________________
૧૩૮
ધર્મકથાનત્ર-મહાવીર-તીર્થમાં કંડકવિ ગાથાપતિ કથાનક : સૂત્ર ૧૯૮
અને તપથી આત્માને ભાવિત–શુદ્ધ કરતાં વિચરણ કરી રહ્યા છે.'
“તો પહેલાં શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરું, તે પછી ત્યાંથી પાછા ફરીને પૌષધનું પારણું કરવું મારા માટે ઉચિત છે.” તે પ્રમાણેનો તેણે વિચાર કર્યો, વિચાર કરીને (પૌષધશાળાની બહાર નીકળ્યો, નીકળીને), શુદ્ધ સમયોચિત માંગલિક ઉત્તમ વસ્ત્રો પહેરીને જન-સમૂહને સાથે લઈને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને કાંડિલ્યપુર નગરના મધ્યભાગમાંથી થતો જ્યાં સહસ્ત્રામવન ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં ગયો, ત્યાં જઈને ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ત્રિવિધ પર્યપાસના દ્વારા પર્યું પાસના કરવા લાગ્યા.
તદનન્તર શ્રમણ ભગવાન મહાવીરે કન્ડકૌલિક શ્રમણોપાસક અને તે મોટી પરિષદને યાવત્ ધર્મોપદેશ આપ્યો.
મહાવીર દ્વારા પૂર્વવૃતાન્તનું નિરૂપણ... ૧૯૮. “હે કુન્ડકૌલિક!' આ પ્રમાણે સંબંધિત
કરી શ્રમણ ભગવાન મહાવીરે કુન્ડકૌલિક શ્રમણપાસકને આ પ્રમાણે કહ્યું – “હે કુન્ડકૌલિક ! કાલે બપોરના સમયે અશોક વાટિકામાં એક દેવ તારી સામે પ્રગટ થયો હતો.
તે દેવે તારા નામની મુદ્રિકા અને ઉત્તરીયને પૃથ્વી શિલાપટ્ટક પરથી ઉપાડયાં, ઉપાડીને ધુંધરુઓ યુક્ત પંચરંગી શ્રેષ્ઠ વસ્ત્રો પહેરીને ઝમકાર કરતો આકાશમાં સ્થિર થઈ તેણે તને આ પ્રમાણે કહ્યું- “ અરે શ્રમણોપાસક કુન્ડકૌલિક! દેવાનુપ્રિય! ગોશાલક મંખલિપુત્રની ધર્મ પ્રશસ્તિમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ, પરાક્રમને સ્થાન નથી, બધા ભાવે નિયત છે–સુંદર છે અને ભગવાન મહાવીરની ધર્મ પ્રરૂપણામાં ઉત્થાન, બળ, કર્મ, વીર્ય, પુરુષકાર, પરાક્રમ છે અને બધા ભાવો અનિયત છે–અસુંદર છે.
ત્યારે તે એ દેવને જવાબ આપ્યો- હે દેવાનુપ્રિય ! જો ગોશાલક મંખલિપુત્રની ધર્મપ્રશપ્તિ સુંદર છે કે જેમાં ઉત્થાન, કર્મ યાવત્ પૌરુષકાર પરાક્રમ નથી અને બધા ભાવે નિયત છે તથા શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિમાં કર્મ યાવત્ પૌરુષાકાર પરાક્રમ છે અને બધા ભાવો અનિયત-પરિવર્તનશીલ છેઅસુંદર છે. તો હે દેવાનુપ્રિય ! તને આ પ્રમાણેની દિવ્ય દેવઘતિ, દિવ્ય દૈવી પ્રભાવ કેવી રીતે મળ્યો ? કેવી રીતે પ્રાપ્ત થયો ? કેવી રીતે અધિગત થયો ? શું ઉત્થાન યાવતુ પુરુષકાર પરાક્રમથી પ્રાપ્ત થયો છે? અથવા અનુત્થાન યથાવત્ અપૌરુષ-અપરાક્રમથી અધિગત થયો છે?”
ત્યારે તે દેવે તને આમ કહ્યું “હે દેવાનુપ્રિય! મને આવી અને આ પ્રમાણેની દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભવ અનુત્થાન થાવત્ અપુરુષકાર-અપરાક્રમથી મળ્યાં છે, પ્રાપ્ત અને અભિસમન્વિત થયાં છે.'
દેવનું આ કથન સાંભળીને તે એ દેવને કહ્યું, “હે દેવાનુપ્રિય ! જો તને આ અને આ પ્રમાણેની દિવ્ય દેવઋદ્ધિ-દેવદ્યતિ અને દેવઅનુભાવ, અનુત્થાન યાવત્ અપૌરુષ-અપરાક્રમથી લબ્ધ, પ્રાપ્ત અને અધિગત થયાં છે તો જે જીવોમાં ઉત્થાન નથી ચાલતુ પરાક્રમ નથી તેઓ દેવ કેમ ન થયા? અથવા તને આ અને આ પ્રમાણેની દિવ્ય દેવ-ઋદ્ધિ, દિવ્ય દેવઘતિ, દિવ્ય દેવાનુભાવ ઉત્થાન યાવત્ પરાક્રમથી લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વિત થયાં છે તો તું જે કહે છે કે ગોશાલક મંખલિપુત્રની ધર્મ પ્રજ્ઞપ્તિમાં ઉત્થાન નથી ભાવતુ બધા ભાવો નિયત છે, તે સુંદર છે અને શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રશપ્તિમાં ઉત્થાન છે યાવત્ બધા ભાવે અનિયત છે, તે અસુંદર છે. તો તારું એ કથન મિથ્યા છે.'
તદનન્તર તે દેવ તારા આ કથનને સાંભળીને શંકા, કાંક્ષા અને સંશયયુક્ત થઈને હતપ્રભ બનીને તને કંઈ ઉત્તર ન આપી શક્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org