________________
૨૨૨
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પઢાલપુત્ર : સૂત્ર ૫૯૨
આથી તે મહાત્રસકાયાવાળાની હિંસાથી ઉપશાંત, વ્રતમાં સ્થિર થયેલ અને પ્રતિવિરત એવા પુરુષને વિશે તમે અથવા બીજા જે આમ કહો છો કે–તેના માટે એવું કોઈ પર્યાય નથી જેનાથી શ્રમણોપાસકને એક પ્રાણીની હિંસાનો પણ ત્યાગ સંભવે-તમારું આ કથન
ન્યાયસંગત નથી. ૫૮૯. ભગવાને વળી કહ્યું–આ જગતમાં અનેક
પ્રાણીઓ દીર્ધાયુ હોય છે, જેમને શ્રમણોપાસક વ્રતગ્રહણ કરવાના સમયથી લઇને મૃત્યુપર્યંત દંડ દેવાનો ત્યાગ કરે છે. તે પ્રાણીઓ પહેલાં જ કાળ પામે છે અને પરલેકમાં જાય છે.
તે પ્રાણીઓ કહેવાય છે, તે ત્રસ પણ કહેવાય છે, તે મહાન કાયાવાળા અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે, તે પ્રાણીઓ ઘણી સંખ્યાવાળાં છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણી અલપ-સંખ્યાવાળાં છે કે જેનામાં શ્રમણપાસકનું પ્રત્યાખ્યાન હેતું નથી. આથી તે મહાત્રસકાયની હિંસાથી ઉપશાંત, સંયમમાં સ્થિર થયેલ, પ્રતિવિરતને માટે તમે અથવા બીજા જે આમ કહો છો કે–તેના માટે એવો કઈ પર્યાય નથી જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીની પણ હિંસાનો ત્યાગ હોય.-આ ઉપદેશ
પણ ન્યાયસંગત નથી. પ૯૦. ભગવાને ફરી કહ્યું–આ જગતમાં કઈ કોઈ
પ્રાણીઓ સરખા આયુષ્યવાળા હોય છે, જેમને શ્રમણોપાસક વૃતગ્રહણ કરવાના સમયથી મરણપર્યત દંડ આપવાનું ત્યજે છે. તેઓ સમકાળે કાળ પામે છે, કાળ પામી પરલોકમાં જાય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તેઓ મોટી કાયાવાળા અને લાંબી આયુસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ અધિક હોય છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણીઓ અલ્પતર હોય છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. તે મહાત્રસકાયની હિંસાથી
ઉપરત, મુમુક્ષ અને પ્રતિવિરત માટે તમે અથવા અન્ય લોકો જે આમ કહો છો કે–તેના માટે એવો કોઈ પર્યાય નથી કે જેનામાં શ્રમણોપાસક એક પણ પ્રાણીની હિંસાને
ત્યાગ કરી શકે.-આ કથન યુક્તિયુક્ત નથી. પ૯૧. વળી ભગવાને કહ્યું-આ જગતમાં કેટલાંક
પ્રાણીઓ અલ્પાયુ હોય છે, તેમને શ્રમણપાસક વ્રતગ્રહણના સમયથી જીવનપર્યત દંડ દેવાનો ત્યાગ કરે છે. તેઓ પહેલાં જ કાળ કરે છે, કાળ કરીને પરલોકમાં જાય છે.
તે પ્રાણી પણ કહેવાય છે, તે ત્રસ પણ કહેવાય છે, તે મહાકાયવાળા હોય છે અને અલ્પાયુ હોય છે. તે પ્રાણીઓ અધિકતર હોય છે જેમાં શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણીઓ અલ્પતર હોય છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. તે મહાત્રસકાયની હિંસાથી ઉપશાંત, વિરક્ત, પ્રતિવિરક્ત માટે તમે અથવા બીજાઓ જે આમ કહો છો કે તેના માટે કોઈ એ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીની હિંસાનો પણ ત્યાગ હેય.—તમારું આ કથન પણ યુક્તિયુક્ત નથી.
નવસંગે વડે પ્રત્યાખ્યાનનું વિષય-ઉપદન– ૫૯૨. ભગવાને કહ્યું-આ જગતમાં કોઈ શ્રમણો
પાસકો એવા હોય છે, જે આમ કહે છે–અમે મુંડિત બની ગૃહત્યાગ કરી અનગાર બનવા માટે શક્તિમાન નથી તથા ચતુર્દશી, અષ્ટમી અને પૂર્ણિમાના દિવસોએ પરિપૂર્ણ પૌષધ પાળવી પણ સમર્થ નથી.
અમે અંત સમયે મારણાંતિક સંલેખનાનું સેવન કરીને, ભક્તપાનને ત્યાગ કરીને કાળની ઇચ્છા ન રાખતાં આત્મધ્યાન કરવા પણ સમર્થ નથી. આથી અમે સામાયિક, દેશાવકાશિક વ્રત-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં દેશની મર્યાદા નક્કી કરીને તેની બહારના સર્વ પ્રાણીઓ-યાવતુ–સર્વ સોની હિંસાનો ત્યાગ કરીને પ્રાણી, ભૂત, જીવ અને સોનું ક્ષેમ કરનારા બનીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org