________________
ધમકથાનગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક સૂત્ર ૧
“હે ભજો ! આ તમારી બુદ્ધિ-કલિપત વાત છે, કે આ કારણે મારા પિતામહ મનુષ્યલોકમાં પાછા ફરતા નથી. પરંતુ હે ભગવન્! મારી આજી-દાદી હતી, જે આ જ શ્વેતામ્બી નગરીમાં ધર્મપરાયણ યાવતુ ધાર્મિક આચારવિચારપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરનારી, જીવાજીવ આદિ નાની શાના, શ્રમણોપાસિકા હતી વાવનું તપથી આત્માને ભાવિત કરતી પોતાનો સમય વ્યતીત કરતી હતી. (ઈત્યાદિ સમસ્ત વર્ણન અહીંયાં કરવું જોઈએ.) તમારા કહેવા પ્રમાણે તે પુણ્યનું ઉપાર્જન કરીને મરણ સમયે મરણને પ્રાપ્ત કરીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈ છે.
તે આર્થિકા(દાદી)ને હું ઇષ્ટ, કાન્ત યાવતું દુર્લભ દર્શનવાળો પુત્ર છું. તે તે આર્થિકા જો અહીંયાં આવીને મને આ પ્રમાણે કહે, કે “હે પત્ર! હું તારી દાદી હતી અને
આ શ્વેતામ્બી નગરીમાં ધાર્મિક જીવન વ્યતીત કરતી શ્રમણે પાસિકા બનીને યાવત્ મારો સમય વ્યતીત કરતી હતી. જેથી બહુ પુણ્ય ઉપાજ ન કરીને યાવનું દેવલોકમાં ઉત્પન્ન થઈ છું. હે પૌત્ર! તું પણ ધાર્મિક આચાર-વિચારપૂર્વક યાવનું જીવન વ્યતીત કર, જેથી કરીને પુણ્યનું ઉપાર્જન કરીને યાવત્ દેવલેકમાં ઉત્પન્ન થઇશ.' આ વિચારથી જો મારી દાદી આવીને મને કહે તો હે ભદન્ત ! હું તમારા કહેવા પ્રમાણે “ જીવ અન્ય છે અને શરીર અન્ય છે, પરંતુ તે જ જીવ–ને શરીર નથી, અર્થાત્ જીવ અને શરીર ભિન્ન છે' એ વાતમાં વિશ્વાસ કરી શકું, પ્રતીતિ કરી શકું અને મારી રુચિને વિષય બનાવી શકું છું. પરંતુ જ્યાં સુધી મારી દાદી આવીને આ પ્રમાણે ન કહે, ત્યાં સુધી મારી આ ધારણા સુપ્રતિષ્ઠિત-સ્થિર-નિશ્ચળ છે, કે જે જીવ છે તે જ શરીર છે, પરંતુ જીવ અને શરીર ભિન્ન ભિન્ન નથી.'
પ્રદેશી રાજા દ્વારા પ્રસ્તુત કરાયેલા ઉપર મુજબના તકને સાંભળીને પ્રત્યુત્તરમાં કેશી કુમારશ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે પૂછ્યું -
“હે પ્રદેશી ! સ્નાન કરીને, બલિકમ અને કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કરીને, ભીની ધોની પહેરીને તેમ જ હાથમાં કળશ તથા ધૂપદાને લઈને મંદિરમાં જતી વખતે જે કોઈ પુરુષ પાયખાનામાં ઊભો રહીને, તને એમ કહે કે “હે સ્વામિ ! આવે અને ક્ષણ માત્ર માટે અહીંયાં બેસે, ઊભા રહો, સૂવા અને શરીર લાંબું કરો, તો હે પ્રદેશી, શું તું એક ક્ષણ માટે પણ તેની વાત સ્વીકારીશ?'
પ્રદેશી—“ભદન્ત ! આ વાત શક્ય નથી, અથાત્ તે પુરુષની વાતને સ્વીકાર નહીં કરું.'
કેશી કુમારશ્રમણ-ને પુરુષની વાત કેમ નહીં માને?
પ્રદેશી– “કેમ કે હે ભદન! તે સ્થાન અપવિત્ર છે અને અપવિત્ર વસ્તુઓથી વ્યાપ્ત છે–ભરેલું છે.'
પ્રદેશી રાજનો આ જવાબ સાંભળીને કેશી કુમાર શ્રમણે તેના તર્કનું પહેલાંની જેમ જ સમાધાન કરવા માટે કહ્યું –
તે તે જ પ્રમાણે હે પ્રદેશી ! તારી દાદી કે જેણે આ જ શ્વેતામ્બી નગરીમાં ધાર્મિક યાવતુ ધર્માનુરાગપૂર્વક જીવન વ્યતીત કરેલ છે અને અમારી માન્યતાનુસાર પુણ્યકમેન સંચય કરીને યાવત્ દેવલોકમાં ઉત્પન્ન થઈ છે તથા તે જ દાદીનો નું ઇષ્ટ યાવત્ દુર્લભ-દર્શન જે પત્ર છે. તે તારી દાદી પણ જોકે વહેલી તકે મનુષ્યલોકમાં આવવા માટે અભિલાષી છે, પર તુ આવી શકતી નથી. કેમ કે–
હે પ્રદેશી ! અધુનત્પન્ન દેવની દેવલોકમાંથી મનુષ્યલોકમાં આવવાની આકાંક્ષા હોવા
છતાં પણ આ કારણોથી તે આવી શકતા નથી. ૧. તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભેગેથી
મૂચ્છિત, ગુદ્ધ, આસક્ત અને તલ્લીન બની જવાથી તે મનુષ્ય સંબંધી ભોગે પ્રતિ આકર્ષિત નથી થતા, ધ્યાન નથી આપતા અને ઈચ્છા પણ નથી કરતા. જેથી કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org