________________
વિપાકસુત્ર -
વિપાકસૂત્રમાં કમીના પરિણામોની કથાઓ છે. પહેલા સકંધમાં ખરાબ કર્મોના દુઃખદાયી પરિણામોને પ્રગટ કરનારી દશ કથાઓ છે. મૃગાપુત્રની કથામાં કેટલીક અવાન્તર કથાઓ ગૂંથાયેલી છે. ઉદ્દેશ્યની પ્રધાનતા હોવાથી કથાતત્વ વિશેષ વિકસિત થયેલ નથી. પરંતુ વર્ણને આકર્ષક બની રહ્યા છે. અતિપ્રાકૃત તત્વોનો સમાવેશ આ કથાઓને સમાજ સાથે - જોડે છે. વેપારી, કસાઈ, પુરોહિત, કોટવાલ, વેવ, પારધી, રસોઈએ, વેશ્યા વગેરે પાત્ર સાથે સંબંધિત હોવાથી આ પ્રાકૃત કથાઓમાં લેતરોનો સમાવેશ વિશેષ થયેલ છે. બીજા કંધની કથાઓ સુકર્મોના પરિણામને દર્શાવે છે. સુબાહુની કથા વિસ્તૃત છે. બીજી કથાઓમાં પ્રાયઃ વર્ણ કે છે. આ ગ્રન્થની કથાઓ કાપકથનની દૃષ્ટિએ વિશેષ સમૃદ્ધ છે. તેની આ સેલીથી પરવતી કથા સાહિત્ય પણ પ્રભાવિત થયું છે. હિંસા, ચોરી, મૈથુનના ખરાબ પરિણામને આ કથાઓ દર્શાવે છે. પરંતુ આમાં અસત્ય અને પરિગ્રહના પરિણામોને જણાવતી કથાઓ નથી. સંભવ છે કે આ ગ્રન્થની કેટલીક કથાઓનો લેપ થયો હોય. કારણ કે નન્દી અને સમવાયાંગસૂત્રમાં વિપાકસૂત્રની જે કથાવસ્તુ વર્ણવેલ છે તેમાં અસત્ય અને પરિગ્રહના ખરાબ પરિણામને લગતી કથાઓ હોવાને ઉલ્લેખ મળે છે. ઉપાંગ આગમ સાહિત્ય –
પપાતિક સૂત્રમાં ભગવાન મહાવીરની વિશેષ ઉપદેશવિધિનું નિરૂપણ છે. ગૌતમ ઇન્દ્રભૂતિના પ્રશ્નો અને મહાવીરના ઉત્તરોમાં જે સંવાદતત્વ વિકસેલ છે, તે કેટલીય કથાઓ માટે આધાર બને છે. નગર-વર્ણન, શરીરવર્ણન વગેરેમાં આલંકારિક ભાષા તથા શેલીને પ્રયોગ આ પ્રસ્થમાં છે. રાજપ્રશ્નીય સૂત્રમાં રાજ પ્રદેશ અને દેશી શ્રમણની વચ્ચે થયેલ સંવાદ વિશેષ મહત્ત્વ છે. આમાં કેટલાંય કથાસૂત્ર વિદ્યમાન છે. આ પ્રસંગમાં ધાતુના વ્યાપારીઓનો કથા મનોરંજક છે. તેને લોકકથામાંથી જ ઉઠાવીને રજૂ કરવામાં આવી છે.
જંદીપપ્રાપ્તિમાં જે કે ભૂગોળ સંબંધી વિવરણ છે, પરંતુ આમાં નાભિ કુલકર, ઋષભદેવ તીર્થકર તેમ જ ભારતચક્રવર્તીની કથાઓનું પણ વિવરણ છે. પૌરાણિક કથાતો માટે આ ગ્રન્થની સામગ્રી ઉપયોગી છે. નિરયાવલિયા તેમ જ કપિયા વગેરે સૂત્રોમાં રાજા શ્રેણિક, રાણી ચેલણા, રાજકુમાર કુણિકની કથા વિસ્તારપૂર્વક આપેલી છે, આમાં સોમિલ બ્રાહ્મણ અને સાર્થવાહ-પત્ની સુભદ્રાની બે સ્વતંત્ર કથાઓ પણ છે. વધુ સંતાનની ઈચ્છા અને તેનાથી થનારા દુઃખને આ કથામાં રેખાંકિત કરવામાં આવ્યું છે, પુપિકા ઉપાંગમાં પિતાના સિધાંતનું મહત્વ પ્રતિપાદિત કરતી કથાઓ છે. આમાં કુતૂહલ તત્વની પ્રધાનતા છે, પુષ્પચૂલામાં દશ દેવીઓનું વર્ણન છે, તેમાં પૂર્વભવનું પણ વર્ણન છે. વૃશિશુદશામાં કૃષ્ણકથાનું વિસ્તરણ છે, જેમાં નિષધકુમારની કથા આકર્ષક છે, મૂલસુત્ર
મૂલસૂત્રોમાં કથા-સાહિત્યની દૃષ્ટિથી ઉત્તરાધ્યયનસૂત્ર વિશેષ મહત્ત્વનું છે. તેમાં શિક્ષાપ્રદ તેમ જ ભાવનાપ્રદ કથાઓનો સમાવેશ થયેલ છે. રાજર્ષિ સંજય (૧૮), મૃગાપુત્ર (૧૮), રથનેમિ (ર૧) વગેરે આમાં વૈરાગ્ય પ્રધાન કથાઓ છે. નમિકરસંડ, દિમુખ વગેરે (૧૮) પ્રત્યેક બુદ્ધોની કથા છે. કેટલીક દષ્ટાંત કથાઓ આમાં આપેલ છે. કુતરી, સુવર, મૃગ, બકરા, બિલાડો વગેરેના દૃષ્ટાંતો પશુ-થાઓની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. ચેર, ગાડીવાન, વાળ વગેરેના દષ્ટાંત કથાએનું પ્રતિનિધિત્વ કરે છે. એ જ જાતના અન્ય કેટલાક દષ્ટાંત કથાબીજ રૂપે પ્રસ્તુત થયાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં જો કે પ્રાકૃત ગાથાઓમાં કથાસંકેત જ વિશેષ છે, પરંતુ તેમને વિકાસ આ ગ્રન્થના વ્યાખ્યા સાહિત્યમાં સારી રીતે થયેલ છે. તેથી કથાઓના વિકાસને સમજવાની દષ્ટિએ ઉત્તરાધ્યયન સૂત્રનું વિશેષ મહત્વ છે. આ અન્યની કથાઓનું સામ્ય બૌદ્ધ સાહિત્યમાં અને બ્રાહ્મણ સાહિત્યમાં પ્રાચીન આખ્યાને સાથે જણાય છે. તેથી કથાઓના તુલનાત્મક અધ્યયનને પણ આ ગ્રન્થની સામગ્રી દ્વારા વેગ મળે છે. ધમ્મકહાણુઓ –
ધમ્મકહાણુગોમાં મુનિ શ્રી કમલજીએ આગમ સાહિત્યના પ્રાયઃ આ સઘળા ગ્રન્થામાંથી કથાત્મક રસામગ્રીનું ચયન કરીને તેને એક સ્થાન પર એકત્ર કરેલ છે. આ એકત્રીકરણમાં એ પણ દષ્ટિ જોવા મળે છે કે કોઈ એક કથાની સામગ્રી જુદા જુદા આગમગ્રન્થોમાં પ્રાપ્ત થાય તે પુનરાવૃત્તિ કર્યા વિના તેને એક સાથે જ સંકલિત કરવામાં આવી છે. કથા
૧. વિપાકસત્ર-સંપા. ડે. પી. એલ. વૈવ, પૂના. ૨. શાસ્ત્રી, દેવેન્દ્રમુનિ - જે. આ. સા. પૃષ્ઠ-૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org