SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—મહાવીર તી માં ઉધ્ધ પેઢાલપુત્ર : સૂત્ર ૫૮૭ wwwwwˇˇˇmuuuuu~~~~~~m સજ્જન હોય છે. તેઓ જીવન પર્યંત સપૂર્ણ પ્રાણાતિપાતથી વિરત હોય છે-યાવત્ જીવનપય ત પરિગ્રહથી વિરત હોય છે. શ્રમણાપાસક વ્રત ગ્રહણ કરવાના સમયથી મૃત્યુપર્યંત પ્રાણીહિ'સાના ત્યાગ કરે છે. આવા પુરુષા કાળ સમયે પાતાનું આયુષ્ય છોડી દે છે, છોડીને પોતાના શુભ કર્મના સંગાથી સુગતિમાં જાય છે. તે પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તે માટી કાયા અને લાંબી આયુસ્થિતિવાળા હાય છે. આવાં પ્રાણીઓ ઘણાં છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે, અને તે પ્રાણીએ અલ્પસંખ્યક છે જેમાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. આથી તે મહાત્રસકાયની હિંસાથી વિરત, વ્રતામાં સ્થિર અને પ્રતિવિરત એવા શ્રમણાપાસક માટે તમે કે બીજા જે આમ કહો છે! કે—તેના માટે કોઇ એવા પર્યાય નથી, જેમાં શ્રમણાપાસકએક પ્રાણીની હિંસાથી પણ દૂર રહી શકે.આ કથન સ થા ન્યાયસ`ગત નથી. ૫૮૭. ભગવાને કહ્યું-સંસારમાં કેટલાંક મનુષ્ય એવાં હોય છે, જેવાં કે-અલ્પ ઇચ્છાવાળા, અલ્પ આરંભવાળા, અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક-યાવત્–ધમ પૂર્ણાંક આજીવિકાનું ઉપાજૈ ન કરનારા, શીલસંપન્ન, સુવ્રતધારી, સરળતાથી પ્રસન્ન કરી શકાય તેવા સુસાધુ–સજ્જન હોય છે. તેઓ જીવનપર્યંત કોઈ પ્રાણાતિપાનથી વિરત અને કોઈક પ્રાણાતિપાતથી અવિરત–પાવત્–જીવનપર્યંત કોઇ એક પરિગ્રહથી વિરત અને કોઈ એકથી અવિરત હોય છે. શ્રમણાપાસક વ્રતગ્રહણ સમયથી લઈને મૃત્યુપર્યંત આ પ્રાણીઓના ધાતના ત્યાગ ક૨ે છે, તેઓ પાતાના આયુષ્યના ત્યાગ કરે છે અને ત્યાગ કરીને ફરી પાતાનાં શુભ કર્મના સ`ગથી સુગતિ પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાકાયવાળા અને ચિરસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ ઘણાં હોય Jain Education International ૨૨૧ ~~~~~~~~~~~~~~~m છે જેનામાં શ્રમણાપાસકનુ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણીઓ અલ્પતર છે જેમાં ામણાપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. આથી તે મહાત્રસકાયની હિંસાથી ઉપરત, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરતને માટે તમે અથવા બીજા જે આમ કહો છે કે–તેના માટે કોઈ એવો પર્યાય નથી જેમાં શ્રમણાપાસક એક પ્રાણીની હિ`સાના પણ ત્યાગ કરી શકે.-એ કથન ન્યાયયુક્ત નથી. ૫૮૮. ભગવાને કહ્યું-આ જગતમાં કોઈ એવા પણ માણસા હોય છે જે જંગલમાં નિવાસ કરે છે, મઠમાં રહે છે, ગામને સીમાડે રહે છે, કોઈ રહસ્યના જાણકાર હોય છે–તેમને શ્રમણાપાસક વ્રત ગ્રહણ કરવાના દિવસથી મૃત્યુપર્યં``ત દંડ દેવાના ત્યાગ હોય છે-તેઓ સયમી નથી, તેઓ સવ સાળંદ્ય કર્મોથી નિવૃત્ત નથી, સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્તામાં પાનાના મનથી સાચીજૂઠી વાત આ રીતે કહે છે–મને ન મારવા જોઈએ, બીજાને મારવા જોઈએ, મને આશા ન દેવી જોઈએ, બીજાને આશા આપવી જોઈએ; મને ન પકડવા જોઈએ, બીજાઓને પકડવા જોઈએ; મને પરિતાપ ન દેવા જોઈએ, બીજાઓને પરિતાપ આપવા જોઈએ, મને ઉદ્વેગ ન કરવા જોઈએ,બીજાઓને ઉદ્વેગ પમાડવા જોઈએ. આવી રીતે સ્રીભોગામાં મૂર્છિત, શુદ્ધ, આસક્ત, અત્યંત આસક્ત-યાવર્તુ-ચાર, પાંચ છ કે દશ વર્ષ સુધી, થાડા કે ઝાઝા ભાગાપભાગા ભાગવીને કાળસમયે કાળ કરી અન્યતર અસુર યાનિમાં અથવા કિવિષયેાનિમાં ઉત્પન્ન થાય છે, તેઓ ત્યાંથી ૫વીને ફરી બકરાની માફક મૂક અને તામસવૃત્તિવાળા બને છે. For Private Personal Use Only તે પ્રાણીઓ કહેવાય છે, અને ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે, તે પ્રાણીઓ બહુસંખ્યક હોય છે જેમનામાં શ્રમણાપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણીઓ અલ્પસ`ખ્યક હોય છે, જેમાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy