SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ-મહાવીર-તીર્થ માં કેણિકનું... અને ધર્મ શ્રવણ કથાનક : સૂત્ર ૩૨ ૦ ૧૯ માટે અલગ-અલગ યાત્રા માટેનાં યોગ્ય યાનો જોડીને બાહ્ય ઉપસ્થાન શાળા માટે ઉપસ્થિત કરે. ચંપાનગરીની અંદર અને બહાર [ ક્યાંક આ પાઠ છે–શૃંગાટકે, ત્રિક, ચતુષ્કો, ચોતરાઓ, ચારરસ્તાઓ, રાજમાર્ગો અને ગલીઓ વગેરેમાં] પાણી છંટાવે, સાફસૂફી કરો, લીપ ગુપ અને શેરીઓ તથા બજારો સાફ કરે, તેમાં પાણી છંટાવો, મંચાતિમંચની રચના કરાવે, વિવિધ પ્રકારની નાની મોટી રંગબેરંગી, સિંહ, ચક્ર આદિ આકૃતિઓથી મંડિત દવજાપતાકાઓ લગાવો, દીવાલે ધોળાવો, તે પર ગોરેચન અને રક્તચંદનના થાપા મરાવો, યાવત્ ધૂપસળી જેમ મહેકતી કરો. આ બધું કરી કરાવી પછી મને જાણ કરો. હું શ્રમણ ભગવાન મહાવીરના અભિનંદન માટે જવા માગું છું.' ત્યારે કેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે તે સેનાનાયક હષ્ટ-તુષ્ટ યાવનું હદયમાં પ્રસન્ન થઈ, બન્ને હાથ જોડી આવર્તપૂર્વક મસ્તક પર અંજલિ રચી આ પ્રમાણે બોલ્યો : “હે સ્વામિ ! આપની આજ્ઞાનુસાર થશે.” એમ કહી વિનયપૂર્વક આશા ગ્રહણ કરી તેણે હસ્તીશાળાના નિયામકને બોલાવી આ પ્રમાણે કહ્યું : હે દેવાનુપ્રિય ! તરત જ બિંબિસારપુત્ર કણિક રાજાના અભિષેક માટેના હાથીને સજાવો, સજાવીને અવ-હસ્તી રથદળ તથા પાયદળ રૂપ ચતુરંગિણી સેના તૈયાર કરે અને તૈયાર કરી મને જાણ કરે.' ત્યાર બાદ તે હસ્તિનિયામકે સેનાનાયકની આશા સાંભળી વિનયપૂર્વક સ્વીકારી અને સ્વીકાર્યા પછી તે મહાવતે કલાચાર્ય પાસેથી શીખેલ તથા પોતાની બુદ્ધિ કલપનાથી યોજેલ રચના મુજબ નિપુણતાપૂર્વક તે ઉત્તમ હાથીને ઉજજવળ, ભભકાદાર વસ્ત્રાભૂષણ વડે સજજ કર્યો તે સુસજજ હાથીને ધાર્મિક ઉત્સવને અનુરૂપ શૃંગાર કર્યો, કવચ પહેરાવ્યું, રસ્સીથી તેના વક્ષ:સ્થળને કસીને બાંધ્યું, ગળામાં હાર, વગેરે આભૂષણો પહેરાવ્યાં, આથી તે ખૂબ દેદીપ્યમાન દેખાવા લાગ્યો. તેના કાનમાં કલામય કર્ણફૂલોથી શણગાર કર્યો, લટકની લાંબી ઝૂલ તથા મદની ગંદથી એકત્ર થયેલ ભ્રમરસમૂહથી જાણે ત્યાં અંધકાર જણાવા લાગ્યો. ફૂલ પર વેલબુટા ભરેલી નાની ફૂલ નાખી. શસ્ત્ર અને કવચયુક્ત તે હાથી જાણે યુદ્ધ માટે સજજ થયો હોય તેવો દેખાતો હતો. છત્ર, ધ્વજા, ઘંટડીઓ, પતાકાઓ અને મસ્તક પરની પાંચ કલગીથી તેને વિભૂષિત કર્યો. તેની બન્ને બાજુઓ પર બે ઘંટડીઓ લટકાવી, તે હાથી જાણે વીજળી સાથેનો મેધ હોય તેવો દેખાતો હતો, પોતાના ભારે શરીરના કારણે જાણે હાલતો ચાલતો પર્વત હોય તેવો જણાતો હતો. તે મદોન્મત્ત બની મેઘની ગર્જના જેવી ગુલગુલાટ કરવા લાગ્યો. તેની ગતિ મન અને વાયુના વેગને પણ હરાવી દે તેવી હતી. વિશાળ દેહ અને પ્રચંડ શક્તિને કારણે તે ભયંકર દેખાતે હતો. એવા સંગ્રામ-યોગ્ય હાથીને મહાવતે સજજ કર્યો. સજજ કરીને પછી અશ્વ-હસ્તી–૨થ-પાયદળ યુક્ત ચતુરંગિણી સેના સજ્જ કરી અને પછી જ્યાં સેનાનાયક હતો ત્યાં આવ્યો, આવીને આશા પૂર્ણ કર્યાની જાણ કરી. ત્યાર પછી સેનાનાયકે યાનશાળાના ઉપરિને બોલાવ્યો અને બોલાવીને આજ્ઞા કરી કે “હે દેવાનુપ્રિય ! તરત સુભદ્રા પ્રમુખ રાણીઓ માટે અલગ યાત્રા-યોગ્ય યાનો તૈયાર કરી બાહ્ય ઉપસ્થાનશાળા પાસે ઉપસ્થિત કરો અને તેમ કરીને મને જાણ કરે.' ત્યારે માનશાળાના અધિકારીએ સેનાનાયકની આશા સાંભળી અને સ્વીકારી જ્યાં માનશાળા હતી ત્યાં આવી યાનનું નિરીક્ષણ કર્યું, નિરીક્ષણ કરીને તેમની સફાઈ કરી, સફાઈ કરી ત્યાંથી યાને ખસેડીને બહાર કાઢયા, બહાર લાવીને તે પર પડદા નાખ્યા, પડદા નાખીને યાનોને શણગાર્યા, શણગારીને અલંકારે વડે ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy