________________
૧૧૮
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં કામદેવ કથાનક : સૂત્ર ૧૪૨
દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયાં છનાં શ્રમણપાસક ચુલની પિતા નિર્ભય યાવનું પૂર્વવત ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો.
અવાજે કોલાહલ કરવા લાગ્યા–મોટે મોટેથી બૂમો પા વા લાગ્યા-શોર મચાવવા મંડયો.
તત્પશ્ચાતુ દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને પૂર્વવતુ નિભય યાવતુ ધર્મધ્યાનમાં સ્થિર જોયો, જોઈને ફરીથી બીજી, ત્રીજી વાર પણ ચુલનીપિતા શ્રમણે પાસકને આ પ્રમાણે કહ્યું-“અરે ચુલનીપિતા શ્રમણોપાસક ! યાવતુ જીવનરહિત બની જઈશ.'
તદાર ને દેવ દ્વારા બીજી અને ત્રીજી વાર આ પ્રમાણે કહેવાયાં પછી ગુલનીપિતા શ્રમણોપાસકને આ અને આ પ્રમાણેનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંક૯૫ ઉત્પન્ન થયો કે અરે! આ પુરૂષ ખૂબ અનાર્ય, અધમ અને અનાર્ય બુદ્ધિવાળા છે, નિકૃષ્ટ પાપકર્મોને કરનાર છે, જે પહેલાં મારા જ્યેષ્ઠ પુત્રને ઘરેથી પકડી લાવ્યા, લાવીને મારી સામે જ તેને મારી નાખ્યો, મારીને તેના શરીરના ટુકડે-ટુકડા કરી નાખ્યા, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળ્યા અને પછી તેનું રક્ત અને માંસ મારા શરીર પર છાંટયું. તત્પશ્ચાત્ મારા વચલા પુત્રને ઘરેથી લઈ આવ્યો, લાવોને મારી સામે મારી નાખ્યો, મારીને તેના શરીરના ટુકડા કરી નાખ્યા, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળ્યા, તળીને માંસ અને લોહીને મારા શરીર પર છાંટયું, ને પછી મારા કનિષ્ઠ પુત્રને ઘરેથી ઉપાડી લાવ્યો. લાવીને મારી સામે તેની હત્યા કરી, હત્યા કરીને તેના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા, પછી તેને તેલ ભરેલી કડાઈમાં તળ્યા, તળીને મારા શરીર પર લોહી અને માંસ છાંટયું અને હવે દેવ અને ગુરુ સમાન પૂજનીય મારી માતા ભદ્રા સાર્થવાહીને પણ ઘરેથી લાવીને મારી સામે મારી નાખવા માગે છે–તો તે યોગ્ય છે કે આ પુરુષને પકડી લઉં.' એમ વિચાર કરીને પછી તેને પકડવા દોડયો, પરંતુ દેવ આકાશમાં ઊડી ગયો અને ગુલનીપિતાના હાથમાં થાંભલો આવી ગયો ત્યારે તે ઊંચા
ભદ્રાને પ્રશ્ન૧૪૨. તદત્તર તે ભદ્રા સાર્થવાહી અવાજ
સાંભળીને અને પરિસ્થિતિ સમજીને ચુલનીપિના શ્રમણોપાસક હતો ત્યાં આવી, ત્યાં આવીને યુલની પિતા શ્રમણોપાસકને પૂછયું-“પુત્ર! ને મોટેથી બૂમો કેમ પાડી?' ચુલનીપિતાના ઉત્તર – ૧૪૩. ત્યારે અલનીપિતા શ્રમણોપાસકે માતા ભદ્રા
સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું- હે માતાજી ! વાત આ પ્રમાણે છે, મને ખબર નથી કે તે પુરુષ કોણ છે જે અત્યંત ક્રોધન, રુષ્ટ, કુપિત, વિકરાળ બનીને દાંત કચકચાવતા એક માટી, નીલકમલ, ભેંસના શીંગડા અને અળસીના કુલ જેવી નીલપ્રભાવાળી તીક્ષણ તલવાર લઈને મને કહેવા લાગ્યો
અરે શ્રમણોપાસક ચુલનીપિતા! પાવત્ જો તું યાવત્ જીવનરહિત બની જઈશ.’
તે પુરુષ દ્વારા આ પ્રમાણે કહેવા છતાં હું નિર્ભય યાવત્ મારી ઉપાસનામાં રત રહ્યો.
તદન્તર ને પુરુષે મને નિર્ભય થાવત્ ધર્મધ્યાનમાં રત જોયો, જોઈને બીજી અને ત્રીજી વાર પણ મને કહ્યું- એ રે ચુલનીપિતા શ્રમણોપાસક! યાવત્ મારી નાખીશ.'
તદન્તર તે પુરુષ દ્વારા બીજી, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહેવાયાં છતાં હું નિર્ભય વાવનું ધમ ધ્યાનમાં રત રહ્યો.
તદાર તે પુરુષે મને અભય યાવત્ ધર્મધ્યાનમાં રત જોયો, જોઈને અત્યંત ક્રોધિત, ૨ષ્ટ, કેપિત અને વિકરાળ બનીને દાંત કચકચાવતા મારા જયેષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવ્યો, લાવીને મારી સામે જ તેને મારી નાખ્યો, મારીને તેના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા, ટુકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં તળ્યા, તળોને મારા શરીર પર લોહી અને માંસ છાંટયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org