SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ wwwm ધર્માં કથાનુયાગ—મહાવીર–તીમાં ચુલશતક ગાથાપતિ સ્થાનક ઃ સૂત્ર ૧૬૮ wwwwm: અને પૌષધાપવાસા દ્વારા આત્માને ભાવિત સંસ્કારિત કરી, વીસ વર્ષના કામણેાપાસક પર્યાયનું પાલન કરી, અગિયાર ઉપાસક પ્રતિમાએને સમ્યક્ પ્રકારે આરાધિત કરી, એક માસની સલેખના દ્વારા આત્માને શુદ્ધ કરી, સાઠ ટકના ભાજનના અનશન દ્વારા ત્યાગ કરીને, આલાચના, પ્રતિક્રમણ અને સમાધિપૂર્વક મરણ સમયે પ્રાણત્યાગ કરીને સૌધર્મ કલ્પના અરુણકાંત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેની આયુસ્થિતિ ચાર પલ્યાપમની બની. તદનન્તર ને ત્યાંથી વ્યુત થઈને મહાવિદેહ શ્રેત્રમાં સિંદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વ દુ:ખાના અંત લાવશે. ॥ સુરાદેવ ગાથાપતિ કથાનક સમાપ્ત ૯. ચુલશતક ગાથાપતિ કથાનક આલભિકામાં ચુલ્લશતક ગાથાતિ— ૧૬૬. તે કાળે, તે સમયે આભિકા નામે નગરી હતી. શંખવન નામનું ઉદ્યાન હતું. જ્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તે આભિકા નગરીમાં ધન-ધાન્યથી સપત્ન યાવત્ ઘણા બધા લેાકેા વડે પરાભવ ન પામનાર ચુલ્લશતક ગાથાપતિ રહેતા હતા. તે ચુલ્લશતક ગાથાનિના કોષમાં છ કરોડ સુવર્ણ મુદ્રાઓ સુરક્ષિત સંચિત હતી, છ કરોડ સુવર્ણ મુદ્રા વેપારમાં રોકેલી હતી, અને છ કરોડ સુવર્ણ મુદ્રા ઘર-ગૃહસ્થીના સાધન —ઉપકરણામાં રોકાયેલી હતી. દસ-દસ હજાર ગાયાના બનેલા છ વ્રજ તેની ગૌશાળામાં હતા. તે ચુલ્લશતક ગાથાપતિની ઘણા બધા રાજા યાવત્ સાવાહો પાત-પાતાનાં કાર્ય માટે સલાહ લેતા હતા, તેની સાથે પરામર્શ કરતા હતા અને તે પેાતાના કુટુંબના આધારસ્તંભ યાવત્ સમસ્ત કાર્યાના પ્રેરક હતા. તે ચુલ્લશતક ગાથાપતિની શુભ લક્ષણા અને પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયાયુક્ત શરીરવાળી બહુલા નામની ભાર્યા-પત્ની હતી યાવત્ મનુષ્યાચિત કામ-ભાગ ભાગવતી વિચરણ કરતી હતી. Jain Education International For Private ભગવાન મહાવીનુ' સમવસરણ— ૧૬૭. તે કાળે, તે સમયે કામણ ભગવાન મહાવીર યાવત્ જ્યાં આભિકા નગરી હતી, જ્યાં શંખવન ઉદ્યાન હતુ, ત્યાં આવ્યા, આવીને યથાયેાગ્ય અવગ્રહ કરીને સયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. વંદન કરવા પરિષદા નીકળી, કોણિક રાજાની જેમ રાજ્ય-વૈભવ સાથે જિતશત્રુ રાજા પણ વંદના કરવા નીકળ્યા યાવત્ પ પાસના કરવા લાગ્યા. ચુલશતકનુ` સમવસરણમાં ગમન અને ધમ શ્રવણ ૧૬૮. ત્યાર બાદ તે ચુલ્લશતક ગાથાપતિ આ સમાચાર સાંભળીને કે પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા, ગ્રામાનુગ્રામ ફરતા શ્રામણ ભગવાન મહાવીર અહીં આવ્યા છે, પધાર્યા છે,સમવસર્યા છે અને આભિકા નગરીની બહાર શખવન નામના ઉદ્યાનમાં યથાચિત અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે. ત્યારે ‘હે દેવાનુપ્રિયા ! જો તથારૂપ અરિહંત ભગવતાનાં નામ અને ગાત્ર સાંભળવા મળે એ પણ મહાફળદાયી છે તે હે આયુષ્માના ! તેમની પાસે જઈ, તેમને વંદન-નમસ્કાર કરીને, તેમને પ્રશ્ન પૂછીને તેમની પર્યુંપાસના કરવાના સુફળનુ તા પૂછવું જ શું? ધર્માચાર્યના એક સુવચનને સાંભળવુ' પણ મગલરૂપ છે તેા પછી તેના વિપુલ અર્થને ગ્રહણ કરવાના ફળનું તે પૂછવું જ શું ? તા હે દેવાનુપ્રિયા ! હું જઉં અને તે શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરું, તેમનાં સત્કાર-સમ્માન કરું, તેમ જ કલ્યાણ, મંગલ, દેવ તથા ચૈત્ય રૂપ તેમની પ પાસના કરું' આ પ્રમાણેના વિચાર કરીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક મૉંગલ પ્રાયશ્ચિત કરીને શુદ્ધ, ધર્મસભામાં જવા યાગ્ય માંગલિક વસ્ત્રો પહેર્યા તથા અલ્પભારવાળાં બહુમૂલ્ય આભૂષણાથી શરીરને અલંકૃત કરીને પેાતાના ઘરેથી નીકળ્યા, Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy