SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ધર્મ કથાનુયોગ–મહાવીર–તીર્થમાં સુરાદેવ ગાથાપતિ કથાનક : સૂત્ર ૧૪૮ ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર, યથાક૯પ, યથામાગ, યથાતત્ત્વ સમ્યક પ્રકારે ગ્રહણ કરી, પાલન કરી, શોભિત કરી, પૂર્ણ કરી, કીર્તિત-અભિનંદિત કરી અને આરાધિત કરી. ત્યારે તેવા તપકર્મથી ને ચુલનીપિતા કામણપાસક ઉદાર, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપોકમ ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ, માંસરહિત અવશિષ્ટ અસ્થિ અને ચામડાના કિટિકિટિકાભૂત, કુશ અને ઉપસી આવેલી નસો ભરેલા શરીરવાળો થઈ ગયો. ચુલની પિતાએ કરેલ અનશન– ૧૪૬. નદત્તર કોઈ એક દિવસ મધ્યરાત્રિએ ધર્મજાગરણ કરતાં ગુલનીપિતા શ્રમણોપાસકને આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત. મનોગત વિચાર આવ્યો કે હું આમ અને આ પ્રમાણે ઉદાર, વિપુલ, પ્રયત્ન-સાધ્ય તપકર્મને ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ, નિર્માસ, માત્ર હાડ ચામડાનો માળો, કિટિકિટિકાભૂત, કૃશ અને લુહારની ધમણ જેવા શરીરવાળો થઈ ગયો છું, પરંતુ હજુ પણ મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ વિદ્યમાન છે. તો જયાં સુધી મારામાં ઉત્થાન-ઉત્સાહ, કમપ્રવૃત્તિ, બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ-સામર્થ્ય, શ્રદ્ધા, ઘનિ, સંવેગ-મુમુક્ષભાવ છે યાવત્ ધર્માચાર્ય, ધમપદેશક જિન સુહસ્તી શ્રમણ ભગવાન મહાવીર વિચારી રહ્યા છે, ત્યાં સુધી મારા માટે શ્રેયસકર છે કે કાલે રાત્રિનું પ્રભાતમાં પરિવર્તન થયા પછી વાવનું સૂર્યાદય તેમ જ સહસ્રરમિ દિનકર જાજવલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયા પછી અંતિમ મારણાનક સંલેખના અંગીકાર કરીને આહાર-પાણીનો ત્યાગ કરીને, જીવનમરણની આકાંક્ષા છોડીને મારું જીવન વ્યતીત કરું. આમ વિચાર કર્યો, વિચાર કરીને રાત્રિનું પ્રભાતમાં પરિવર્તન થયા પછી યાવતુ સૂર્યોદય થયા પછી અને જાજવલ્યમાન તેજ સહિત સહસ્રરશ્ચિમ દિનાકરના પ્રકાશિત થયા પછી અપશ્ચિમ મારણાંતિક સંખના ખૂણા અંગીકાર કરીને વિચરણ કરવા લાગ્યો. ચુલની િપતાનું સમાધિમરણ, દેવલોકમાં ઉત્પત્તિ અને તદતર સિદ્ધિગમન નિરૂપણ ૪૪૭. તદન્તર ચુલનીપિતા શ્રમણોપાસક અનેકવિધ શીલવતો, ગુણવ્રતો, વિરમણ, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસોથી આત્માને સંસ્કારિત કરતો, વીસ વર્ષ સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, અગિયાર ઉપાસક પ્રતિમા ગ્રહણ કરીને, એક મહિનાની સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને, સાઠ ટંકનું ભોજનનો અનશન દ્વારા ત્યાગ કરીને, આલોચના કરીને, પ્રતિક્રમણ અને સમાધિપૂર્વક અંત સમયે મરણ પામીને સૌધર્મ કલ્પમાં સૌધર્માવલંક મહાવિમાનના ઉત્તર પૂર્વ દિકુભાગ (ઈશાન કોણમાં) સ્થિત અરુણપ્રભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેનું આયુષ્ય ચાર પલ્યોપમનું થયું. તદત્તર ત્યાંથી યુત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે અને બધા દુ:ખોનો અંત કરશે, એ ચુલનીપિતા ગાથાપતિ કથાનક સમાપ્ત છે ૮. સુરાદેવ ગાથાપતિ કથાનક વારાણસીમાં સુરાદેવ ગાથાપતિ– ૧૮ તે કાળે, તે સમયે વારાણસી નામે નગરી હતી. કૌષ્ઠક ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. તે વારાણસી નગરીમાં સુરાદેવ નામને ગાથાપતિ રહેતે હતો જે ધન-ધાન્યથી સમૃદ્ધ હતો થાવત્ કોઈથી પણ હાર માને તે ન હતો. ને સુરાદેવ ગાથાપતિના કોષમાં છ કરોડ રોકડ સુવર્ણ મુદ્રા એ હતી, છ કરોડ સુવર્ણ મુદ્રા તેની વ્યાપારમાં રોકાયેલી હતી અને છ કરોડ સ્વર્ણ મુદ્રાઓ ભવનો અને અન્ય મિલકતમાં રોકાયેલી હતી. દરેક દશ-દશ હજાર ગાયો વાળા છ ગોકુળ તેનો ગૌશાળામાં હતા. ઘણા રાજાઓ વ. પોતાના કાર્યો માટે સુરાદેવ ગાથાપતિની સલાહ લેતા હતા. અને તે પોતાના કુટુંબનો પણ આધારસ્તંભ થાવતુ બધા કાર્યોનો નિર્દેશક-પ્રેરક હતો. સુરાદેવ ગાથાપતિની ભાર્યાનું નામ ધના હતું. જે શુભલક્ષણ તેમ જ પરિપૂર્ણ પંચેન્દ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy