________________
ધર્મકથાનુયોગ–પાશ્વનાથ-તીર્થ માં પ્રદેશ કથાનક : સૂત્ર ૧૫
ભગવાન મહાવીરને જોયા. ભગવાનનું દર્શન કરીને તે હર્ષવાળો, સંતોષવાળો આન દિન ચિત્તવાળો થયો તથા ભગવાન તરફ એના મનમાં પ્રીતિ થઈ–પરમ સૌમનસ્ય થયું. હર્ષના આ વેગથી તેનું હૃદય ધબકવા લાગ્યું, એનાં કમળ જેવાં ઉત્તમ કડાં, બેરખાં, કેયૂર, મુગટ,બન્ને કુંડલે અને સુંદર હારથી સુશોભિત છાતી – એ બધું ચલાયમાન થઈ ગયું અને નીચે સુધી લટકતા પ્રલંબને અને કંપાયમાન થયેલાં બીજા આભૂષણોને ધારણ કરતા તે શ્રેષ્ઠ દેવ ભગવાન મહાવીરને જોતાં જ સંભ્રમ સાથે, ત્વરા અને ચપળતાપૂર્વક સિંહાસનેથી ઊભો થયો, ઊભો થઈ પાદપીઠથી નીચે ઊતર્યો, નીચે ઊતરી પાદુકાઓ-મોજડીઓ ઉતારી, પાદુકાઓ ઉતારીને
એકશાટક ઉત્તરાસંગ કર્યું (ખભે ખેશ ધ), ઉત્તરાસંગ કરીને તીર્થકરની સામે સાત આઠ પગલાં જઈ ડાબો ઘૂંટણ ઊંચો કરી જમણા ઘૂંટણ ધરતી ઉપર ઢાળી મતકને ત્રણ વાર ધરતી ઉપર નમાવ્યું, નમાવીને પછી જરાક મસ્તકને ઊંચું કર્યું, 'ઊચું કરીને કડાં અને બેરખાંથી સ્તબ્ધ થયેલી ભુજાઓને ભેગી કરી દશે નખ એકબીજાને અડે એ રીતે બન્ને હથેળીઓ સાથે રાખી, શિરસાવર્તપૂર્વક મસ્તકે અંજલિ જોડી તે આ આ પ્રમાણે બોલ્યો-“અરિહંતોને યાવઅજરઅમર સ્થાનને પ્રાપ્ત કરેલને નમસ્કારથાવત્ “અજરઅમર સ્થાનને પ્રાપ્ત કરવાની વૃત્તિવાળા શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ. અહીં રહેલે ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને વાંદુ છું, ત્યાં રહેલ શ્રમણ ભગવાન મહાવીર અહીં રહેલા મને જુઓ. એમ કરીને તે સુભદેવ ભગવાનને વાંદી નમી પાછો પૂર્વાભિમુખ થઈ ઉત્તમ સિંહાસન ઉપર
બેસી ગયો. ૧૫. ત્યાર બાદ તે સૂર્યાભદેવને આ આવા પ્રકારનો
આધ્યાત્મિક-વાવ-મનોગત સંકલપ ઉત્પન્ન થયો
“મોગ્ય અવગ્રહપૂર્વક સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર
જંબૂઢીપના ભારત વર્ષમાં આમલકલ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં આવીને વિહરી રહ્યા છે. તેવા પ્રકારના અરહંત ભગવંતોનાં નામ-ગોત્ર કાને પડે તો પણ તે મહાફલરૂપ છે, તો પછી તેમની સામે જવાનું તેમને વંદન, નમસ્કાર કરવાનું તેમની પાસેથી કેટલાક પ્રશ્નોનું સમાધાન કરવાનું અને તેમની ઉપાસના કરવાનું મળે તે તો કહેવું જ શું? આર્યપુરુષનું માત્ર એક ધાર્મિક સુવચન કાને પડે તો પણ તે મહાફલરૂપ છે, તે પછી તેમની પાસેથી વિપુલ અથ–ઉપદેશ મેળવવાનો પ્રસંગ સાંપડે તો તો કહેવું જ શું? એટલા માટે હું શ્રમણ ભગવાન મહાવીરને વાંદવા, નમસ્કાર કરવાથાવતુ-પકુંપાસના કરવા જાઉં.
તે મારે માટે પ્રે-જન્મજન્માંતરમાં હિતકરથાવતુ-કલ્યાણકારી થશે.” એ પ્રમાણે વિચાર કરીને તેણે આભિયોગિક દેવોને બોલાવી તેમને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! વાત એમ છે કે, યોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર જંબુદ્વીપના ભારતવર્ષમાં આમલકલ્પા નગરીની બહાર આમ્રપાલવન ચૈત્યમાં આવીને વિહરે છે. માટે હે દેવાનુપ્રિમો ! તમે ત્યાં જાઓ અને જંબુદ્વીપના ભારતવર્ષમાં આમલકલ્પા નગરીના આમ્રશાલવન ચૈત્યમાં બિરાજતા શ્રમણ ભગ વાન મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરે, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કરે, વંદન-નમસ્કાર કરીને તમારા નામ અને નેત્ર તેમને કહી સંભળાવે તથા શ્રમણ ભગવાન મહાવીરના ઉતારાની આસપાસ ચારે બાજુ એક યોજન પ્રમાણ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચર વગેરે જે કાંઈ પદાર્થ પડેલાં હોય, વિખરાયેલાં હોય તે ત્યાંથી ઉઠાવી દૂર કરે, દૂર કરી, પાણી છંટાવી ભૂમિને તદ્દન સ્વચ્છ કરે, અને તેટલી જમીન ઉપર સુગંધી પાણીનો છંટકાવ એવી રીતે કરો જેથી ત્યાંની ઊડતી બધી ધૂળ બેસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org