SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં આનંદ કથાનક : સૂત્ર ૮૯ ભક્ષણ—અસાર એવી મગફળી વગેરે વનસ્પતિ નું ભક્ષણ કરવું. કર્મને આશ્રયી શ્રાવકે પંદર કર્માદાનો જાણવી પણ આચરવાં નહિ, તે આ છે – (૧) અંગારકર્મ-કોલસા, ઈટ વગેરે પકાવવાને ધ ધા કરવે (૨) વનકર્મ–વૃક્ષો વગેરે કાપીને તેનો ધંધો કરવે (૩) શકટકર્મ–ગાડા રથ આદિ બનાવવા વેચવા આપવાનો ધંધ (૪) ભાડાકર્મ-ગાડા-ગાડીઓ ભાડે ફેરવવાનો ધ ધો કર (૫) સ્ફોટકર્મ-ખાણ ખોદવી વગેરે દ્વારા આજીવિકા કરવી (૬) દત્તવાણિજય-હાથીદાંત વગેરેને વ્યાપાર કરવા (૭) લાક્ષાવાણિજય-લાખ વગેરેનો વ્યાપાર કર (૮) રસવાણિજ્ય-મદિરા વગેરે રસનો પાપાર કરવો (૯) વિષ-વાણિજય -ઝેર અને શસ્ત્ર દિનો વ્યાપાર કરવા (૧૦) કેશવાણિજ્ય-દાસવાણિજ્ય-દાસ, ગાય, ઊંટ, હાથી વગેરે કેશવાળા પ્રાણીઓને વ્યાપાર કરવા (૧૧) યંત્ર પીડન કર્મ–તેલ, શેરડી વગેરે પીલવાને ધંધો કરવો (૧૨) નીલાંછન કર્મ-પ્રાણીઓના કાન વગેરે અવયવોને છેદવાનો ધંધે કરવો (૧૩) દાવાગ્નિ દાપન-વન વગેરે અગ્નિથી સળગાવવા (૧૪) સરહદતડાગ શોષણ–સરોવર તળાવ વગેરેને સૂકવી નાખવા (૧૫) અસતીજન પષણ-કુલટા, દાસી વગેરે તથા હિંસક પ્રાણી. નું ધંધા માટે પેષણ કરવું. ત્યાર બાદ શ્રમણોપાસકે અનર્થ દંડ વિરમણવ્રતના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે (૧) કંદર્પ–કામોત્તેજક વચનો બોલવાં (૨) કૌન્દુ-કાયાથી કુચેષ્ટાઓ કરવી (૩) મૌર્ય -અસંબદ્ધ બોલવું (૪) સંયુકતાધિકરણ-હિંસાનાં સાધનો તૈયાર કરવા (૫) ઉપભોગ-પરિભોગ -ઉપભોગ-પરિભાગની વસ્તુઓ અધિક રાખવી. શ્રમણોપાસકે સામયિક વ્રતના પાંચ અતિચારો જાણવા પણ તેમનું આચરણ ન કરવું. તે આ પ્રમાણે : (૧) મનોદુપ્રણિધાન-મનમાં દુષ્ટ ચિંતન કરવું. (૨) વચનદુપ્રણિધાન-દુષ્ટ વચનની પ્રવૃત્તિ કરવો (૩) કાયદુપ્રણિધાન-કાયાથી દુષ્ટ પ્રવૃત્તિ કરવી (૪) સામાયિક કરવાનું સ્મરણ ન રાખવું અને (૫) અનવસ્થિત-અનિયમિત સામાયિક કરવું. ત્યાર બાદ શ્રમણોપાસકે દેશાવકાશિત વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે (૧) આનયન પ્રયોગ–મર્યાદિત ભૂમિની બહારથી કોઈની પાસેથી કોઈ વસ્તુ મંગાવવી (૩) પ્રખ્યપ્રયોગ-નકર વગેરેને મર્યાદિત ક્ષેત્રથી બહાર મોકલવા (૩) શબ્દાનુપાન-બીજાને જણાવવા માટે ખાંસી વગેરે શબ્દ સંભળાવવા (૪) રૂપાનુપાત-બીજાને જણાવવા પોતાના શરીરને દેખાડવું, બીજાની દૃષ્ટિએ પડવું (પ) બહિ:૫૬ ગલપ્રક્ષેપ-અન્યને જણાવવા બહારના ભાગમાં હે, કાંકરો વગેરે પુદગલોનો પ્રક્ષેપ કરવો -ફેંકવું. ત્યાર પછી શ્રમણોપાસકે પૌષધોપવાસના પાંચ અતિચારો જણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે (૧) અપ્રનિલેખિત-દુષ્પતિલેખિત શાસંસ્મારક-જોયા વગર અથવા સારી રીતે પૂજ્ય વગર શયાદિનો ઉપયોગ કરવો (૨) અપ્રમાર્જિન-દુષ્પમાર્જિન શધ્યા-સંસ્મારક આદિને ઉપયોગ કરવો. (૩) અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચાર-પ્રસવણ ભૂમિ–મલ-મૂત્ર પરઠવવાની જગ્યા જોયા વગર અથવા સારી રીતે જોયા વગર પાઠવવું (૪) અપ્રમાર્જિન-દુષ્પમાર્જિત ઉરચાર પ્રસવણ ભૂમિ પ્રમાર્જન કર્યા વગર અથવા સારી રીતે પ્રમાર્જન કર્યા વગર મલ -મૂત્ર પરઠવવાની ભૂમિના ઉપયોગ કરે (૫) પૌષધાપવાસનું બરાબર પાલન ન કરવું. ત્યાર પછી શ્રમણોપાસકે યથાસંવિભાગઅતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy