________________
૫
ધર્મકથાનુયોગ–પાશ્વનાથ-તીર્થ માં પ્રદેશી કથાનક : સૂત્ર ૪૨
પોતાને હાથથી, વસ્ત્રથી, છત્રથી આવૃત્ત કરી લે છે-ઢાંકી લે છે, તેમ જ તેમને અર્થ વગેરે નથી પૂછતો. તો હે ચિત્ત ! આ કારણથી પણ તે જીવને કેવલિપ્રશખ ધર્મ શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત ન થઈ શકે.
ધમના લાભ-અલાભ વિષયક ચાર સ્થાને – ૪૨ (ચિત્તસારથીની ભાવનાને સાંભળ્યા પછી ) કેશી કુમારશ્રમણે ચિત્તરારથીને જણાવ્યું કે
હે ચિત્ત! નક્કી છે કે આ ચાર કારણોને લીધે જ જીવ કેવલિભાષિત ધર્મ સાંભળવાનો લાભ નથી મેળવી શકતો. તે ચાર કારણ આ પ્રમાણે છે
૧. આરામ (બાગ )માં આવેલા અથવા ઉદ્યાનમાં આવેલા શ્રમણ યા બ્રાહ્મણની સામે જે નથી જતો, મધુર વચનોથી જે તેમની સ્તુતિ નથી કરતો, મસ્તક નમાવીને તેમને નમસ્કાર નથી કરતો, તેમનો સત્કાર કે સન્માન નથી કરતો તથા ક૯યાણ, મંગળ, દેવ તેમ જ ચૈત્ય સ્વરૂપ જાણીને જે તેમની પર્યું પાસના નથી કરતો, જે અર્થ-જીવાજીવ આદિ પદાર્થને, હેતુ–મુક્તિ માટેના ઉપાય જાણવાની ઇચ્છાથી પ્રશ્નો ને, કારણે-સંસાર-બંધનાં કારણેને, વ્યાખ્યા-તરવાનું પૂર્ણ જ્ઞાન મેળવવા માટે તેના સ્વરૂપ વિશે પૂછતો નથી, હું ચિત્ત ! તે જીવ કેવલિ પ્રજ્ઞપ્તી ધર્મને સાંભળવાનો અવસર પ્રાપ્ત નથી કરી શકતો.
૨. ઉપાશ્રયમાં આવેલા શ્રમણો આદિની સન્મુખ નથી જતો યાવતુ એમને પૂછતો નથી, તે કારણથી પણ હે ચિત્ત ! તે જીવ કેવલિપ્રત ધર્મને નથી સાંભળી શકતો.
૩. ગોચરી–ભિક્ષા નિમિત્તે ગામમાં આવેલા શ્રમણ અથવા માહણને વંદન-નમસ્કાર આદિ કરવા માટે તેમની સન્મુખ નથી જતો ભાવતુ તેમની પjપાસના નથી કરતો તથા વિપુલ અશન, પાન, ખાધ સ્વાદ્ય રૂપ આહારથી પ્રતિલાભિત નથી કરતો અને અર્થ થાવત્ વ્યાખ્યા વિશે તેમને નથી પૂછતો તો એવો જીવ પણ છે ચિત્ત! કેવલિનિરૂપિત ધર્મને નથી સાંભળો શકતો.
૪. જ્યાં કયાંય પણ શ્રમણ અને બ્રાહ્મણને મળવાનો વેગ પ્રાપ્ત થાય ત્યાં પોતાને સંતાડવા માટે અથવા ઓળખાઈ ન જઉં ને વિચારથી
હે ચિત્ત ! ઉક્ત ચાર કારણોથી જીવ કેવલિભાષિત ધર્મને સાંભળવાનો લાભ નથી પામતો. પરંતુ
હે ચિત્ત ! આ ચાર કારણોથી જીવ કેવલિભાષિત ધર્મને સાંભળવાનો અવસર પ્રાપ્ત કરી શકે છે. તે ચાર કારણો આ પ્રમાણે છે– આરામમાં પધારેલા, ઉદ્યાનમાં આવેલા શ્રમણ , અથવા બ્રાહ્મણને વંદન-નમસ્કાર કરે છે, કાવત્ પકુંપાસના કરે છે તથા અર્થો યાવતું વ્યાખ્યાઓને પૂછે છે. તો હે ચિત્ત ! એ એ જીવ કેવલિપ્રરૂપિત ધર્મને સાંભળવાને અવસર પ્રાપ્ત કરી શકે છે.
આ પ્રમાણે ઉપાશ્રયમાં વિરાજમાન અને ગોચરી-ભિક્ષા માટે ગામમાં આવેલા શ્રમણ અથવા બ્રાહ્મણની વંદના યાવનું પર્યું પાસના કરે છે, વિપુલ અશ તથા પ્રતિલાભિત કરે છે, અર્થે થાવત્ વ્યાખ્યાઓ પૂછે છે, તો આ કારણોથી હે ચિત્ત ! તે જીવ પણ કેલિપ્રપ્ત ધર્મને સાંભળી શકે છે.
આ પ્રમાણે જે જીવ જ્યાં ક્યાંય પણ શ્રમણ અથવા બ્રાહ્મણનો સુયોગ મળતાં હાથ આદિથી સ્વયંને સંતાડતો નથી, તો તે નિમિત્તથી પણ હે ચિત્ત ! તે જીવ કેવોલપ્રશખ ધર્મ સાંભળવાનો લાભ પ્રાપ્ત કરી શકે છે.
પરંતુ તે ચિત્ત ! તમારો રાજા પ્રદેશી તો બાગમાં આવેલા શ્રમણ અથવા બ્રાહ્મણની સન્મુખ જ નથી જતો, ( ઇત્યાદિ પહેલા ગમ અનુસાર પોતાને આચ્છાદિત કરી લે છે–પર્ધનત કથન કરવું જોઈએ.) તે પછી તે ચિત્ત ! હું પ્રદેશી રાજાને ધર્મપદેશ કેવી રીતે આપી શકે ? કેશી કુમારશ્રમણના આ વિચારે જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org