________________
૫૪
ધર્મકથાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સુત્ર ૪૦
-
-
-
-
-
શ્વેતામ્બી નગરીના મધ્યભાગમાં પ્રવેશ્યો, પ્રવેશીને જ્યાં પ્રદેશ રાજાનો પ્રાસાદ હતો, જ્યાં તે પ્રાસાદની બહારની ઉપસ્થાનશાળા હતી, ત્યાં ગ, જઈને બેડા રોક્યા, રોકીને રથને ઊભો રાખ્યો, રથને ઊભો રાખીને રથની નીચે ઊતર્યો
અને નીચે ઊતરીને તે મહાWક યાવનું ઉપહાર લીધો, લઈને જ્યાં પ્રદેશ રાજા હતો, તે બાજ ગયો, તે બાજુ જઈને બંને હાથ જોડીને યાવત્ વધાવીને પ્રદેશી રાજાની સન્મુખ તે મહાર્થક થાવત્ ભેટ ઉપસ્થિત કરી.
ત્યાર પછી પ્રદેશ રાજાએ ચિત્તસારથીએ આપેલી તે મહાથક યાવતુ ભેટનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને ચિત્તસરથીનું સન્માન કર્યું અને સત્કાર સન્માન કરીને વિદાય આપી.
ત્યાર પછી પ્રદેશ રાજા દ્વારા વિદાય અપાયેલ તે ચિત્તસારથી હૃષ્ટ-તુષ્ટ યાવત્ વિકસિત હૃદય બનીને પ્રદેશ રાજા પાસેથી નીકળ્યા, નીકળીને
જ્યાં ચાર ઘંટવાળો અશ્વરથ હતો, ત્યાં આવ્યો, ચાર ઘંટવાળા અશ્વરથ પર આરૂઢ થયો અને શ્વેતામ્બી નગરીની વચ્ચેથી નીકળીને જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો, આવીને ઘોડાને કયા, રથને ઊભો રાખ્યો, પછી નીચે ઊતર્યો અને સ્નાન કરીને યાવત્ શ્રેષ્ઠ પ્રાસાદમાં જોર જોરથી વાગતા મૃદંગના તાલ પર ઉત્તમ તરુણીઓ દ્વારા થતાં બત્રીસ પ્રકારનાં નાટક, નૃત્ય, ગાયન અને ક્રીડાને સાંભળતો-જાતો તથા હર્ષિત થતો ઇષ્ટ-પ્રિય શબ્દ, સ્પર્શવાવનું કામભોગો ભોગવતો વિચરવા લાગ્યો. ઉદ્યાનપાલકે કહેલા વૃત્તાંતાનુસાર ચિત્તસારથીનું કેશી કુમારશ્રમણના વદનાથે ગમન અને ધર્મ
શ્રવણ૩૯. ત્યાર પછી કોઈ સમયે પ્રાતિહારિક પીઠ, ફલક શિયા, સંતારક આદિ તેમના માલિકને સાંપીને કેશી કુમારશ્રમણ શ્રાવસ્તી નગરી અને કેષ્ટક ઉદ્યાનની બહાર નીકળ્યા, નીકળીને પાંચસો અનગાર શિષ્યો સાથે કાવત્ વિહાર કરતા કરતા
જ્યાં કેય-અર્ધ જનપદ હતું, શ્વેતામ્બીનગરી હતી, તેમાં જયાં મૃગવન ઉધાન હતું, ત્યાં આવ્યા,
ત્યાં જઈને યથા-પ્રતિરૂપ અવગ્રહ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૪૦. ત્યારે શ્વેતામ્બી નગરીના શૃંગાટકો, ત્રિક,
ચેકમાં, ચાચરમાં, ચોકઠામાં અને રાજમાર્ગો પર જનસમુદાયમાં વાતચીત થવા લાગી કે સ્વામી પધાર્યા છે–પાવતુ પરિષદારૂપે ધર્મ શ્રવણ કરવા માટે નીકળવા લાગ્યા.
ત્યાર પછી તે ઉદ્યાનપાલક આ વાતચીત સાંભળીને હૃષ્ટ-તુષ્ટ યાવત્ પ્રસન્ન-હૃદય થઈને જયાં કેશી કુમારશ્રમણ વિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને તેણે કેશી કુમારશ્રમણને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને યથાપ્રતિરૂપ અવગ્રહ પ્રદાન કર્યો, પ્રાનિહારિક પીઠ થાવત્ સં'તારક માટે ઉપનિમંત્રિત કર્યા, પ્રાર્થના કરી, નામ ગોત્ર પૂઇડ્યું અને પછી ચિત્તસારથીની આશાને સંભારી એકાતમાં ગયા અને ત્યાં એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા
હે દેવાનુપ્રિયા ! ચિત્તસારથી જેના દર્શનની આકરક્ષા કરે છે-યાવત્ જેના દર્શનની અભિલાષા રાખે છે, અને જેમનું નામ તેમ જ ગોત્ર સાંભળી ને હૃષ્ટ-તુષ્ટ યાવતુ ઉલ્લાસપૂર્ણ હૃદયવાળા થાય છે, તે જ કેશી કુમારશ્રમણ પૂર્વાનુમૂવી (અનુક્રમ)થી ચાલતા ચાલતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા અહીંયાં આવ્યા છે, અહીંયાં આવી પહોંચ્યા છે. અહીંયાં સમવસૃત થયા છે–પધાર્યા છે અને આ જ શ્વેતામ્બી નગરીની બહાર મૃગવન ઉદ્યાનમાં યથા-પ્રતિરૂપ અવગ્રહ લઈને ધાવતુ વિચરણ કરી રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિયે !
આપણે લોકો જઈએ અને ચિત્તસારથીને પ્રિય આ વાતનું તેમની આગળ નિવેદન કરીએ, આપણી આ વાત તેમને બહુ પ્રિય લાગશે.”
આ પ્રમાણે એકબીજાના આ વિચારનો સ્વીકાર કરીને પછી જયાં શ્વેતામ્બી નગરી હતી, તેમાં જયાં ચિત્તસારથીનું ઘર હતું અને જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org