________________
૧૮૬
ધર્મ કથાનુયોગ–મહાવીર-તીર્થમાં કેણિકનું.....અને ધર્મ શ્રવણ કથાનક : સૂત્ર ૩૧૩
-
-
-
બધાનું કુશળ કરનાર હતો, ક્ષેમધર-કુશનનું ધારણ કરનાર હતો, ઐશ્વર્યશાળી હોવાથી મનુષ્યોમાં ઇદ્ર સમાન હતો. જનપદ માટે તે પિતાતુલ્ય, પ્રતિપાલક, હિતકારક, કલ્યાણકારક પથદર્શક હતો. તે મનુષ્યોમાં શ્રેષ્ઠ, પુરુષાર્થશીલ પુરુષોમાં શ્રેષ્ઠ, પરાક્રમશીલોમાં સિંહ સમાન શ્રેષ્ઠ, શુરવીરોમાં વાઘ જેવો ઉત્તમ, પ્રચંડતામાં આશીવિષ સર્પ સમાન ઉત્તમ, પુરુષામાં ઉત્તમ પુંડરીક અને ગંધહસ્તી સમાન હતો.
તે સમૃદ્ધ, દીપ્ત, વૃત્ત-વિશાળ ભવન, શૈયા, આસન, રથ, વાહનોનો સ્વામી હતો. તેની પાસે વિપુલ સંપત્તિ, સોના-ચાંદી હતાં. તેણે વિપુલ અર્થલાભના ઉપાયો કર્યા હતા. તેને
ત્યાં ભોજન પછી પણ વિપુલ ખાદ્યસામગ્રી વધતી હતી. તે અનેક દાસ-દાસી, ગાયો, ભેંસો અને બકરીઓનો માલિક હતો. તેનાં મંત્રાગાર, કેષ અને કેષ્ટાચાર–અન્નભંડાર તથા શસ્ત્રાગાર પરિપૂર્ણ-અતિ ભરપૂર હતાં.
તે મોટી સેનાનો સ્વામી હતો, તેણે પોતાના સીમાવર્તી રાજાઓને પોતાને વશવત અને શક્તિહીન બનાવી દીધા હતા, સગોત્ર પ્રતિસ્પધીઓને વિનષ્ટ કર્યા હતા કે તેમનું માનમર્દન કર્યું હતું, તેમનું ધન છીનવી લઈને તેમને દેશનિકાલ કર્યા હતા. એ જ રીતે તેણે બીજા શત્રુ રાજાઓનો વિનાશ કર્યો હતો કે તેમનું ધન છીનવી લીધું હતું, માનભંગ કર્યા હતા અને દેશનિકાલ કર્યા હતા, પરાજિત કર્યા હતા-જીતી લીધા હતા. આ રીતે તે દુષ્કાળ તથા મહામારીનો ભય રહિત, ક્ષેમમય, કલ્યાણ મય, સુકાળયુક્ત તથા શત્રુવિન્ન રહિત બની રાજ્યશાસન કરતો હતો.
કોણકની રાણી ઘારિણી રવી૩૧૨.તે કેણિક રાજની ધારિણી નામે રાણી હતી.
તેનાં હાથ-પગ આદિ સુકોમળ હતા. તેની પાંચે ઇન્દ્રિયો અહીન–પરિપૂર્ણ, અખંડ અને સંપૂર્ણ હતી. તે ઉત્તમ લક્ષણો, વ્યંજનો અને
ગુણોથી યુક્ત હતી, શરીરના માપ, ઊંચાઈ, વજન આદિમાં પરિપૂર્ણ, શ્રેષ્ઠ અને સર્વાગ સુંદરી હતી, ચન્દ્ર સમાન સૌમ્ય આકૃતિવાળી, દર્શનીય અને કમનીય હતી, પરમ રૂપવતી હતી. તેના દેહનો મધ્યભાગ-કટિપ્રદેશ હથેળીમાં સમાય તેટલો હતો, અને ઉદર પર ત્રિવલીત્રણ રેખાઓ પડતી હતી.
જેના કપલ-ગાલે પર કુંડળ શોભતાં હતા, તેવું તેનું મુખ શરદ પૂર્ણિમાના ચન્દ્ર સમાન નિર્મળ, પરિપૂર્ણ અને સામ્ય હતું. તેની સુંદર વેશભૂષા શૃંગારરસના આવાસસ્થાન જેવી હતી, તેની ચાલ, હાસ્ય, વાણી, કાર્ય અને ચેષ્ટાઓ યથાયોગ્ય હતાં. લાલિત્યપૂર્ણ વાર્તાલાપ કરવામાં તે દક્ષ હતી, લોકવ્યવહારમાં નિપુણ હતી. [ પ્રત્યુત્તરમાં આ પ્રમાણે પાઠ છે-તે સુંદર સ્તન, જઘન, મુખ, હાથ, પગ, નેત્ર, લાવણ્ય અને વિલાસ યુક્ત હતી.]
તે મનોરમ, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી તથા રાજા બિંબિસારને પુત્ર કેણિક રાજામાં તે અનુરક્ત-વફાદાર, રામર્પિત થઈને ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમૂલક પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામ ભોગો ભોગવતી સમય વીતાવતી હતી. કેણિકને સતત ભગવાનની પ્રવૃત્તિનું નિવેદન
કરનાર પુરુષ– ૩૧૩. તે કેણિક રાજાએ પર્યાપ્ત વેતન આપીને
ભગવાન મહાવીરની દૈનિક વિહાર આદિ દૈનંદિન પ્રવૃત્તિની જાણ કરનાર એક પ્રવૃત્તિ-નિવેદન પુરુષની નિયુક્તિ કરી હતી જે ભગવાન મહાવીરના વિહાર ક્રમ આદિની માહિતી રાજાને નિવેદિત કરતો હતે.
તે પ્રવૃત્તિ-નિવેદક પુરુષની સાથે જ અન્ય અનેક માણસોને પણ ભોજન અને વેતન આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે તે મુખ્ય પુરુષને ભગવાનની પ્રવૃત્તિ સંબંધી જાણકારી આપતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org