________________
ધર્મકથાનુયોગ-પાર્શ્વનાથ--તીર્થમાં પ્રદેશી થાનમઃ સુત્ર
અનેક દાસ-દાસી આદિ પરિજનો, પરિચિતોને આમંત્રિત કરશે અને પછી સ્નાન, બલિકર્મ, તિલક આદિથી કૌતુક-મંગળ-પ્રાયશ્ચિત્ત કરશે થાવત્ આભૂષણોથી શરીરને અલ કૃત કરશે, ભેજન મંડપમાં શ્રેષ્ઠ આસન પર સુખપૂર્વક બેસીને તે મિત્ર, જ્ઞાતિજનો પાવતુ પરિજનોની સાથે વિપુલ અશન પાવતુ સ્વાદ્ય ભોજનનો આસ્વાદ લેતાં, વિશેષરૂપે આસ્વાદ લેતા, ખાતા, એકબીજાને ખવડાવતા વિચરણ કરશે. જમ્યા પછી આચમન મુખશુદ્ધિ આદિ કરીને સ્વચ્છ, પરમચિભૂત થઈને તે મિત્રો, જાતિ-બંધુઓ પાવતુ પરિજનોનો વિપુલ વસ્ત્ર, ગંધ, માલા, અલંકારો આદિથી સત્કાર-સન્માન કરશે અને પછી તે મિત્રો યાવત્ પરિજનોને આ પ્રમાણે કહેશે
દેવાનુપ્રિયે! જયારથી આ બાળક માતાના ગર્ભાશયમાં ગર્ભરૂપે સ્થાપિત થયા ત્યારથી અમારી ધર્મમાં દઢ પ્રતિજ્ઞા-શ્રદ્ધા થઇ છે, તેથી અમારા આ બાળકનું દઢપ્રનિશ નામ રાખવામાં આવે.' તત્પશ્ચાત્ ને દઢપ્રતિજ્ઞ બાળકના માતાપિતા તેનું “દઢપ્રતિશ” એમ નામ કરણ કરશે.
તદનાર ને માતા-પિતા અનુક્રમે સ્થિતિપતિના, ચન્દ્ર, સૂર્યદર્શન, ધર્મજાગરણ, નામકરણ, અનપ્રાશન, પ્રજ૫ન (બાળક બોલવા લાગે છે સંબંધી), પ્રતિવર્યાપન (આશીર્વાદ-અભિનંદન સમારોહ), ચંક્રમણ (પગે ભાંખોડિયાભર ચાલવું), કર્ણવેધન (કાન વીંધાવવા),સંવત્સર પ્રતિલેખ (પ્રથમ વર્ષનો જન્મોત્સવ), ચૂલાપનયન (મુંડનોત્સવ) આદિ તથા બીજા કેટલાય ગર્ભાધાન, જન્માદિ સંબંધી ઉત્સવ ભવ્ય સમારોહ કરીને મનાવશે.
તદનાર તે દઢપ્રતિષ બાળક ૧. ક્ષીરધાત્રીદૂધ પિવડાવનારી ધાવ, ૨. મંડનધાત્રી–ઉમ્રાભૂષણ પહેરાવનારી ધાવ, ૩. મંજનધાત્રો-સ્નાન, તેલ માલિશ આદિ કરનારી ધાવ, ૪ અંકધાત્રીખોળામાં રમાડનારી ધાવ અને ૫. ક્રીડાપધાત્રી– રમગ-ગમ્મત કરાવનારી ધાવ–આ પાંચે ધાવ
માતાઓની દેખભાળમાં, તદ ઉપરાંત અંગત (મુખ આદિની ચેષ્ટા), ચિંતન (માનસિક વિચાર), પાર્થિન (અભિલ પત)ને સમજનારી, પોતપોતાના દેશનો પોશાક પહેરનારી, નિપુણ. કુશળ-પ્રવીણ તેમ જ વિનયી તેવી કુજા (કુબડી) ચિલાવિકા (ચિલાત-કિરાત નામના દેશમાં જન્મેલી), વામની (ચીન), વડભી (મોટા પેટવાળી), બર્બરી (બર્બર દેશની), બકુશ દેશની, યોનક દેશની, પલવિકા (પલ્લવ દેશની), ઇસિનિકા, વારુણિકા (વરુણ દેશની ), લસિકા (તિબ્બત દેશની ), લકુશિકા (લકુશ દેશની), દ્રાવિડી (દ્રાવિડ દેશની), સિંહલી ( સિંહલ) લંકા દેશની), આરબી (અરબ દેશની), પુલિંદી (પુલિંદ દેશની), પકણી, બહલી (બહલ દેશની), મુરંડી (મુરંડ દેશની ), શબરી (શબર દેશની), પારસી (પારસ દેશની-ઈરાની) આદિ અનેક દેશદેશાવરની તરૂણ દાસી અને વર્ષધરો, કંચુકિઓ અને મહત્તરો દ્રારા લાલિત પાલિત થન, હાથોહાથ ફેરવાતો, લાડ લડાવાને, એક ખોળેથી બીજા ખોળે ફરતો, હાલરડાં સંભળાવીને આનંદિત કરાત, ક્રીડાપૂર્વક લાલન-પાલન કરાતે, પ્યાર કરાતો, ચુબન કરાતો અને રમણીય મણિજડિત આંગણામાં ચલાવાને, વ્યાઘાત (બાધા-વિન) રહિત ગિરિગુફામાં રહેલ શ્રેષ્ઠ ચંદન વૃક્ષની જેમ સુખપૂર્વક દિવસે દિવસે પરિવર્ધિત થશે–વૃદ્ધિ પામશે.
તત્પશ્ચાત્ માતા-પિતા દઢપ્રતિશને આઠ વર્ષથી થોડે માટે થયેલ જાણીને કલા શિક્ષણ માટે શુભ તિથિ કરણ, નક્ષત્ર અને મુહર્તમાં
સ્નાન, બલિકર્મ કરીને તથા સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને, ખૂબ ઋદ્ધિ-વૈભવપૂર્વક, સત્કારસમારોહ પૂર્વક કલાચાર્ય પાસે લઈ જશે.
ત્યારે કલાચાર્ય દઢપ્રનિશને ગણિત જેમાં પ્રધાન છે, તેવી લેખન આદિથી શકુનિરુત (પક્ષીઓની બોલી ) સુધીની બોંતેર કલા સૂત્રથી, અર્થથી (વિસ્તારપૂર્વક વ્યાખ્યા સમજાવીને), ગ્ર થમાંથી (સુત્ર અને અર્થથી) તથા કરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org