SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્થાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં પટ્ટિલા કથાનક : સૂત્ર ૧૭૮ અને ભીખારીને દાન આપતી અપાવતી વિચરણ કર.' ત્યારે તે પટ્ટિલાએ તેટલીપુત્ર અમાત્યનું આ કથન સાંભળી હષ્ટ તુષ્ટ થઈ તેટલીપુત્રના આવા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને પ્રતિદિન ભોજનશાળામાં વિપુલ માત્રામાં અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય આહાર તે તૈયાર કરાવવા લાગી અને તેમ કરી અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને ભીખારીઓને આપતી અને અપાવતી રહેવા લાગી. આર્યા–સંઘાટકનું ભિક્ષાથે આગમન ૧૭૫, તે કાળે તે સમયે ઇર્યાસમિતિ આદિ સમિતિઓથી યુક્ત યાવતુ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત અને બ્રહ્નાચર્થધારિણી, બહુશ્રુત અને અનેક શિષ્યાઓના પરિવારવાળી સુવ્રતા નામની આર્મા ક્રમાનુક્રમથી વિહાર કરતી જ્યાં તેટલીપુર નગર હતું ત્યાં આવી, આવીને યથાયોગ્ય વ્રત ધારણ કરતી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતી વિચારવા લાગી. ત્યાર પછી તે સુવ્રતા આર્યાના એક સંધાટકે (સાધ્વી યુગલ) પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો થાવતુ ભિક્ષાર્થ ભ્રમણ કરતી કરતી તે તેલીપુત્રના ઘેર આવી. પિકિલા દ્વારા અમાત્યને પ્રસન્ન કરવાના ઉપાયની પૃચ્છા ૧૭૬. ત્યાર પછી પોટ્ટિલાએ તે સાધ્વીઓને આવતી જોઈને હષ્ટ તુષ્ટ થઈને આસનેથી ઊઠી, વંદન. નમસ્કાર કર્યા, વંદન-નમન કરી વિપુલ અશનપાન-ખાદ્ય-સ્વાદ્ય આહારથી સાધ્વીઓને પ્રતિલાભિત કરી, પ્રતિલાભિત કરી આ પ્રમાણે કહ્યું- “હે આર્યા ! વાત એમ છે કે હું અમાત્ય તેલીપુત્રને પહેલાં તો ઇષ્ટ યાવનું માનીતી હતી, હવે અનિષ્ટ યાવતુ અણમાનીતી બની ગઈ છું. તેતલીપુત્ર મારું નામ-ગોત્ર સાંભળવાય રાજી નથી, તો પછી મને જોવા કે મારી સાથે ભોગ ભોગવવાની તો વાત જ ક્યાં રહી! તમે તે હે આય! બહુ જાણકાર છો, બહુ શિક્ષિત છે, બહુ ભણેલ છે, અનેક ગામ-આકર થાવત્ ફરો છો, અનેક રાજાદિ યાવતુના ગૃહમાં જાવ. આવો છો. તો હે આર્યાઓ ! જો તમે કયાંય કંઈ ચૂર્ણયોગ, મંત્રોગ, કામણટ્રમણ, હૃદયઆકર્ષણક્રિયા, કાયાકર્ષણક્રિયા, અભિયોગક્રિયા, વશીકરણકિયા, કૌતુક કર્મ, ભસ્મભભૂતિ, મૂળ, કંદ, છાલ, વેલ, તૃણ, ગોળી. ઔષધિ કે ભૈષજ પૂર્વે જોયું જાણ્યું હોય તો મને બતાવો કે જેના વડે હું તેટલીપુત્રની ફરીથી ઈષ્ટ પાવતુ માનીતી બની શકું.' આર્થા-સંવાટક દ્વારા ધર્મોપદેશ ૧૭૭. ત્યારે તે આર્યાએ પેટ્ટિલાની આવી વાત સાંભળીને પોતાના બન્ને કાન આડા હાથ ધરી ઢાંકી દીધા, કાન ઢાંકીને પોટ્ટિલાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! અમે નિગ્રંથ સાધ્વીઓ પાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. એટલે આવાં વચનો અમને કાનથી સાંભળવા પણ ન કહ્યું, તો પછી એ વિષયમાં સલાહ આપવી કે આચરણ કરવું કઈ રીતે કલ્પે? આથી હે દેવાનુપ્રિયે ! અમે તો તને કેવળજ્ઞાની પ્રરૂપિત સુંદર ધર્મનો ઉપદેશ માત્ર આપી શકીએ.” ત્યારે તે પોટ્ટિલાએ તે આર્યાઓને કહ્યું‘તો હે આર્યાઓ ! હું તમારી પાસેથી કેવળસાનીઓએ પ્રરૂપેલ ધર્મ શ્રવણ કરવા ઇચ્છું છું.' ત્યારે તે આર્યાઓએ પોટ્ટિલાને સુંદર કેવલિ પ્રરૂપિત ધર્મને ઉપદેશ કર્યો. પિકિલા દ્વારા શ્રાવિકાધમને સ્વીકાર– ૧૭૮. ત્યાર પછી ધર્મશ્રવણ કરીને અને હદયમાં ધારણ કરીને તે પોટ્ટિલા તુષ્ટ થતી બોલી–હે આર્યાઓ ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કર છું–થાવત્ ને આપ જેવું પ્રરૂપણ કરો છો તેવું જ છે. આથી હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતરૂપ બાર વ્રતનો શ્રાવકધર્મ ગ્રહણ કરવા ઇચ્છું છું” હે દેવાનુપ્રિયે ! યથાસુખ કર.' આર્યાઓએ ઉત્તર આપ્યો.] ત્યાર પછી તે પોલિાએ તે આર્થીઓ પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy