________________
૧૨૨
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં સુરાદેવ ગાથાપતિ કથાનક : સૂત્ર ૧૫૬
હે ભદન ! આ પ્રતિબંછિત-અભિખ્ખનીય છે અને હે ભગવન્! ઇચ્છિત પ્રતિબંછિત અભિલાષા-અભિપ્સા કરવા યોગ્ય છે. તે તમે કહો છો તે પ્રમાણે જ છે. પણ જેવી રીતે આપ દેવાનુપ્રિય પાસે ઘણા બધા રાજા, ઈશ્વર, તલવર, માડુંબિક, કૌટુ બિક, ઈભ્ય, શેઠ, સેનાપતિ, સાર્થવાહ વગેરે મુ ડિત બનીને, ગૃહત્યાગ કરીને અનગારવ પ્રાપ્ત કરીને પ્રવૃજિત થયા છે, તે પ્રમાણે મુંડિત થઈ ગૃહત્યાગ કરીને અનગારપ્રજ્યા અંગીકાર કરવા માટે હું સમર્થ નથી. પર તુ આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને સાત શિશ્ન વૃત રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ સ્વીકાર કરવા ઇચ્છું છું.'
ભગવાને કહ્યું- તને સુખ મળે તેમ કર, પરંતુ તેમાં વિલંબ ન કર.'
તદાર તે સુરાદેવ ગાથાપતિએ શ્રમણ ભગવાન મહાવીર પાસે શ્રાવક ધમને સ્વીકાર કર્યો. ભગવાનને જનપદવિહાર– ૧૫૨. ત્યાર પછી તે સુરાદેવ જીવાજીવનનો
જાણકાર એવો શ્રમણોપાસક બની ગયો, યાવતુશ્રમણનિગેન્થોને પ્રાસુક, એષણીય, અશન પાન ખાદ્ય સ્વાદ્ય આહાર, વસ્ત્ર, પાત્રાદિ પ્રતિગ્રહણ કંબલ પાદપૂંછન, રજોહરણ, ઔષધ, ભૈષજ તથા પડિહારીય પીઠ ફલક, શૈયા, સ તારક
અ સન વગેરેથી પ્રતિલાભિત કરતો પોતાની
સમય વ્યતીત કરવા લાગ્યું. ધન્ના ભાર્યાની શ્રમણે પાસિકા ચર્યા૧૫૪. ત્યાર પછી તે ધના ભ ય જી વાજીવ આદિ
નાની જાણકાર શ્રમણોપાસિકા બની ગઈ– યાવત્ નિર્ગથ શ્રમણોને પ્રાસુક, એષગીય, અશન પાન ખાદ્ય સ્વાદ્ય આહાર વસ્ત્ર પ્રતિગ્રહ, પાત્ર વગેરે કંબલ, પાદ-પ્રેઝન-રજોહરણ ઔષધિ, ભૈષજ તેમ જ પડિહારીયપીઠ, ફલક, શૈયા સંસ્તા૨ક વગેથી પ્રતિલાભિત કરની વિચારવા લાગી. સુરાદેવનું ધમજાગરણ અને ગૃહવ્યવહારનો ત્યાગ૧૫૫. તદન્તર ને સુરાદેવ શ્રમણોપાસકના અનેક
પ્રકારના શીલવતે ગુણવ્રત, વિરમણ, પ્રત્યા
ખ્યાને અને પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વીતી ગયાં અને પંદરમું વર્ષ વીતી રહ્યું હતું ત્યારે કોઈ એક સમયે મધ્યરાત્રિએ ધર્મ જાગરણ વખતે જાગરણ કરતી વખતે તેને આ પ્રમાણેને આધ્યાત્મિક ચિતિત પ્રાર્થિત મને ગત વિચાર આવ્યો કે વારાણસી નગરીના ઘણા બધાં રાજા યાવત્ મને પૂછે છે, પરામર્શ કરે છે તથા મારા કુટુંબને હું આધારસ્તંભ છું. યાવતુ-બધા કાર્યો વ્યવહારોનો પ્રેરક નિર્દેશક છે, તેથી આ વિક્ષેપને કારણે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રશપ્તિનો સ્વીકાર કરીને વિચરણ કરવા માટે સમર્થ થઈ શકતો નથી.
આ પછી સુરાદેવ શ્રમણોપાસકે પોતાના જયેષ્ઠ પુત્ર, મિત્રો, જાતિબંધુએ, સ્વજન-સંબંધીએને પૂછયું, પૂછીને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળોને, વારાણસી નગરીની વચ્ચેથી નીકળ્યા, નીકળીને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, ત્યાં જઈને પૌષધશાળા વાળ ઝૂડીને સાફ કરી, પછી ઉરચાર અને પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, તત્પશ્ચ તૂ દર્ભ-ધાસનું આસન પાથર્યું, પાથરીને તેના ઉપર બેઠે, બેસીને પૌષધશાળામાં પૌષધવ્રત લઈને બ્રહ્મચર્યપૂર્વક,મણિ-સુવર્ણ આદિનાં આભૂષણો, પુષ્પમાળા, વણકો-શ્ર ગારવસ્તુઓ અને વિલેપનેને છોડીને, મૂસલ આદિ શસ્ત્ર ત્યાગીને, એક અદ્વિતીય એવા થઈને, દર્ભસંસ્મારક પર બેસીને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ગ્રહણ કરેલી ધર્મ પ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને સમય વ્યતીત કરવા લાગ્યો.
સુરાદેવ દ્વારા દેવકૃત પિતાના જયેષ્ઠ પુત્રના મરણરૂપ ઉપ સગને સમભાવપૂર્વક સહન ક – ૧૫૬. તદનનતર મધ્યરાત્રિએ તે શ્રમણોપાસક સુરાદેવની સામે એક દેવ પ્રગટ થયો. ઉપસ્થિત થયો.
ને દેવ નીલકમલ જેવી, ભે સના શીંગડા જેવી અને અળસીના ફૂલ જેવી પ્રભાવાળી તેમ જ તીક્ષણ ધારવાળી એક મોટી તલવાર હાથમાં લઈને સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org