________________
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં ઋષિભદ્રપુત્રાદિ શ્રમપાસક કથાનક : સૂત્ર ૨૮૦
અને પૌષધોપવાસો વડે આત્માને પરિમાર્જિતશુદ્ધ કરી, વીસ વર્ષ સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, એક માસની સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરી, સાઠ ટંકનાં ભોજનનો અનશન દ્વારા ત્યાગ કરી, આલોચના, પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક મરણ સમયે મરણ પામીને સૌધર્મ કલ્પના અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં કઈ કઈ દેવની ચાર પલ્યોપમ સ્થિતિ હોય છે. લેતિકાપિતા દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ નિરૂપવામાં આવી છે.
ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું- “હે ભદન્ત ! તે લેતિકાપિતા દેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી તે દેવલોકથી યુત થઈને ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ?”
ભગવાને ઉત્તર આપ્યો-“હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે, બધાં દુ:ખોનો અંત કરશે.' | લેતિકાપિતા ગાથાપતિ કથાનક સમાપ્ત છે
૧૫. ઋષિભદ્રપુત્રાદિ શ્રમણોપાસક આલલિકાના કર્ષિભદ્રપુત્રાદિ શ્રમણોપાસકે૨૮૦. તે કાળે, તે સમયે આલભિકા નામે નગરી
હતી–વર્ણન. શંખવન નામે ચૈત્ય હતું–વર્ણન. તે આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ ઘણા શ્રમણોપાસકે રહેતા હતા. તેઓ ધનિકયાવતુ-કોઈથી પરાભવ ન પામે તેવા અને જીવાજીવ તત્વને જાણનારા હતાયાવન્યથાવિધિ તપકર્મને ગ્રહણ કરી આત્માને ભાવિત કરતા વિહરી રહ્યા હતા.
દેવ-સ્થિતિ વિષયક વિવાદ૨૮૧. ત્યારબાદ કઈ એક દિવસે એકત્ર મળેલા,
એકઠા થયેલા અને બેઠેલા તે શ્રમણોપાસકોનો આ આવા પ્રકારનો વાર્તાલાપ થયોહે આર્ય ! દેવલોકમાં દેવોની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે?'
ત્યારબાદ દેવસ્થિતિ સંબંધે સત્ય હકીકત જાણનાર અષિભદ્રપુત્રે તે શ્રમણોપાસકોને
આ પ્રમાણે કહ્યું- હે આર્ય ! દેવલોકમાં દેવોની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે, ત્યાર પછી એક સમય અધિક, બે સમય અધિક, ત્રણ રસમય અધિક-યાવતુ-દશ સમય અધિક, સંખ્યાત સમય અધિક, અસંખ્ય સખ્યાધિક કરતાં કરતાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવો અને દેવલોક બુચ્છિન્ન થાય છે. અર્થાત્ તેનાથી ઉપરની સ્થિતિના દેવ અને દેવલોક નથી.'
ત્યાર પછી એ પ્રમાણે કહેતા યાવતુ-પ્રરૂપણા કરતાં, તે શ્રમણોપાસક ઋષિભદ્રપુત્ર શ્રમણપાસકના આ કથનની શ્રદ્ધા કરતા નથી, પ્રતીતિ કરતા નથી અને રુચિ કરતા નથી પરંતુ અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ બતાવી તેઓ જે દિશાથી આવ્યા હતા તે જ દિશા તરફ પાછા ગયા.
ભગવાન મહાવીરનું પદાર્પણ– ૨૮૨ તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત
મહાવીર સ્વામી-ચાવતુ-સમવસર્યા, યાવતુ પરિષદ પર્યુંપાસના-સેવા કરવા લાગી. ત્યારબાદ તે શ્રમણોપાસકોએ આ વૃત્તાન સાંભળી, હર્ષિત અને સંતુષ્ટ થઈને એક બીજાને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! વાત એમ છે કે શ્રમણ * ભગવાન મહાવીર સ્વામી – યાવતુ - આલભિકા નગરીમાં યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કરી સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરી રહ્યા છે.
હે દેવાનુપ્રિય ! તથારૂપ અરિહંત ભગવંતોના નામ અને ગોત્રને સાંભળવાથી જો મહાફળ પ્રાપ્ત થાય છે, ત્યારે તે આયુષ્મન્ ! તેમની પાસે જવાથી, તેમને વંદન નમન કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી અને તેમની પયુંપાસના કરવાના ફળની તો વાત જ શું કરવી? જ્યારે ધર્માચાર્ય ભગવંતોનું એક સુવચન સાંભળવાથી મંગલ રૂપ ફળની પ્રાપ્તિ સંભવિત છે તો તેમના દ્વારા કહેવાયેલા વિપુલ અને ગ્રહણ કરવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org