________________
ધર્મ કથાનુગ–મહાવીર-તીર્થ માં કણિકનું... અને ધર્મ શ્રવણુ સ્થાનક : સત્ર ૩૧૮
૧૮૯
આવો શબ્દ કરવા લાગ્યા, અન્ય વાત કરવા લાગ્યા, અન્યોન્ય ધીમા સ્વરે કહેવા લાગ્યા] જનસમૂહ એકત્રિત થયા, જનકોલાહલ થઈ રહ્યો, લેકોમાં કલબલાટ થવા લાગ્યો, લોકોનાં મોજાં ફરી વળ્યાં, લોકોમાં જાણે કે આંધી આવી, જાણે લોકસમૂહ ખળભળી ઊઠયો, લોકે એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા. બોલવા લાગ્યા, વાત કરવા લાગ્યા, જણાવવા લાગ્યા, ભારપૂર્વક પ્રરૂપણ કરવા લાગ્યા
“અરે દેવાનુપ્રિયો ! ધર્મની આદિ કરનાર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ યાવત્ સિદ્ધિ ગતિ નામ સ્થાનની આકાંક્ષાવાળા શ્રમણ ભગવાન મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા ચાલતા, ગામોગામ વિહાર કરતા કરતા અહીં પધાર્યા છે, અહીં પહોંચ્યા છે, અહીં સમવસૃત થયા છે તથા અહીં ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા બિરાજમાન થયા છે.
હે દેવાનુપ્રિયા ! આવા અરિહંત ભગવંતોનાં નામ-ગોત્રનું શ્રવણ કરવું એ પણ જ્યારે ઘણી મોટી વાત છે તો પછી તેમની પાસે જઈને તેમને વંદન-નમસ્કાર કરવા અને જિજ્ઞાસાનું સમાધાન કરવું તથા તેમની પપાસના કરવી. એની તો વાત જ શું કરવી ! આર્ય પુરુષો પાસે એકાદ સદુધર્મમય વચન સાંભળવું એ પણ ઘણી મોટી વાત છે તો પછી તેમની પાસેથી વિપુલ-વિસ્તૃત સદુપદેશ ગ્રહણ કરવાની તો વાત જ શું કરવી?! આથી હે દેવાનુપ્રિયો! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીએ, તેમનો સત્કાર કરીએ, સન્માન કરીએ. તેઓ ભગવાન કલ્યાણ, મંગળ, દેવ અને રીય સ્વરૂપ છે, આથી વિનયપૂર્વક તેમની પર્યપાસના કરીએ, આ બધું આપણા આ ભવ અને પરભવ માટે આપણને હિતકર, સુખપ્રદ, શાન્તિદાયક, નિશ્ચયપ્રદ સિદ્ધ થશે.”
આ પ્રમાણે વાત કરીને અનેક ઉગ્રવંશીઓ, ઉગ્રપુત્રો, ભગવંશીઓ, ભૌગપુત્રો એ જ રીતે દ્વિપદાવનાર (બે સ્થાનમાં જેમનો સમાવેશ થઈ શકે તે), રાજન્ય [ વાચનભેદે ઈક્વાકુ, શાત, કૌરવ,] ક્ષત્રિય, બ્રાહ્મણ, સુભટ, યોદ્ધા, રાજકર્મચારીઓ, મલકીઓ, લિચ્છવીઓ, લિચ્છવીપુત્રો તથા બીજા પણ અનેક રાજા, રઈસ, તલવરો, મારુંબિક, કૌટુંબિક, ઇભ્ય, શેઠો, સેનાપતિઓ, સાર્થવાહો વગેરે વંદના કરવાની ભાવનાથી, તે કેટલાક પૂજા કરવાની ઇચ્છાથી, તે જ રીતે ઘણા સત્કાર, સન્માન, દર્શન, કૂતુહલના હેતુથી, કેટલાક તત્વનિર્ણય જાણવા માટે, અશ્રુતપૂર્વ સાંભળવા માટે, પૂર્વે સાંભળેલમાં ઉત્પન્ન થયેલ શંકાના સમાધાન માટે, કેટલાક હેતુ, અર્થ, તર્ક તથા વિશ્લેષણ પૂર્વક તત્ત્વ જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે, કેટલાક સઘળા સાંસારિક સંબંધો છોડીને મુંડિત થઈને ગૃહસ્થાવાસ છોડી અનગાર-મૂનિ રૂપે દીક્ષિત થવા માટે, કેટલાક પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના શ્રાવક ધર્મને
સ્વીકારવા માટે, કેટલાક જિનભક્તિના અનુરાગથી, કેટલાક પોતાના વંશ-પરંપરાગત ચાલ્યા આવતા વ્યવહારથી ભગવાન પાસે જવા માટે ઉદ્યત થયા.
એ બધાએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું. કૌતુક-મંગળ-પ્રાયશ્ચિતવિધિ કરી [ ક્યાંક “પ્રક્ષા- . લન કર્યું' એવો પાઠ છે], મસ્તક પર અને ગળામાં માળાઓ ધારણ કરી, રત્નજડિત સુવર્ણ આભૂષણે, હાર, અર્ધહાર, ત્રણસેરવાળા હાર, લાંબા હાર, લટકતા કટિસૂત્રો વગેરે અલંકારોથી પોતાની જાતને શણગારી, ઉત્તમ માંગલિક વસ્ત્રો પહેર્યા, [વાચનાન્તરે–યાનમાં બેઠા, યુમમાં બેઠા, ડોળીમાં બેઠા, બગીમાં બેઠા, ગાડીમાં બેઠા ] અને પછી અંગ-પ્રત્યંગમાં ચન્દનનો લેપ કર્યો, પછી કેટલાક અશ્વસવાર બન્યા, કેટલાક હાથી પર સવાર થયા, કોઈ પાલખી પર, કેઈ અંદમાનિકા પર, કેઈ પગે ચાલીનેઆમ અનેક વ્યક્તિઓના સમૂહ સાથે, [ક્યાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org