________________
ધર્મ ક્યાનુગ–મહાવીર-તીર્થ માં સદ્દાલપુત્ર કુંભકાર ગાથાપતિ કથાનક
સૂત્ર ૨૦૬
૧૪૧
તદનન્તર તે આજીવિકપાસક સદ્દાલપુત્ર પાસે એક દેવ પ્રગટ થયો.
આજીવિક સિદ્ધાંતો પ્રતિ તેને પ્રેમ, અનુરાગ હતો, તે સિદ્ધાંત તેનામાં અસ્થિ અને માપર્યન્ત સમાયો હતો અને તેની એ નિશ્ચિત ધારણા હતી કે “હે આયુષ્યમન્ ! આ આજીવિક મત-સિદ્ધાંત અર્થ–પ્રોજનભૂત છે, પરમાર્થ છે, અને તેના સિવાય શેષ બીજા સિદ્ધાંતો અનર્થઅપ્રયોજનભૂત છે.' આવા વિશ્વાસપૂર્વક તે આજીવિક મતાનુસાર આત્માને ભાવિત કરતો વિચરતો હતો.
તે આજીવિકપાસક સદાલપુત્રના કેષમાં એક કરોડ સુવર્ણ મુદ્રાઓ સંચિત હતી, એક કરોડ સુવર્ણ મુદ્રાઓ વ્યાપારમાં પ્રવેજિત હતી અને એક કરોડ સુવર્ણ મુદ્રાઓ ઘર ગૃહસ્થીના સાધન-ઉપકરણોમાં રોકાયેલી હતી. તથા દસ હજાર ગાયો યુક્ત એક વ્રજ-ગેકુળ તેની ગશાળામાં હતું.
આજીવિકોપાસક સદ્દાલપુત્રની પત્નીનું નામ અગ્નિમિત્ર હતું.
તે સદ્દાલપુત્ર આજીવિકપાસકની પોલાસપુર નગરની બહાર પાંચસો વાસણની આપણોવ્યવસાયસ્થાન, દુકાનો અથવા કારખાનાં હતાં.
તે દુકાનોમાં અનેક પુરો દેનિક વેતનભોજનથી પ્રતિદિન સવાર થતાં જ અનેક જતના કરક-જળપાત્ર, વાર-કુંડીઓ, ઘટ-ઘડા, અર્ધઘટક-નાના ઘડા, કળશ, અલિંજર-પાણીની કાઠીઓ, જંબુલક-ચંબુઓ, ઉષ્ટ્રિકા-ધી તેલની કુંપીઓ વ. પાત્રો બનાવતા હતા. બીજા અનેક પુરુષ રાજના વતન-ભાજનથી સવારથી જ તે અનેક કરક, વાચક, પીઠર, ઘટ, અર્ધઘટ, કળશ, અલિંજર, જંબૂલક, ઉષ્ટ્રિકા, વ. લઈને રાજમાર્ગો પર તે વેચવાનું કાર્ય કરતા હતા.
સાલપુત્રની સામે દેવે કરેલી મહાવીરની પ્રશંસા ૨૦૬. તદનન્તર તે શ્રમણોપાસક સદાલપુત્ર કોઈ
એક સમયે બપોરના સમયે જ્યાં અશોકવાટિકા હતી, ત્યાં આવ્યો અને ત્યાં આવીને ગોશાલક મંખલિપુત્ર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિચરવા લાગ્યો.
પછી ઘુંઘરીઓ યુક્ત પંચરંગી ઉત્તમ વસ્ત્રો પહેરી આકાશમાં રહેલા તે દેવે સદાલપુત્ર આજીવિકપાસકને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય! કાલે (આગલા દિવસે) પ્રાત:કાળે અહીંયા મહામાહણ-મહાન અહિંસક, અપ્રતિહત જ્ઞાન-દર્શનના ધારક, અતીત-વર્તમાનભવિષ્ય ત્રણે કાળના જ્ઞાતા, અહંત જિન, કેવલી, સર્વજ્ઞ સર્વદર્શી, ટૌલોક્યવહિત–ત્રણે લોક જેના દર્શન માટે ઉત્સુક રહે છે તેવા, મહિત-જેની ઉપાસના કરવા આકાંક્ષી છે તેવા, પૂજિત-દે, મનુષ્યો અને અસુરોના અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કરણીય, સત્કારણીય, સમ્માનનીય કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ, શાન
સ્વરૂપ, પર્યું પાસના કરવા યોગ્ય તથા કર્મસંપદા સંપ્રયુક્ત-સત્કર્મરૂપ સંપત્તિથી યુક્ત ભગવાન (મહાવીર) પધારશે. તો હું તેમને વંદન-નમસ્કાર કરજે, તેમનો સત્કાર કરજે-સન્માન કરજે, તેમ જ કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ તેવા તેમની પર્ય પાસના કરજે તથા પાડિહારિય, પીઠ, ફલક, શિયા, સંસ્મારક આદિ હેતુઓ માટે આમંત્રિત કરજે.' બીજી, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું અને કહીને જે દિશામાંથી આવ્યો હોં તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો.
સદાલyગે કરેલ ગોશાલકને વંદન કરવાને સંક૯પ
૨૦૭. ત્યાર બાદ દેવની તે વાત સાંભળીને આજીવિકે
પાસક સદ્દાલપુત્રને આ પ્રમાણેનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મહામાહણ, અપ્રતિહત જ્ઞાન-દર્શનના ધારક અતીત વર્તમાન, અનાગત કાળના જ્ઞાતા, અહંત, જિન કેવલી, સર્વજ્ઞ, સર્વદશી, ત્રણે લોક હર્ષ પૂર્વક જેના દર્શન માટે ઉત્સુક રહે છે, જેની સેવા-ઉપાસનાની વાંચ્છના કરે છે, પૂજા કરે છે, દેવ, મનુષ્ય તથા અસુર બધા વડે અર્ચનીય, પૂજનીયવંદનીય, નમસ્કરણીય-સત્કારણીય, સંમાનનીય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org