SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ કથાનુયેગ-મહાવીર-તીર્થમાં કેણિકનું ..... અને ધમ શ્રવણ કથાનક : સૂત્ર ૧૪ દર્શનની અભિલાષા કરી છે, જેમનાં દર્શનની પ્રાર્થના કરે છે, જેમનાં દર્શનની ઇચ્છા કરો છે, જેમનાં નામ અને ગાત્રના શ્રવણ માત્રથી આપ હૃષ્ટ અને સંતુષ્ટ બનો છો યાવત્ આપનું હૃદય હર્ષાતિરેકથી ખીલે છે તે શ્રમણ ભગવાન મહાવીર ક્રમાનુક્રમથી ગમન કરતાં કરતાં, એક ગામથી બીજે ગામ વિહાર કરતાં, હાલ ચંપાનગરીના પૂર્ણભદ્ર માં પધાર્યા છે. હે દેવાનુપ્રિય ! હું આપની પ્રસન્નતા માટે આ પ્રિય સમાચાર આપને નિવેદિત કરું છું, તે આપને પ્રિય થાઓ.” કેણિકનું સુખપૂર્વક વિચારણ૩૧૪. તે કાળે તે સમયે બિંબિસાર-પુત્ર રાજા કણિક અનેક ગણનાયક, દંડનાયકે, રાજા, ઈશ્વર (જાગીરદારો), તલવરે, માડંબિક, કૌટુંબિક, મંત્રીઓ, મહામંત્રીઓ, નૈમિત્તિકે, જ્યોતિષીએ, દ્વારપાળો, અમાત્ય, સેવકો, પીઠમર્દ કે, નાગરિકે, વ્યાપારીઓ, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ સાર્થવાહો, દૂ અને સંધિપાલો વડે ઘેરાઈને રાજ્યસભામાં બેઠો હતો. ભગવંત-પ્રવૃત્તિ-નિવેદક પુરુષ દ્વારા કેણિક સમક્ષ ભગવાન મહાવીરના ચંપાનગરીમાં આગમનનું નિવેદન– ૩૧પ. તે કાળે તે સમયે ધર્મની આદિ કરનાર, તીર્થકર યાવત્ આગળ ધર્મધ્વજ ફરકાવતા શ્રમણ ભગવાન મહાવીર ચૌદ હજાર શ્રમણો અને છત્રીસ હજાર શ્રમણીઓથી ઘેરાઈને પૂર્વાનુપૂર્વી વિહાર કરતા કરતા, એક ગામથી બીજે ગામ જતા, ચંપાનગરીના પૂર્ણ ભદ્ર ચૌત્યમાં પધારવા માટે ઉન્મુખ થઈને ચંપાનગરીના બાહ્ય ઉપનગરમાં આવી પહોંચ્યા. ત્યાર પછી જ્યારે તે પ્રવૃત્તિનિવેદકે આ સમાચાર જાણ્યા કે તે હર્ષિત થયો, આનંદિત બન્ય, સંતુષ્ટ થયો, પ્રસન્ન થયો, સૌમ્ય ભાવ અને હર્ષથી તેનું હૃદય ખીલી ઊઠયું અને તેણે સ્નાન, બલિકમ, કૌતુક મંગળ, પ્રાયશ્ચિત આદિ વિધિ કરી પછી રાજસભામાં જવા માટે યોગ્ય શુદ્ધ માંગલિક વસ્ત્રો પહેર્યા તથા અલ્પ છતાં બહુમૂલ્ય એવાં આભૂષણો પહેર્યા અને પોતાના ઘરેથી બહાર નીકળ્યો, નીકળીને ચંપાનગરીની વચ્ચોવચ્ચે થઈને જ્યાં કેણિક રાજાનો પ્રાસાદ હતો, જ્યાં બાહ્ય રાજસભા હતી અને તેમાં જ્યાં બિંબિસારપુત્ર કેણિક રાજા બિરાજમાન હતો ત્યાં આવ્યો, આવીને બન્ને હાથ જોડીને શિરસાવ પૂર્વક અંજલિ રચીને રાજાને જ્ય-વિજ્ય શબ્દો વડે વધાવ્યો અને વધાવીને પછી આ પ્રમાણે કહેવા લાગ્યો-“હે દેવાનુપ્રિય! આપ જેમનાં દર્શનની કાંક્ષા કરે છે, જેમનાં ભગવાન પ્રતિ કેણિકના નમસ્કાર૩૧૬. તે વૃત્તાંત-નિવેદક પાસેથી બિંબિસારપુત્ર કેણિક રાજાએ આ સમાચાર સાંભળ્યા-જાણ્યા એટલે તે હ9-તુષ્ટ થયો વાવત તેનું હદય હર્ષથી ખીલી ઊઠયું, મેઘન વર્ષાના સ્પર્શથી જેમ કદંબનું પુપ ખીલી ઊઠે તેમ તેનાં રોમરોમ ઊભાં થઈ ગયાં, ઉત્તમ કમળ ખીલે તેમ તેનાં મુખ તથા નેત્ર વિકસિત થઈ ગયાં. હર્ષાતિરેકથી તેનાં હાથનાં ઉત્તમ કડાં, ત્રુટિત, બાજુબંધ, મુકુટ, કુંડળ અને વક્ષ:સ્થળ પર શોભિત હાર સહસા કંપાયમાન બન્યાં, ગળામાં , લટકતી લાંબી લાંબી માળાઓ અને આભૂષણો હલી ઊઠ્યાં. આદરપૂર્વક સિંહાસનથી તરત જ તે ઊડ્યો, ઊઠીને પાદપીઠ પર પગ મૂકી નીચે ઉતર્યો, ઉતરીને ઉત્તમ વૈડૂર્યમણિ, રિષ્ટ, અંજનરત્ન આદિ જડેલ, ચમકતા મણિરત્નોથી મંડિત પાદુકાઓ ઉતારી, ઉતારીને ૧. ખડ્રગ ૨. છત્ર ૩. મુકુટ ૪. વાહન અને ૫. ચામર– આ પાંચ રાજચિહ્નોને અળગા કર્યા, એકશાટિક ઉત્તરાસંગ કર્યું, આચમન કર્યું અને સ્વચ્છ, પવિત્ર બન્યો. પછી મુકુલિત કમળ સમાન હાથ જોડીને જે દિશામાં તીર્થકર ભગવાન બિરાજમાન હતા તે દિશામાં સાનઆઠ ડગલાં ચાલ્યો, સાત-આઠ ડગલાં ચાલીને ડાબો ઘૂંટણ વાળ્યો, જમણે ઘૂંટણ જમીન પર ટેકવ્યો, પછી ત્રણ વાર પોતાનું મસ્તક ભૂમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy