SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ˇˇˇˇˇˇˇˇ ધર્માં કથાનુયાગ—મહાવીર—તીમાં ક્રાણિકનું....અને ધર્માંશ્રમણુ થાનક : સૂત્ર ૩૦૭ wwww~~~mmmmmm ૧૯. ભગવાન મહાવીરના શ્રમણેાપાસકેાની દેવલાકસ્થિતિનું પ્રરૂપણુ શ્રમણાપાસકેાની સૌધમ ૯૯૫માં સ્થિતિ— ૩૦૫. શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણાપાસકાની સૌધ કલ્પના અરુણાભ વિમાનમાં ચાર પલ્યાપમથી સ્થિતિ પ્રતિપાદિત કરી છે. ૨૦. કાણિકનુ મહાવીર-સમવસરણમાં જવું અને ધર્મ શ્રવણુ ચપા નગરી વન ૩૦૬. તે કાળે તે સમયે અત્યંત સમૃદ્ધિવાળી ચંપા નામે નગરી હતી. તે નગરી મનુષ્યાથી સભર અને સુખી લેાકેાથી ભરેલા જનપદોવાળી હતી. લાખા હળાથી ખેડાતી તેની ભૂમિ સુંદર હતી. તેની નજીકમાં કુકડાઓ અને સાંઢાના સમૂહથી ભરેલા ગામા હતા. તેનાં ખેતરોમાં શેરડી, જવ અને ચાખા પાકતા હતા. ત્યાં પ્રચુર પ્રમાણમાં ગાયા ભેંસા અને ધેટાંના સમૂહો હતાં. ત્યાં મનોહર શિલ્પકળાયુક્ત મંદિરો અને યુવતી-સમૂહોથી સભર મહોલ્લાએ હતા. સ્હે લાંચીયાઓ, ખીસાકાતરુ, ચાર-લુંટારા અને કર વસૂલ કરનારાઓનો અભાવ હતા. તે નગરી ક્ષેમકુશળ આપનારી, નિરુપદ્રવ, સુભિક્ષ–સુકાળવાળી, વિશ્વાસપૂર્વક રહી શકાય તેવા સુખદ આવાસાવાળી, અનેક શ્રેણીના પરિવારજનાના શાન્તિમય આવાસવાળી હતી. તે નગરીમાં નટા, ન કા, જલ્લા (નટવિશેષા), મલ્લા, મુષ્ટિકા (મુયુિદ્ધ કરનારાઓ), વિડંબ (વિદૂષકા), કથાકારો, પ્લવકો (કૂદનારાઓ), લાસા (રાસનૃત્ય કરનારાઓ), આખ્યાયકા (શુભ-અશુભ દર્શાવનારાઓ), મખા (ચિત્રપટ પ્રદ'કા), લ’ખા (વાંસ પર ખેલ કરનાર નટા), વાજા વગાડનારાઓ, તુબવીણાવાદક અને અનેક તાલી પાડી મનોરજન કરનારાઓ હતા. તે નગરી ઉપવનો, ઉદ્યાનો, કૂવા, તળાવા, વાવેા અને નાના નાના બધાથી યુક્ત હતી, નંદનવન જેવી શાભા સપન્ન હતી. ઊંડી Jain Education International www પહેાળી અને ફરતી ખાઈથી ઘેરાયેલી હતી. ચક્ર-ગદા-મુસુઢિ-અવરોધ-શતઘ્નીથી રક્ષિત બેવડા દરવાજાઓને કારણે શત્રુઓને માટે દુષ્પ્રવેશ હતી, ધનુષ્યાકારે વક્ર પ્રાકાર-કિલ્લાથી ઘેરાયેલી હતી, પ્રાકાર પર ગાળ કપિશીષ ક (કાશીસાં)થી શાભતી હતી, અટ્ટાલકો, ચરિકા દ્રારા (નાની નાની બારીઓ), ગાપુરા અને તારણાથી સુ યેાગ્ય રીતે વિભાજિત રાજમાર્ગોવાળી, નિપુણ શિલ્પાચાર્યાએ બનાવેલાં મજબૂત આગળા અને ઇન્દ્રકીલેાથી જડેલ દ્વારાવાળી, વિવિધ પ્રકારની હારોની શ્રેણિયા અને વિવિધ પ્રકારના શિલ્પીઓ-કારીગરોના કારણે સુખપૂર્વક નિવાસ કરી શકાય તેવી હતી. તે નગરી શૃંગાટકા, ત્રિભેટા, ચાકા, ચાતરાઓ, બજારામાં ગાવાયેલી વિવિધ પ્રકારની વસ્તુઓથી રમ્ય અને રાજા-મહારાજાઓના આવાગમનથી વ્યાસ માર્ગીવાળી હતી. ત્યાં અનેક ઉત્તમ અશ્વો, મદમસ્ત હાથીઓ, રથા અને પદાતિઓ, શિબિકાએ અને પાલખી તથા યાન–વાહનોનો ઠાઠ રહેતા હતા. ત્યાંના જળાશયામાં વિકસિત નવનલિનીએથી શોભિત જળ ભર્યું રહેતુ હતું. શ્વેત ધાળાયેલાં ઉત્તમ ભવનોની હારમાળાઓના કારણે તે નગરી અનિમિષ નેત્રોથી જોવાલાયક, પ્રાસાદિક, ભવ્ય, દનીય, સુંદરાતિસુંદર લાગતી હતી. પૂર્ણભક શૈત્ય- ૩૦૭, તે ચંપા નગરીની બહાર ઉત્તર પૂર્વ દિશા (ઈશાન કાણ)માં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. તે પૂર્વ પુરુષા દ્વારા ખૂબ પુરાણા સમયમાં રચાયેલું અને સુખ્યાત હતું. અનેક લાક માટે તે આજીવિકા આપનાર [ પાયાન્તરેઅનેક લાકા દ્વારા પ્રશ'સિત] હતું. તેનું નામ દૂર દૂર સુધી જાણીતુ થયેલ હતું. તે છત્રો, ધ્વજો, ઘંટા અને પતાકાઓથી સુશાભિત કરાયેલ હતું. રામમય પીંછીઓ વડે તેની પ્રમાર્જના થતી હતી. તેમાં વેદિકા હતી જે છાણ વગેરેથી લિંપેલી હતી. તેની દિવાલા પર ગાશીષ અને સરસ રક્ત ચંદનના થાપા For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy