SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ર. બૌદ્ધ આગમોમાં પણ કાચબાના રૂપકના આધારે ભગવાન બુદ્ધ ભિક્ષુઓને મનુષ્યજન્મની દુર્લભતાને ઉપદેશ આપ્યો છે. આ રૂપકે પરવતી પ્રાકૃત કથા-સાહિત્યને પણ અનુપ્રાણિત કર્યું છે. ગીતામાં પણ સ્થિતપ્રજ્ઞનું સ્વરૂપ કાચબાના રૂપક દ્વારા પ્રગટ કરવામાં આવ્યું છે. આચારાંગમાં આ જ પ્રકારનાં બીજા રૂપ પણ મળે છે. એક જગ્યાએ કહેવામાં આવેલું છે કે જેમ બળવાન હો યુલભૂમિમાં સૌની આગળ રહીને શત્રુઓ સાથે ઘમસાણ યુદ્ધ કરીને વિજય મેળવે છે એ જ પ્રમાણે સાધકે મહાન ઉપસર્ગો સહન કરીને પણ આત્મચિંતનમાં અંતિમ સમય પર્વત સ્થિરભાવે લીન રહેવું જોઈએ. આ ગ્રંથના નવમા અધ્યયનમાં મહાવીરની તપશ્ચર્યાનું વર્ણન છે. મહાવીર સ્વામીના આ ચરિત્રમાં પણ કેટલાય કથાત સમાયેલ છે, જેનાથી મહાપુરૂના ચરિત્ર લખવાને પાયો નંખાયો. સૂત્રકૃતાંગ– સૂત્રકૃતાંગમાં જૈનદર્શન અને બીજા દાર્શનિક મતનું પ્રતિપાદન છે. અન્ય દર્શનના સિહાંતોની સમીક્ષા ઉપરાંત જૈન દર્શનના તર વગેરેનું નિરૂપણ કરવું તે આ ગ્રંથને મુખ્ય વિષય છે. છઠ્ઠા અધ્યયનમાં ભગવાન મહાવીરની સ્તતિનું વર્ણન છે. તેમાં જરા જુદા ઉપમાનોને પ્રયોગ કરવામાં આવેલ છે. અરાવત, સિંહ, ગંગા, ગરુડ, વગેરેની માફક મહાવીર પણ લોકમાં સર્વોત્તમ હતા. આવા પ્રકારની ઉપમાઓએ કથાના નાયકનાં સ્વરૂપ નિર્ધારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદાન કરી છે. આ જ સૂત્રના બીજ કૃતસકંધના છઠ્ઠા સાતમા અધ્યયનમાં આદ્રકકુમાર અને ગોશાલા તથા ઉદક અને ગૌતમસ્વામી વચ્ચે થયેલ સંવાદોને ઉલેખ છે. આ સંવાદોએ પરવતી કથાઓના કથાપકથનના ગઠનમાં ફાળો આપ્યા છે. આ જ સૂત્રના બીજા શ્રુતસંધમાં પુંડરીકનું દૃષ્ટાંત આપેલ છે. આગમિક કથાઓમાં આવતું આ અનુપમ ઉદાહરણ છે. એક સરોવર પાણી અને કાદવથી ભરેલ છે. તેમાં કેટલાંક કમળ ખીરયાં છે. તેમની વચ્ચે એક વેત કમળ છે. ચારે દિશાઓમાંથી આવનાર મોહિત પુરુષો એ શ્વેત કમળ મેળવવા પ્રયાસ કરતાં કાદવમાં ફસાઈ જાય છે પરંતુ વીતરાગ પુરુષ સરોવરના કિનારે ઊભા રહીને જ કમળને પિતાની પાસે બોલાવી લે છે. જેમકે– से जहाणामए पोखरणी सिया बहुसेया बहुपुक्खला लट्ठा पुण्डरीगिगी पासादिया दरिसणीया अभिरुवा परिरूपा । से बमि-लोय' च खलु मए अप्पाहट्ट समणाउसे। ! से उप्पाते बुइते, एवमेय' च खलु मए अप्पाहटु समणा उसे।। से एवमेय बुइत' । આ રૂપકમાં સરોવર સંસાર સમાન છે. તેમાં પાણી કર્મરૂપ છે તથા કાદવ વિભોગનું પ્રતીક છે. સાધારણ કમળા જનસમૂહનાં પ્રતીક છે અને વેત કમળ રાજનું. ચારે મોહિત પુરુષે ચાર મતાવલંબીઓ છે અને વીતરાગ શ્રમણ સહર્મનું પ્રતીક છે. સૂત્રકૃતાંગના આ રૂપકનું વિશ્લેષણ કરતાં ડૉ. એ. એન. ઉપાધેએ કહ્યું છે કે –“આ રૂપકમાં નિશ્ચિત આશયથી વિશેષ પણ એક વાત મને બિલકુલ સ્પષ્ટ રીતે એ જણાય છે કે રાજાની છત્રછાયામાં જ ધમ પ્રચાર પામે છે અને એથી રાજાશ્રય પ્રાપ્ત કરવામાં પૂરેપૂરી પ્રતિજિતા થતી હતી. સૂત્રકૃતાંગના સંદર્ભમાં આ રૂપકના અધ્યયનમાં વિશેષ પ્રયત્નની આવશ્યકતા છે, કેમકે રાજ અને કમળ ભારતીય કથા-સાહિત્યમાં પ્રસિહ પ્રતીકે છે. સૂત્રકૃતાંગમાં શિશુપાલ, દ્વૈપાયન, પારાશર વગેરેના પ્રાસંગિક ઉલેખે છે. પરંતુ આદ્ર કુમારની કથા વિસ્તૃત છે. આ કથાને પરવતો કાળમાં પર્યાપ્ત વિકાસ થયો છે. એ જ પ્રમાણે પેઢા પુત્ર ઉદક અને ગૌતમસ્વામીને સંવાદ પણ ૧. મજિઝમનિકાય, ભાગ-૩, બાલપંડિત સુત્ત, પૃ. ૨૩૯-૪૦ २. यदा सहरते चाय कर्मोङ्मानीय सर्वशः । ईन्द्रियाणीन्द्रिया भ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ –શ્રીમદ્ ભગવદ્ગીતા, ૨.૫૮. ૩. જાયરલ રિયાવાઇ પણ સંજામવીરે વિવાદિ વાર મુળી -આચારાંગ, ૬.૫. ૪. સૂત્રકતાંગસૂત્ર, સંપા. અમરમુનિ, માનસમડી, ૧૯૭૯, ભૂમિકા ૫. સૂત્રકૃતાંગસૂત્ર, અ, ૬, ગાથા ૧૫-૨૪, ૬. સૂત્રકતાંગ, દ્વિતીય શ્રુત સ્કંધ, પ્રથમ અધ્યયન, સુત્ર-૬૩૪ થી ૬૪૪ ૭. ઉપાશે, ડે. એ. એન. : બહાથા કેશ, ભૂમિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy