________________
૨૩૬
ધર્મ કથાનુયોગ-મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક : સૂત્ર ૬૩૦
પાછળ અનેક લૌકિક ક્રિયાઓ, પુણ્યદાન વગેરે કર્યા કરીને સમય જતાં તેના શોકને વિસારે પાડયો.
ધન્યની પ્રવજ્યા૬૩૦. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશિલક ચૈત્યમાં પધાર્યા.
તે સમયે પુત્રો સહિત ધન્ય સાર્થવાહ ધર્મ શ્રવણ કરીને પ્રવૃજિત થયો, અગિયાર અંગેનો જ્ઞાતા થયા, અંતિમ સમય આવતાં એક માસની સંલેખના કરીને કાળધર્મ પામી સૌધર્મકલ્પમાં દેવ બન્યા. ત્યાંથી ચ્યવન કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે.
સંબંધીઓ અને પરિજનોને જઈ મળો તથા અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી બનો.
ત્યાર પછી બીજા પુત્રો ધન્ય સાર્થવાહને કહ્યું–હે તાત ! ગુરુ અને દેવસમાન જયેષ્ઠ ભ્રાતાને જીવતરહિત ન કરશો, તેનું માંસ-શોણિત ખાવાની વાત ન કરશો. હે તાત ! મને જીવનરહિત કરી દો અને મારાં માંસરુધિરનો આહાર કરો. આ અગોચર અટવીને પાર કરી, રાજગૃહ પહોંચો અને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો સંબંધીઓ અને પરિજનોને જઈ મળો તથા
અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી બને. આવી
રીતે-પાવતૂપાંચમા પુત્રે કહ્યું. ૬. ૭. ત્યાર પછી ધન્ય સાર્થવાહે પાંચ પુત્રોની
હદયેચ્છા જાણીને તે પાંચ પુત્રોને આ પ્રમાણે કહ્યું- હે પુત્રો ! આપણામાંથી કોઈએ જીવનરહિત નથી થવું. આ પુત્રો સુસુમાને નિપ્રાણ નિશ્ચષ્ટ, જીવરહિત શરીર છે, માટે હે પુત્રો ! પુત્રી સુસુમાના માં રૂધિરનો આહાર કરીએ જેથી આપણે તે આહારમાંથી શક્તિ મેળવી રાજગૃહ પહોંચી જઈશું.'
ત્યારે ધન્ય સાર્થવાહની આ વાત સાંભળી પાંચ પુત્રોએ તે સ્વીકારી. ૬૨૮ ત્યાર પછી પાંચ પુત્રો સાથે મળી ધન્ય
સાર્થવાહે અરણિકાષ્ઠ મેળવ્યું, મેળવીને ચકમક બનાવ્યું, ચકમક બનાવીને અરણિકાષ્ઠ સાથે ઘસ્યું, ઘસીને અગ્નિને તણખો પાડ્યો, તણખે પાડી આગ ચેતાવી, ચેતાવીને તેમાં લાકડાં નાખ્યાં, બરાબર આગ પ્રજળી એટલે તેમાં સુંસુમાં કન્યાનું માંસ પકાવી તેના માંસ અને રુધિરનો આહાર કર્યો, તે આહારથી શક્તિ મેળવી રાજગૃહ પહોંચ્યા, જઈને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓને મળ્યા અને પછી વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાળ, માણેક આદિ સંસારની સારભૂત સંપત્તિ અને પુણ્યના
ભાગી બન્યા. ૬૨૯. ત્યાર બાદ ધન્ય સાર્થવાહે પુત્રી સુંસુમાની
નિગમન–
હે જંબૂ! જેવી રીતે તે ધન્ય સાર્થવાહ વર્ગ માટે, રૂપ માટે, બળ માટે કે વિષય માટે સુંસુમા દારિકાનું માંસ-રુધિર ખાધું ન હતું, પરંતુ માત્ર રાજગૃહ નગરમાં પહોંચવા માટે જ ખાધું હતું.
એ જ રીતે હે આયુષ્માન શ્રમણ ! આપણામાંના જે નિગ્રંથ કે નિગ્રંથિની આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી, અનગાર-દીક્ષા લઈને પછી વમન ભરેલા, પિત્તનું વહન કરનાર, કફનું વહન કરનારા, શુક્રનું વહન કરનારા, શેણિતનું વહન કરનારા, દુર્ગ ધયુક્ત શ્વાસોચ્છવાસવાળા, દુર્ગંધયુક્ત મળ-મૂત્ર-શ્લેષ્મ, નાસિકામળ, વમન, પિત્ત, શુક્ર, શોણિતથી ઉત્પન્ન અને અધુવ, અનિત્ય, અશાશ્વત, સડવા-પડવા અને ગળવાના ધર્મવાળા, પહેલાં કે પછી અવશ્ય નાશ પામનાર એવા આ દારિક શરીરના વર્ગ માટે, રૂપ માટે, બળ માટે અથવા વિષય માટે આહાર નથી કરતા પરંતુ માત્ર સિદ્ધગતિમાં પહોંચવા માટે આહાર કરે છે, તેઓ આ જ ભવમાં અનેક શ્રમણે, અનેક શ્રમણીઓ, અનેક શ્રાવકો અને અનેક શ્રાવિકાઓનાં પૂજનીય બને છે-ચાવ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org