળ પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહનું પ્રત્યાખ્યાન છે; વિશેષ એ છે કે માવજજીવન સર્વ પ્રકારના મૈથુનનું પ્રત્યાખ્યાન છે-તેમ જાણવું. અંબડ પરિવ્રાજકને માર્ગગમન સિવાય ગાડાની ધરી ડૂબે એટલા પાણીમાં પણ ઊતરવું કલ્પનું નથી. અંબડ પરિવ્રાજકને ગાડા આદિ પર સવાર થવું પણ ક૫તું નથી ભાવ-ગંગા નદીની માટીનો લેપ સુધીનું વર્ણન પૂર્વવતુ જાણવું. અંબડ પરિવ્રાજકને આધાકમી, દેશિક, મિશ્રજાત, અધ્યવપૂર, સાધુ નિમિત્ત અધિક બનાવેલ, પૂતિકર્મ, કીતકૃત, પ્રાનિત્યઉધાર લીધેલ, અવિરjછે, અભ્યાહૂત, રથાપિત, રચિત, કાંતારભક્ત, દુર્ભિાભક્ત, ગ્લાનભક્ત, વાઈલિક ભક્ત, અતિથિભક્ત એવા ભજનપાનનો નિષેધ છે. આ રીતે અંબડ પરિવ્રાજક મૂળ ભજન યાવતુ બીજ ભોજન પણ કહપતાં નથી. અંબડ પ્રરિવ્રાજકને આજીવન ચાર પ્રકારના અનર્થ દંડનું પ્રત્યાખ્યાન છે, તે અનર્થદડ આવા પ્રકારના છે-અપધ્યાનાચાર, પ્રમાદાચાર, હિંન્નપ્રદાન અને પાપકર્મોપદેશ. અંબડ પરિવ્રાજકને માગધ મા૫ (મગધ દેશમાં પ્રચલિત મા૫) મુજબ અર્ધા આઢક પાણી લેવું ક૯પે છે, તે પણ પ્રવાહમાન પરંતુ અપ્રવાહમાન નહીં–ચાવતું તે પણ પરિપૂત વસ્ત્રથી ગાળેલું પરંતુ અનગળ નહીં. તે પણ સાવદા સમજીને, નિરવ સમજીને નહીં. સાવદા પણ સજીવ સમજીને લે છે, અજીવ સમજીને નહીં. તે પણ કેઈનું દીધેલું, પણ અદત્ત ન કપે. તે પણ હાથ-પગ-ચરુ-ચમ ના પ્રક્ષાલન માટે નહીં કે પીવા માટે કે પનાન કરવા માટે નહીં. અંબડને માગધિક માપ અનુસાર આઢક પ્રમાણ જળ લેવું કહ્યું છે, તે પણ પ્રવહમાન વાવનું અદત્ત નહીં. તે પણ સ્નાન કરવા માટે પરંતુ હાથ-પગ-ચરુ-ચમા ધોવા કે પીવાના કામમાં ક૫તું નથી. અંબડને અન્યતીર્થિક, અન્યતીથિક દેવ અને અન્યતીથિ કે દ્વારા પરિગૃહીત ચીત્યને વંદન-નમસ્કાર યાવત્ પયું પાસના કરવાનું કલ્પતું નથી, પરંતુ અરિહંત કે અરિહંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy