________________
ધર્મસ્થાનુયોગ–મહાવીર-તીર્થમાં કામદેવ કથાનક : સૂત્ર ૧૨૦
૧૦૯
હે દે! જમ્બુદ્ર ૫ના ભારત વર્ષમાં આવેલી ચ પાનગરીમાં શ્રમણોપાસક કામદેવ પૌષધશાળામાં પોષધની બનીને, બ્રહ્મચર્યનું પાલન કરતાં કરતાં, મણિ – સ્વર્ણમાળા, વર્ણક, પુષ્પમાળા, વિલેપનનો ત્યાગ કરીને, મૂસલાદિ શસ્ત્રોને ત્યાગીને, એકાકી, અદ્વિતીય બનીને કુશના આસન પર બેસીને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી અંગીકાર કરેલા ધર્મ પ્રમાણે ઉપાસનામાં મગ્ન છે. તેને કોઈ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંજપુરુષ, મહારગ અથવા ગંધર્વ નિર્ગસ્થ પ્રવચનથી વિચલિત, ભિત અથવા વિપરિણમિત કરવા શક્તિમાન નથી,'
ત્યારે હું દેવેન્દ્ર દેવરાજ શક્રની આ વાત પર અવિશ્વાસ અપ્રતીતિ અને અરુચિ બતાવીને તરત જ અહીં આવ્યો.
“અહો દેવાનુપ્રિય! તમે જે ઋદ્ધિ, ઘનિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર, પરાક્રમ લબ્ધ, પ્રાપ્ત અને અધિસમન્વિત કર્યા છે, દેવાનુપ્રિયની તે સર્વ લબ્ધ, પ્રાપ્ત, અભિસમન્વિત ઋદ્ધિ, ઘનિ, યશ, બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમ મેં જોયું.
હે દેવાનુપ્રિય! હું તમારી પાસે ક્ષમાની યાચના કરું છું. હે દેવાનુપ્રિય! મને ક્ષમા કરે, હે દેવાનુપ્રિય! તમે ક્ષમા કરવા સમર્થ છે. હવે પછી હું કયારેય આવું નહીં કરું.' એમ કહીને પગે પડ્યો અને હાથ જોડીને વારંવાર ક્ષમા યાચના કરવા લાગ્યા. ક્ષમા માગીને જે દિશામાંથી
આવ્યા હતા, તે જ દિશામાં તે પાછો ફર્યો. કામદેવે કરેલું પ્રતિમાનું પારણુ૧૨૧. તત્પશ્ચાત્ શ્રમણોપાસક કામદેવે હવે કોઈ
વાંધો નથી એમ જાણીને પ્રતિમાનું મારણ કર્યું. કામદેવે કરેલી ભગવાનની પપાસના૧૨૨. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
યાવતુ જયાં ચંપાનગરી હતી, જ્યાં પૂણભદ્ર ચૈત્ય હતું ત્યાં પધાર્યા, ત્યાં પધારીને યથા પ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને સંયમ અને નપથી આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા.
તત્પશ્ચાત્ કામદેવ શ્રમણોપાસક આ વાત સાંભળીને કે શ્રમણ ભગવાન મહાવીર પૂર્વાનુપૂર્વી* ક્રમથી ચાલતા ચાલતા, એક ગામથી બીજે ગામ ફરતા ફરતા અહીં આવ્યા છે, આવી પહોંચ્યા છે, પધાર્યા છે અને આ જ ચંપાનગરીની બહાર પૂણભદ્ર ચૈત્યમાં વચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે.
તો મારા માટે તે ઉચિન છે કે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને ત્યાંથી પાછા ફરીને પૌષધનાં પારણાં કરું.’ આ પ્રમાણે તેણે વિચાર કર્યો, વિચાર કરીને શુદ્ધ, સભામાં પહેરવા યોગ્ય, માંગલિક ઉત્તમ વસ્ત્રો પહયાં અને જનસમુદાયને સાથે લઈને ઘરેથી નીકળી ને ચાંપાનગરી વચ્ચેથી પસાર થશે, ૫સાર થઈને જ્યાં પૂણભદ્ર ઐય હતું અને તેમાં જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યો, આવીને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરો, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરીને ત્રિવિધ પર્યું પાસનાપૂર્વક પર્યુંપાસના કરવા લાગ્યો.
તદન્તર શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણપાસક કામદેવ અને તે વિશાળ પરિષદને યાવતુ ધર્મોપદેશ આપ્યો. ભગવાન દ્વારા કામદેવના ઉપસર્ગનું વિવેચન૧૨૩. “હે કામદેવ !' આ પ્રમાણે સંબોધન કરીને
શ્રવણ ભગવાન મહાવીરે કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું
હે કામદેવ ! મધ્યરાત્રિએ એક દેવ તારી પાસે આવ્યો હતો.
તદનાર ને દેવે એક વિશાળકાય દેવમાયાજન્ય પિશાચરૂપની વિકુણા-રચના કરી હતી, વિકુવણા કરીને અત્યંત ક્રુદ્ધ, રુણ, કુપિત, ચંડિકાવતુ વિકરાળરૂપ બનાવીને દાંત કચકચાવતા તેણે એક નીલકમલ, ભેંસના શીંગડા અને અળસીના ફૂલ જેવો ઘેરી નીલી તીક્ષ્ણ ધારવાળી તલવાર લઈને તને આ પ્રમાણે કહ્યું હતું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org