________________
૧૦૮
ધમથાનુયોગ-મહાવીર-તીર્થમાં કામદેવ કથાનક સૂત્ર ૧૨૦
જોયો, જોઈને અત્યંત ક્રોધિત, રુષ, કુપિત, ચંડિકાવનું વિકરાળ બનીને અને દાંત કચકચાવતો સર-સર કરતો કામદેવના શરીર ઉપર ચઢી ગયે, ચઢીને પાછળના ભાગથી-પૂંછડી તેના ગળામાં ત્રણ આંટા મારીને વીંટાળીને તેના તિણ, ઝેરી દાંત વડે તેની છાતી પર ડંખ માર્યો-ડો.
ત્યારે કામદેવ શ્રમણોપાસકે ને તીવ્ર, વિપુલ, અત્યધિક કર્કશ-કઠોર, પ્રગાઢ, અતિવ તીવ્ર, પ્રચંડ, દુ:ખદાયક અને દુસ્સહ વેદનાને શાંતિથી સહન કરી, ક્ષમા અને તિતિક્ષાપૂર્વક ઝીલી.
સ્વાભાવિક રૂપમાં આવીને દેવ દ્વારા કામદેવની પ્રશંસા અને ક્ષમા યાચનો – ૧૨૦ તદનાર તે સર્પ રૂપધારી દેવે શ્રમણોપાસક કામદેવને નિર્ભય યાવતુ ધર્મધ્યાનમાં સ્થિર જો કે તે કામદેવ શ્રમણોપાસકને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, ક્ષભિત અને મનોભાવને પરિવર્તિત કરવામાં સમર્થ ન થયો, ત્યાર પછી શ્રાંત, કલાન તેમ જ ખિન્ન બનીને ધીમેધીમે પાછો ગયો, પાછો જઈને પૌષધશાળાની બહાર નીકળ્યો, નીકળીને તેણે દેવમાયાજન્ય સર્પરૂપને ત્યાગ કર્યો અને ત્યાગ કરીને ઉત્તમ દિવ્ય દેવરૂપની વિકુવરણા કરી.
તે દેવનું વક્ષ:સ્થળ હારથી સુશોભિત હતું. તેનો ભુજાએ કટક-કંકણ અને બાજુબંધથી શોભાયમાન હતી.
તેનાં કેસર, કસ્તુરી આદિ લેપ લગાડેલાં ગાલ કર્ણભૂષણ-કુંડળથી શોભાયમાન હતા.
તેના હાથ વિશિષ્ટ પ્રકારના હસ્તાભરણહાથમાં પહેરવાના આભૂષણોથી સુશોભિત હતા. તેના મસ્તક પર જાત-જાતની માળાથી શણગારેલો મુગટ હતો.
તેણે માંગલિક, ઉત્તમ વસ્ત્રો પહેર્યા હતાં.
માંગલિક, ઉત્તમ માળાઓ અને ચંદનકેશર આદિના લેપનથી તેનું શરીર દેદીપ્યમાન હતું, બધી ઋતુઓના ફૂલોથી બનેલી માળા તેના ગળાથી ઘુંટણ સુધી લટકી રહી હતી.
તે દિવ્ય વણ, દિવ્ય ગંધ, દિવ્ય રૂપ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંધાન, દિવ્ય સંસ્થાન, દિવ્ય ઘતિ, દિવ્ય પ્રભા, દિવ્ય ક્રાંતિ, દિવ્ય દીપ્તિ, દિવ્ય તેજ, દિવ્ય લેશ્યાથી દશેય દિશાઓમાંથી ઉદ્યોતિત, પ્રભાસિત શોભાયુક્ત, પ્રાસાદિકઆહલાદક, દર્શનીય, અભિરૂપ–મનેશ અને પ્રતિરૂપ મનને આનંદિત કરનારા દિવ્ય દેવરૂપની વિદુર્વણા–રચના કરીને શ્રમણોપાસક કામદેવની પૌષધશાળામાં પ્રવેશ્યો, પ્રવેશીને આકાશમાં રહીને ઘુઘરી યુક્ત પાંચ રંગના ઉત્તમ વસ્ત્રો ધારણ કરેલા તેણે શ્રમણોપાસક કામદેવને આ પ્રમાણે કહ્યું
હે શ્રમણોપાસક કામદેવ ! આપ દેવાનુપ્રિય ધન્ય છે, હે દેવાનુપ્રિય ! તમે પુણ્યશાળી છો, હે દેવાનુપ્રિય ! તમે કૃત કુન્ય છો. હે દેવાનુપ્રિય! તમે કુતલક્ષણ–શુભ લક્ષણવાળા છે. હે દેવાનુપ્રિય ! તમારો મનુષ્ય જન્મ સારી રીતે સફળ બન્યો છે કે જેથી કરીને તમને નિર્ગન્ય પ્રવચનમાં આ પ્રકારે વિશ્વાસ સુલબ્ધ,સુપ્રાપ્ત અને અધિગત થયો છે.
હે દેવાનુપ્રિય! વાત એમ છે કે શક્ર, દેવેન્દ્ર, દેવરાજ, વજપાણિ, પુરન્દર, શતક્રતુ, સહસ્ત્રાક્ષ, મધવા, પાકશાસન, દક્ષિણા લોકાધિપતિ, બત્રીસ લાખ વિમાનના સ્વામી, ઐરાવત નામે હાથી પર સવારી કરનાર, સુરેન્દ્રઆકાશ જેવા નિર્મળ વસ્ત્રો પહેરનાર, માળાઓથી યુક્ત મુગટ ધારણ કરનાર, તપાવેલા સુવણથી પણ સુંદર, ચિત્રિત અને કુંડળાથી સુશોભિત ગાલવાળા, દેદીપ્યમાન શરીરધારી, પ્રલંબમાન પુપમાળા પહેરનાર ઈન્દ્ર સૌધર્મકલ્પના સૌંધમાંવનંસક વિમાનમાં સુધર્મા સભામાં ઇન્દ્રાસન પર બેસીને ચોર્યાસી હજાર સામાનિક દે, તેત્રીસ ત્રાયશ્વિક દેવ, ચાર લોકપાલો, પરિવાર સહિત આઠ અગ્રમહિષિયો, ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવ તથા બીજા ઘણા બધા દેવ દેવીઓની સામે આ પ્રમાણે કહ્યું હતું, ને બોલ્યા હતા, તેમણે પ્રતિપાદિત કર્યું હતું, પ્રરૂપિત કર્યું હતું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org