________________
ધ કથાનુયાગ—મહાવીર તીમાં કાલેાદાયી કથાનક : સુત્ર ૬૩૧
ચતુતિરૂપ સ‘સારકાંતારને પાર કરી જાય છે– જેવી રીતે પુ સહિત તે ધન્ય સાથવાહ.
હું જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરથીયાવત્–પ્રાપ્ત થયેલ અઢારમા શાત અધ્યયનના આ અથ કહેવાયા છે.
—એમ હું કહું છું.
૬૩૧. અંગવ’શના સત્તોતેર રાજાએ મુડિત-યાવત્— પ્રવ્રુજિત થયા.
૪૭. મહાવીર-તીર્થોમાં કાલેાદાયી કથાનક રાજગૃહસ્થિત કાલેાદાયી આદિના અસ્તિકાયવિષયક સદેહ—
૬૩૨. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું, વર્ણન. ગુણશિલક ચૈત્ય હતું–વર્ણન—યાવતુ− પૃથ્વી શિલાપટ્ટ હતા–વણન.
તે ગુણશિલક ચૈત્યની પાસે થાડે દૂર ઘણા અન્યતીથિકા રહેતા હતા યયા—કાલાદાયી, શૈલાદાયી, સેવાલાદાયી, ઉદય, નામેાદય, નમાદય, અન્યપાલક, શૈલપાલક, શ ંખપાલક અને સુહસ્તી ગાથાપતિ (ગૃહપતિ).
૬૩૩. ત્યારબાદ અન્ય કોઈ એક સમયે એકત્ર થયેલાબેઠેલા, સુખપૂર્વક બેઠેલા તે અન્યતીથિ કામાં આવા પ્રકારના આ વાર્તાલાપ થયા—‘શ્રમણ શાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકાયાનો પ્રરૂપણા કરે છે જેમ કે–ધર્માસ્તિકાય યાવત્ આકાશાસ્તિકાય. જેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાય અજીવકાય છે, એમ બતાવે છે, તે આ પ્રમાણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. એક જીવાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર અરૂપી જીવકાય જણાવે છે. તેમાંથી શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અરૂપી કાય પ્રરૂપિત કરે છે જેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય, એક પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય અને અજીવકાય પ્રરૂપિત કરે છે. એ પ્રમાણે એ કેમ માની શકાય ?”
Jain Education International
કાલાદાયી આદિનું ગૌતમ પાસે અસ્તિકાય– શંકા-નિરૂપણ—
૬૩૪, તે કાળે તે સમયે ામણ ભગવાન મહાવીર– યાવત્–ગુણશિલક ચૈત્યમાં સમાસર્યા માવત્ પરિષદ પાછી ફરી. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય ગૌતમગાત્રીય ઇન્દ્રભૂતિ નામે અનગાર, બીજા શતકના નિગ્રંથ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણેયાવ—ભિક્ષા ચર્યા માટે ભમતા યથાપર્યાપ્ત ભક્તપાનને ગ્રહણ કરીને રાજગૃહ નગરથી-પાવતુ~ત્વરારહિત, અસભ્રાન્ત રૂપે-યાવર્તુ-ઇર્યાંસમિતિને વારંવાર શેાધતા તે અન્યતીથિકાથી ઘેાડે દૂર જઈ રહ્યા હતા.
૨૩૭
ત્યારે તે અન્યતીથિકા ભગવાન ગૌતમને થાડે જતાં જુએ છે, જોઈને એકબીજાને બાલાવે છે, એકબીજાને બાલાવીને તેઓએ આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિયા ! આપણને આ કથા [પચાસ્તિકાયની વાત] અપ્રકટઅજ્ઞાત છે; અને આ ગૌતમ આપણાથી થાડે દૂર જઈ રહ્યા છે, એટલા માટે હે દેવાનુપ્રિયા ! આપણે આ અર્થ ગૌતમને પૂછવા શ્રેયસ્કર છે.' એમ કહીને તેઓ એકબીજાની વાતન સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને જયાં ભગવાન ગૌતમ હતા ત્યાં આવે છે, ત્યાં આવી તેઓએ ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું—
‘હે ગૌતમ! તમારા ધર્માચાય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાયનું નિરૂપણ ક૨ે છે. જેમકે-ધર્માસ્તિકાય–પાવત્–આકાશાસ્તિકાય, તેને જ યાવત–રૂપીકાય, અજીવકાય બતાવે છે. તે હે ગૌતમ ! એ પ્રમાણે શી રીતે હાઈ શકે ?”
ગૌતમકૃત કાલાદાયી આદિની શંકાનુ
સમાધાન—
૬૩૫. ત્યારબાદ ભગવાન ગૌતમે અન્યતીથિકાને આ પ્રમાણે કહ્યું—
‘હે દેવાનુપ્રિયા ! અમે અસ્તિભાવને નાસ્તિ (અવિદ્યમાન) એમ નથી કહેતા અને તે જ પ્રમાણે નાસ્તિભાવને અસ્તિ (વિદ્યમાન)
For Private Personal Use Only
www.jainelibrary.org