SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં નંદીફલ જ્ઞાત (દષ્ટાંત) : સૂત્ર ૬૦૧ ૨૨૮ હૃદયવિદારણ, વૃષણ-ઉત્પાદન, ફાંસી આદિ દુ:ખો પામતા નથી અને અનાદિ, અનંત, દીધમાગી, ચતુર્ગતિરૂપ સંસારકાન્તારને પાર કરી જાય છે—જેવી રીતે પેલા [સાર્થના) પુરુષો. નિષેધ ન પાળવાથી વિપત્તિ૬૦૧. પણ તેમાંના કેટલાક પુરુષોએ ધન્ય સાથે વાહની આ વાતમાં શ્રદ્ધા ન રાખી, વિશ્વાસ ન કર્યો, રુચિ ન દર્શાવી. ધન્ય સાર્થવાહની વાતમાં શ્રદ્ધા ન કરીને, વિશ્વાસ ન કરીને, રૂચિ ન દાખવીને તેઓ જ્યાં નંદીફળ વૃક્ષો હતા ત્યાં આવ્યા, આવીને તેમણે તે નંદીફળ વૃક્ષનાં મૂળ-યાવ-ભક્ષણ કર્યું, તેમની છાયામાં વિશ્રામ કર્યો, તેમને તત્કાળ તો સુખ મળ્યું પરંતુ પછી પરિણમન થતાં (વૃક્ષના વિષનો પ્રભાવ પ્રગટ થતાં) તેમનાં જીવનને અકાળે જ નાશ થશે. ૬૦૨. એ જ રીતે હે આયુષ્યનું શ્રમણ ! આપણા જે નિર્ગથે કે નિથિનીએ આચાર્યઉપાધ્યાયની સમીપે મુંડિત બનો, ગૃહવાસ ત્યજી, અનગાર–પ્રવજયા અંગીકાર કરીને પાંચ ઇન્દ્રિયોના ભાગમાં આસક્ત બને છે, અનુરક્ત બને છે, વૃદ્ધ થાય છે, મૂચ્છિત થાય છે, અત્યંત આસક્ત થાય છે તેઓ આ ભવમાં-યાવર્તુ-અનાદિ, અનંત, દીર્ઘપથવાળી સંસાર અટવીમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે–જેમ કે પેલા [નિષેધ ન માનનાર સાર્થમાંના] પુરુષે. ધન્યનું અહિચ્છત્રા–ગમન– ૬૦૩. ત્યાર પછી તે ધન્ય સાર્થવાહે ગાડી–ગાડાં જોડાવ્યાં, જડાવીને જ્યાં અહિચ્છત્રા નગરી હતી ત્યાં પહોંચ્યો, પહોંચીને અહિચ્છત્રા નગરીની બહાર મુખ્ય ઉદ્યાનમાં પડાવ નાખ્યો, પડાવ નાખીને ગાડી–ગાડાં છોડ્યાં. ત્યાર પછી તે ધન્ય સાર્થવાહે મહઈ, મહામૂલ્યવાન, મહાપુરુષોને યોગ્ય, રાજાને યોગ્ય ઉપહાર લીધે, લઈને ઘણા પુરુષ સાથે, તેમના વડે ઘેરાઈને અહિચ્છત્રા નગરીની વચ્ચે થઈને નીકળ્યા, જઈને જ્યાં કનકકેતુ રાજા હતો ત્યાં પહોંચ્યો, ત્યાં જઈને બને હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી જય વિજય શબ્દોથી રાજાને વધાવ્યો, વધાવીને ને મહર્ધ મહામૂલ્યવાન, મહાપુરુષોગ્ય, રાજયોગ્ય ભેટ રાજા સામે ધરી, ત્યારે રાજા કનકકેતુએ હર્ષિત અને સંતુષ્ટ થઈને ધન્ય સાર્થવાહની તે મહઈ, મહામૂલ્યવાન, મહાપુરુષને યોગ્ય, રાજાને યોગ્ય ભેટ સ્વીકારી, સ્વીકારીને ધન્ય સાર્થવાહનું સન્માન-બહુમાન કર્યું, આદર-સન્માન કરીને તેને રાજ્યકર માફ કર્યો, કર માફ કરીને વિદાય આપી. પછી ધન્ય સાર્થવાહે પોતાના માલસામાનનો વિનિમય કર્યો, વિનિમય કરીને બદલામાં બીજો માલ-સામાન લીધે લઈને સુખપૂર્વક જયાં ચંપાનગરી હતી ત્યાં આવ્યા, આવીને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજને, સંબંધીઓ અને પરિજનો સાથે વિપુલ માનુષી ભોગો ભગવતે રહેવા લાગ્યો. ધન્યની પ્રવજ્યા૬૦૪. તે કાળે તે સમયે સ્થવિર ભગવંતોનું આગ મન થયું. ધન્ય સાર્થવાહે ધર્મ શ્રવણ કરી પોતાના જયેષ્ઠ પુત્રને કુટુંબનો વડો બનાવ્યા, કુટુંબનો ભાર તેને સોંપીને પોતે દીક્ષિત થયો અને સામાયિકથી શરૂ કરી અગિયાર અંગનું અધ્યયન કરી તથા ઘણાં વર્ષોને શ્રમણ પર્યાય પાળીને, એક માસની સંખના દ્વારા આત્માને - નિર્મળ કરીને, કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયું. તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુ:ખોને અંત કરશે. ૪૬. મહાવીર-તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક રાજગૃહમાં ઘન્ય સાર્થવાહની પુત્રી સુંસુમા૬૦૫. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું— વર્ણન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy