________________
ધર્મકથાનુગ–પાશ્વનાથ-તીર્થ માં શ્રમણ કાલીનું કથાનક : સૂત્ર ૨૦૩
પદ
હતું ત્યાં પહોંચ્યો, પહોંચીને છત્રાતિછત્ર આદિ તીર્થકરનાં અતિશયો ત્યાં જોયા, જોઈને પાલખી અટકાવીને કાલી કુમારિકાને પાલખીમાંથી નીચે
ઉતારી.
ત્યાં પહોંચીને ઉત્તમ ધાર્મિક રથને ઊભો રાખે, ઊભો રાખીને તે ઉત્તમ ધાર્મિક રથમાંથી નીચે ઊતરી. નીચે ઊતરીને જ્યાં માતા-પિતા હતાં ત્યાં આવી,
ત્યાં આવીને બે હાથ જોડીને શિરસાવપૂર્વક અંજલિ રચીને આ પ્રમાણે કહેવા લાગી - “હે માત-તાત ! વાત એમ છે કે મેં અહંત પાર્થ પાસે ધર્મશ્રવણ કર્યો છે, હું તે ધર્મનું પાલન કરવા ઇચ્છું છું, ને ધર્મ હું સ્વીકારવા ઈચ્છું છુંધર્મમાં મારી રુચિ થઈ છે. તો તે માતા-પિતા ! સંસારભયથી ઉદ્વિગ્ન અને જન્મમરણથી ભયભીત હું આપની આજ્ઞા લઈને અહંતુ પાર્થ ભગવંત પાસે મુંડિત થઈ ગૃહવાસ છોડી અનગાર–પ્રવ્રજયા લેવા ચાહું છું”
હે દેવાનુપ્રિયે ! જેમ તને સુખ થાય તેમ કર. પણ સત્કાર્યમાં વિલંબ કરીશ નહીં.' માતાપિતાએ અનુમતિ આપતાં કહ્યું.] -
કાલીની પ્રવજ્યા ૨૦૩. ત્યાર પછી તે કાલ ગાથાપતિએ વિપુલ અશનપાન-ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો તૈયાર કરાવ્યા.
ખાદ્ય સામગ્રી તૈયાર કરાવીને તેણે મિત્રો, શાતિજનો, સ્વજને, સંબંધી અને પરિજનને ભોજન માટે આમંત્રયા, આમંત્રીને પછી સ્નાન કરીને યાવત્ વિપુલ અશન-પાન-ખાદ્ય -સ્વાદ્ય આહાર તથા વસ્ત્ર, અત્તર, ફૂલહાર, અલંકારો આદિથી બધાનું સન્માન–બહુમાન કર્યું, સન્માન કરી તે બધા મિત્રો, સાતિજને, સ્વજને, સંબંધીઓ અને પરિજનોની સમક્ષ કુમારિકા કાલીને શ્વેતા-પીત (સોના-ચાંદીના) કળશો વડે સ્નાન કરાવ્યું, સ્નાન કરાવી સર્વ અલંકારો વડે શણગારી, શણગારીને તેને હજાર માણસો વડે ઊચકાતી પાલખીમાં બેસાડી.
પાલખીમાં બેસાડીને મિત્રો, સાતિજનો, સ્વજન, સંબંધીઓ અને પરિજનોના સમૂહ સાથે, સર્વ સમૃદ્ધિપૂર્વક યાવત્ દુંદુભિના શેષ સાથે, આમલકલ્પા નગરીની વચ્ચોવચ થઈને નીકળ્યો, નીકળીને જ્યાં આમ્રશાલવન ચૈત્ય
ત્યાર પછી માતા-પિતા કન્યા કાલીને આગળ કરીને જ્યાં પુરુષાદાનીય તીર્થંકર પાશ્વનાથ હતા ત્યાં પહોંચ્યા, ત્યાં જઈને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યાદેવાનુપ્રિય! વાત એમ છે કે આ કાલી નામની કુમારિકા અમારી પુત્રી છે, અમને ઇષ્ટ, કાંત, પ્રિય યાવત્ ઉંબરાના ફૂલ જેમ જેનું નામ સાંભળવું પણ દુર્લભ છે તો પછી તેના દર્શન નની તો વાત જ શી ? એવી તે હે દેવાનુપ્રિય ! આ સંસારથી ઉદ્વિગ્ન થઈને આ૫ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને ગૃહવાસ ત્યજી અનગાર કયા લેવા ઇચ્છે છે. આથી અમે આપ દેવાનુપ્રિયને તેનું શિષ્યારૂપે દાન આપીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ તેને શિખારૂપે સ્વીકારો.”
હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કરો. પરંતુ સત્કાર્યમાં વિલંબ કરશો નહીં.' [-ભાગવંત પાર્શ્વનાથે ઉત્તર આપ્યો.]
ત્યાર પછી કુમારી કાલીએ પાર્શ્વનાથ ભગવંતને વંદન-નમસ્કાર કર્યા', વંદન-નમસ્કાર કરી તે ઈશાન દિશાકોણમાં ગઈ,
ત્યાં જઈને પોતાની જાતે જ આભૂષણ અલંકારો દૂર કર્યા, દૂર કરીને પોતાની જાતે જ કેશલેચ કર્યો.
લોચ કરીને જ્યાં પુરુષાદાનીય ભગવંત પાર્શ્વનાથ હતા ત્યાં આવી,
ત્યાં જઈને ભગવાન પાર્શ્વનાથની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી અને વંદન-નમસ્કાર
કયાં,
વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવંત! આ લોક સળગી રહ્યો છે અર્થાત્ જન્મ-જરા-મરણથી સંતપ્ત છે યાવત્ હું ઇચ્છું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org