SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલિત કરવી પડે, ત્યારે જ આગમ ગ્રંથની સામગ્રીનું વિભાજન અનુગ પ્રમાણે થઈ શકે. આગમ સાહિત્યના મર્મજ્ઞ મુનિ કયાલાલજી “કમલ 'એ આ મહત્ત્વપૂર્ણ તથા એતિહાસિક કાર્ય સંપન્ન કર્યું છે. તેમણે પિતાના ગ્રંથ ગણિતાનુગમાં આગમ સાહિત્યની ગણિત સંબંધી સઘળી સામગ્રી એકત્ર કરી મૂકી છે. આ ગણિતાનુયોગ ગ્રંથને વિજગતમાં સારે આદર થયા છે. પંડિતરત્ન મુનિ કમલજીએ વિગત વર્ષોમાં આગમ સાહિત્યમાંથી ધર્મકથાનુયોગની સામગ્રી સંકલિત કરી છે, જેને તેમણે “ધમકહાણુગો' નામ આપ્યું છે. આ સંકલનમાં નિમ્નલિખિત આગમ ગ્રંથની સામગ્રી લેવામાં આવી છે અંગ-ગ્રંથ – આચારાંગસૂત્ર, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથા, ઉપાસક દશાંગ, અન્તકૃતદશા, અનુત્તરપપાતિક દશા, વિપાકસૂત્ર. ઉપાંગગ્રંથ – પપાતિક, રાજપ્રશ્નીય, જંબૂદીપપ્રાપ્તિ, નિરયાવલિકા, પુપિકા, વૃષ્ણિદશા, પુષ્પલિકા. મૂળસૂત્ર – ઉત્તરાર્થનસત્ર, નદિસૂત્ર. છેદસૂત્ર – દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર, આ રીતે “ધમ્મકહાણુઓ 'માં આગમ સાહિત્યના પ્રાયઃ તે બધા ગ્રંથોની સામગ્રી સંકલિત કરી લેવામાં આવી છે જેમાં ધર્મ કથા વિદ્યમાન હોય, આ ધર્મકથાઓ પર વિવેચન કરતાં પહેલાં પ્રયુક્ત ગ્રંથોનો પરિચય પ્રાપ્ત કરવો જરૂરી છે. આચારાંગસૂત્ર – અર્ધમાગધી આગમ સાહિત્યમાં અંગ ગ્રંથોમાં આચારાંગસૂત્ર પ્રથમ અંગ ગ્રંથ છે. જેને પરંપરાની માન્યતા તથા આગમ સાહિત્યના સંશોધક વિદ્વાનોની શોધ અનુસાર એ ઘણું કરીને નિશ્ચિત છે કે ભગવાન મહાવીરે સૌ પ્રથમ આચારાંગસૂત્રમાં સંગ્રહીત વિષયને જ ઉપદેશ આપ્યો હતો. આથી તેઓની વાણી તેમાં સુરક્ષિત છે. જેન આચારશાસ્ત્રને આ આધારભૂત ગ્રંથ છે. તેમાં પ્રકારાન્તરે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રને મૂળભૂત ઉપદેશ સંકલિત છે. ભગવાન મહાવીરની સાધના-પદ્ધતિના જ્ઞાન માટે આચારાંગ સૌથી પ્રાચીન ગ્રંથ છે. તેમાં અર્ધમાગધી ભાષાનું પ્રાચીન રૂપ સુરક્ષિત છે. તેની સૂત્રશૈલી બ્રાહ્મણ ગ્રંથોની સૂત્રમૈલી સાથે મળતી છે. આચારાંગસૂત્રના વાક્યો કેટલાક સ્થળે પરસ્પર સંબંધિત નથી તથા કેટલાંક પદ અને પદ્ય ઉદ્દધૃત અંશ જેવાં પણું પ્રતીત થાય છે. આથી વિદ્વાનોએ અનુમાન કર્યું છે કે આચારાંગની પહેલાં પણ જૈન પરંપરાનું કાર્ય સાહિત્ય હતું, જેને પૂર્વ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આચારાંગ સૂત્ર કથા-સાહિત્યની દૃષ્ટિએ પણ ઉપયોગી છે. તેમાં એવા કેટલાંક ઉપમાને કે રૂપકે દષ્ટિગોચર થાય છે જે પ્રાકૃત કથાઓ માટે કથાબીજ છે. છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશકમાં એક કાચબાનું ઉદાહરણ આપેલું છે. આ કાચબાને શેવાળની વચમાં રહેલ એક છિદ્રમાંથી ચાંદનીનું સૌન્દર્ય દેખાયું. એ મનોહર દશ્યને દેખાડવા માટે જ્યારે એ કાચબો પિતાના સાથીઓને બોલાવી લાવ્યા ત્યારે તેને એ છિદ્ર જ જડવું નહિ કે જેમાંથી ચાંદની દેખાઈ હતી.' આ રૂપક આત્મજ્ઞાનના પિતાના અનુભવ માટે પ્રયોજવામાં આવે છે. જેમકે-- एवं पेगे महावीरा विप्परककर्मति । पासह एगेऽवसीयमाणे अणत्तपण्णे । से बेमि-से जहा वि कुम्मे हरए विणिविट्ठचित्ते पच्छण्णपलासे उम्मुग्ग से जो लभति । भजगा हव मनिवेस ने चयति । gવે છે અને વેહિં હિં જાતા ! रूवेहि सत्ता कलुण थणाति, णिदाणतो ते ण लभाति मोक्ख । આ રૂપકને આચારાંગના વ્યાખ્યા સાહિત્યમાં સમાવવામાં આવેલ છે.' १. मुनि श्री कन्हैयालाल 'कमल' : गणिताणुयोग, आगम अनुयोग प्रकाशन, सांडेराव, (નોધ-તેનું સંશોધિત પરિવધિત ક્રિતીય સંસ્કરણ પ્રકાશિત થઈ ચૂક્યું છે.) ૨, માવાનાં સૂત્ર-સ, શ્રીર= કુરાના “સર', anક પ્રાશન સમિતિ, થાવર, ૧૮૦ ૩, હર્મન જેકોબી : ધી સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, ભા. ૨૨, ભૂમિકા પૂ. ૪૮. ૪ આચારાંગસૂત્ર; સંપા જ બૂવિજયજી, મુંબઈ, અ. ૬, ઉ. ૧. ૫. આચારાંગચૂર્ણિ અને ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy