________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં આનંદ ગાથાપતિ કથાનક : સૂત્ર ૮૮
પાતનું પ્રત્યાખ્યાન કર્યું કે હું યાવત્ જીવન મન વચન અને કાયા વડે સ્થૂલ પ્રાણનિપાતનું આચરણ નહિ કરું અને નહિ કરાવું.
ત્યાર પછી તેણે સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કર્યું કે હું યાવત્ જીવન મન, વચન, બે કરણ અને મન, વચન, કાયા ત્રણ યોગથી મૃષાવાદ કરું નહિ, કરાવું નહિ.
ત્યાર પછી સ્થૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કર્યું કે જીવનપર્યત ત્રિવિધ ત્રિવિધ–મન વચન અને કાયા વડે અદત્તાદાન નહિ કરુ' અને નહિ કરાવું.
ત્યાર પછી સ્વદાર સંતોષ સંબંધી ઘનના સંબંધમાં પ્રત્યાખ્યાન કર્યું કે એક શિવાનન્દા પત્ની સિવાય બાકીની સ્ત્રીઓ સાથે મૈથુન સેવન. નું પ્રત્યાખ્યાન કરું છું.
ત્યાર બાદ ઇચ્છાનું પરિમાણ કરતાં – ૧. હિરણ્ય અને સુવર્ણનું પરિમાણ કર્યું કે ચાર હિરણ્ય કોટી (સેનાની ચાર કરોડ મુદ્રાઓ) નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજમાં અને ચાર હિરણ્યકોટિ ગૃહ અને ચુપકરણ સંબંધી બેવહારમાં રોકેલી છે તે સિવાય બાકીના હિરણ્ય. સુવર્ણ સંગ્રહનો હું ત્યાગ કરું છું.
૨. તે પછી ચતુષ્પદ વિધિનું પરિમાણ કર્યું કે-દશ હજાર ગાયના એક જ સિવાય બાકીના ચતુષ્પદો-પ્રાણીઓના સંગ્રહનું પ્રત્યાખ્યાન કરુ .
૨. ત્યાર બાદ ક્ષેત્ર-વાસ્તુનું પરિમાણ કર્યું કે, જેનાથી સો વીઘા ખેડી શકાય એવું એક હળ, એવાં પાંચસે હળો સિવાય અન્ય બધાં ક્ષેત્રવાસ્તુનું પ્રત્યાખ્યાન કરું છું.
૪. ત્યાર પછી ગાડી–ગાડાંનું પરિમાણ કર્યું કે–બહાર દેશાત્તરમાં ગમન કરવા યોગ્ય પાંચસો ગાડાં અને માલને વહન કરનારા પાંચસો ગાડાં ઉપરાંત બધાં વાહનોનું પ્રત્યાખ્યાન કરું છું.
૫. ત્યાર બાદ વહાણનું પ્રત્યાખ્યાન કર્યું કે દેશાતરમાં મોકલવા યોગ્ય ચાર વહાણો સિવાય બાકીનાં વહાણોનું પ્રત્યાખ્યાન કરું છું.
ત્યાર બાદ ઉપભોગ-પરિભાગ વિધિનું પ્રત્યાબ્બાન કરતાં–
૧. અંગભુષણ-શરીર લુંછવાના ટુવાલ આદિનું પરિમાણ કર્યું કે–એક સુગંધી રાતા ટુવાલ સિવાય બીજા બધા શરીર લુંછવાના ટુવાલ આદિનું પ્રત્યાખ્યાન કરું છું.
૨. ત્યાર પછી દાતણની વિધિનું પરિમાણ કર્યું એક લીલા જેઠીમધના દાતણ સિવાય બાકીના દાતણને ત્યાગ કરું છું.
૩. ત્યાર પછી ફળવિધિનું પરિમાણ કર્યું કે એક મધુર આમળાના ફળ સિવાય બાકીનાં ફળોનો ત્યાગ કરું છું.
૪. ત્યાર પછી અભંગન વિધિ–માલિશ કરવાના તેલ આદિ વસ્તુઓનું પરિમાણ કર્યું કે શતપાક- ઔષધી એકઠી કરી અને સો વાર ઉકાળીને તૈયાર કરેલ અને સહસ્ત્રપાક તેલ સિવાય બીજાં માલિશ કરવાના તેલોનું પ્રત્યાખ્યાન કરું છું.
૫. ત્યાર બાદ ઉદ્વર્તન એટલે ઉબટન-સુગધિત ચૂર્ણ આદિ વિધિનું પરિમાણ કર્યું કે એક સુગંધી–ગન્ધ ચૂર્ણ સિવાય બાકીના ઉદ્વર્તન વિધિનો ત્યાગ કરું છું,
૬. ત્યાર પછી સ્નાન-વિધિનું પરિમાણ કર્યું કે આઠ ટ્રિક ઘડા (ઊંટના માં જેવા - મોઢાવાળા ઘડા) પાણી સિવાય વધારે પાણી વડે સ્નાન કરવાનો ત્યાગ કરું છું.
૭. ત્યાર બાદ વસ્ત્ર-વિધિનું પરિમાણ કર્યું કે-એક ક્ષૌમયુગલ (બે સૂતરનાં વસ્ત્ર) સિવાય બાકીનાં વસ્ત્રોને ત્યાગ કરું છું.
૮. ત્યાર પછી વિલેપન વિધિનું પરિમાણ કર્યું કે-અગર, કુ કુમ, કેસર, ચંદન સિવાય બાકીના વિલેપનને ત્યાગ કરું છું.
૯ત્યાર પછી પુષ્પવિધિનું પરિમાણ કર્યું કે એક શુદ્ધ કમળ અને માલતીના પુપોની માળા સિવાય પુપવિધિનો ત્યાગ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org