SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ધર્મ કથાનુયોગ–મહાવીર–તીર્થ માં અબડ પરિવ્રાજક સ્થાનક : સૂત્ર ૩૦૧ મહાનદીમાં ઊતરીને, રેતીને સંથારે કરીને, સંલેખના–અંતિમ આરાધના સ્વીકારી, ભોજનપાનનો ત્યાગ કરી, પાદોપગમનરૂપ સ્થિતિમાં શરીરને સ્થિર-નિચેષ્ટ કરીને, મરણની આકાંક્ષા કર્યા વિના વિચરવું જોઈએ.' આ પ્રમાણે કહીને, પરસ્પરની સંમતિ લઈને આવા વિચારનો અમલ કરવા સ્વીકાર્યું, સ્વીકારીને ત્રિદંડ આદિ ઉપકરણો એકાંતમાં છોડયાં, છેડીને ગંગા મહાનદીમાં ઊતર્યા, ઊતરીને રેતીનો સંથાર કર્યો, સંથારો કરીને તે સંથારા પર બેઠા અને પદ્માસન વાળી બેસી બે હાથ જોડી-વાવ-આ પ્રમાણે બોલવા લાગ્યા અહંતુ-યાવતુ-સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરેલા સિદ્ધોને નમસ્કાર હો. સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવા સમુદ્યત શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર હો. અમારા ધર્માચાર્ય ધર્મોપદેશક અંબડ પરિવ્રાજકને નમસ્કાર હો. પહેલાં પણ અમે અંબડ પરિવ્રાજક પાસે ધૂળ પ્રાણાતિપાતનું, મૃષાવાદનું, અદત્તાદાનનું, સર્વ પ્રકારના મૈથુનનું, અને સ્થૂળ પરિગ્રહનું વાવજીવન-આજીવન પ્રત્યાખ્યાન કર્યું હતું. આ સમયે પણ અમે શ્રમણ ભગવાન મહાવીરની સાક્ષીએ બધા પ્રકારની હિંસા-થાવતુ-બધા પ્રકારના પરિગ્રહનું જીવન પર્યન્ત માટે પ્રત્યાખ્યાન કરીએ છીએ, સર્વ પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પિશુનતા, પરનિન્દા, અરતિ, રતિ, માયામૃષા, મિથ્યાદર્શન શલ્ય, અકરણીય યોગનું આજીવન પ્રત્યાખ્યાન કરીએ છીએ, તથા આજીવન બધા પ્રકારના અશનપાન-ખાદ્ય-સ્વાદ્ય રૂપ આહારનું પણ પ્રત્યાખ્યાન કરીએ છીએ. જો કે અમને આ શરીર ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનીશ, મનામ, પ્રેમ, સ્થયમય, વૈશ્વાસિક, સંમત, બહુમત, અનુમત અને આભૂષણોની પેટી જેવું પ્રીતિકર છે. તેને ગરમી ન લાગે, તે ભૂખ્યું ન રહે, તે તરસ્યું ન રહે, તેને સાપ ન કરડે, તેને ચોરોનો ઉપદ્રવ ન થાય, તેને ડાંસ મચ્છર ન કરડે, વાત-પિત્ત-કફ સન્નિપાત વગેરેથી પેદા થના વિવિધ પ્રકારના રોગો, આતં કે, ઉપસર્ગો અને પરિષહ તેને ન થાય તેનું અમે ધ્યાન રાખ્યું છે;-છતાં અમે આ શરીરનો પણ છેલ્લા શ્વાસોશ્વાસ સુધીને માટે ત્યાગ કરીએ છીએ, તેની મમતા છોડી દઈએ છીએ.” આ પ્રકારનો વિચાર-નિશ્ચય કરીને સંલેખના દ્વારા આત્માને ભાવિત કરતા, આહાર-પાણીનો ત્યાગ કરીને, શરીરને પાદપ-વૃક્ષવતુ સ્થિતિમાં સ્થિર કરીને, મરણની આકાંક્ષા ન કરતા, પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યા. આ રીતે તે પરિવ્રાજકોએ અનેક ટંકના ભોજનનો અનશન પૂર્વક ત્યાગ કર્યો, અનશન કરી આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિદશા પ્રાપ્ત કરી મૃત્યુ સમય આવી પહોંચતાં દેહ ત્યાગ કરી બ્રહ્મલોક કપમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની સ્થિતિ દસ સાગરોપમની દર્શાવાઈ છે. તેઓ પરલોકના આરાધક છે. બાકીનું વર્ણન પૂર્વવત્ સમજવું. અબડને શતગૃહ-વાસ અને આહાર-નિરૂપણ ૩૩૦. પ્રશ્ન-“હે ભદત ! ઘણા લોકો અન્યોન્ય આ પ્રકારે કહે છે, વાત કરે છે, પ્રરૂપિત કરે છે કે અંબડ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરમાં સો ઘરમાં આહાર કરે છે, સો ઘરમાં એક સાથે નિવાસ કરે છે.” તો હે ભગવંત ! એ કેવી રીતે ?” ઉત્તર–ગતમ! બધા લેકે અન્ય આ પ્રમાણે કહે છે કે યાવતું આ પ્રમાણે પ્રરૂપણ કરે છે કે, અંબડ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરના સો ઘરમાં (એકી વખતે) આહાર કરે છે યાવત્ સો ઘરમાં નિવાસ કરે છે–તે વાત સાચી છે. હે ગૌતમ! હું પણ એમ જ કહું છું યાવત્ પ્રરૂપણ કરું છું કે અંબડ પરિવ્રાજક યાવતુ એક સાથે સે ઘરમાં નિવાસ કરે છે. પ્રશ્ન–હે ભગવનું ! અંબડ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરમાં સો ઘરમાં એકી વેળા આહાર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy