SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ઉદાયનરાજ કથાનક : સૂત્ર ૫૪૦ શિવની પ્રવજ્યા અને નિર્વાણગમનપ૩૮. પછી તે શિવરાજર્ષિ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મને સાંભળી અને અવધારી, સ્કંદકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે–ચાવતુ–ઉત્તરપૂર્વ દિશાભાગ-ઇશાનકોણ તરફ ગયા. ત્યાં જઈને તેમણે ઘણી લોઢી, લોઢાના કડાયા, કડછા, તાંબાનો તાપસનાં ઉપકરણો, કિડિન અને કાવડ વગેરે એકાંત સ્થાનમાં મૂક્યાં, મૂકીને પોતાની જાતે જ પંચમુષ્ટિ લોન્ચ કર્યો, લોચ કરીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમન કરીને ઋષભદત્તની પેઠે પ્રવજયાનો સ્વીકાર કર્યો અને તે પ્રમાણે અગિયાર અંગોનું અધ્યયન કર્યું તથા એ જ પ્રમાણે સર્વ વર્ણન કરવું જોઈએથાવત્-સર્વ દુ:ખથી મુક્ત થયા. મંદરાચલની સમાન સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હ-વર્ણન. તે ઉદાયન રાજાને પ્રભાવતી નામની રાણી હતી-જે સુકોમળ હાથપગવાળી ઇત્યાદિ વર્ણન જાણવું. તે ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી રાણીને આત્મજ અભિચિ નામે કુમાર હતા, જે સુકુમાર હાથપગવાળો, સર્વ અંગોથી પૂર્ણ, પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયોવાળો, શરીરના શુભ લક્ષણ—વ્યંજન અને ગુણોથી યુક્ત હતો, સામુદ્રિકશાસ્ત્રને અનુરૂપ પ્રમાણસર અંગપ્રત્યંગવાળો, સુઘટિત, સર્વાગ સુંદર, ચન્દ્રની સમાન સૌમ્ય આકૃતિવાળો, કાંત, પ્રિય દર્શનવાળે અને રૂપ સૌંદર્યથી પરિપૂર્ણ હતે. તે અભિચિકુમાર યુવરાજ પણ હતો, ઉદાયન રાજાના રાજ્ય, રાષ્ટ્ર, બલ (સેના), વાહન, કષ, કોષ્ઠાગાર, પુર અને અંત:પુરની વ્યવસ્થા– દેખભાળ કરતો વિહરતો હતો. ને ઉદાયન રાજને કેશીકુમાર નામને ભાણેજ હતું, જે સુકુમાર હાથપગવાળોયાવતુસ્કુરૂપ હતો. તે ઉદાયન રાજા સિંધુ સવીર પ્રમુખ સાળ દેશ, વીતિય પ્રમુખ ત્રણસો ને ત્રેસઠ નગરો અને આકરનું તથા જેને છત્ર ચામર અને વિંજણો આપેલા છે એવા મહાસન પ્રમુખ દશ મુકુટબદ્ધ રાજાઓ, અને એવા બીજા ઘણા રાજા, સામંત, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ પ્રમુખનું અધિપતિપણું કરતો, પ્રમુખપણું ભાગવત, સ્વામિત્વ, ભવ, આજ્ઞાર્નીત્વ, ઐશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતો, પાલન કરતો હતો. તે જીવાજીવ તત્ત્વોને જાણકાર, શ્રમણોપાસક હતો-પાવતુ-યથાવિધિ તપકમને ગ્રહણ કરીને આત્માને ભાવિત કરતો વિહરતો હતો. ૪૧. મહાવીરખ્તીર્થમાં ઉદાયનરાજ કથાનક ચંપામાં મહાવીર સમવસરણુ૫૩૯. તે કાળે તે સમયે ચંપા નામની નગરી હતી વર્ણન. પૂર્ણભદ્ર ચૈત્ય હતું-વર્ણન. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે અનુક્રમે ગમન કરતા, ગામેગામ ફરતા ફરતા, સુખપૂર્વક વિહાર કરતા જ્યાં ચંપા નગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં પધાર્યા, પધારીને યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કર્યો, અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. નીતિભયમાં ઉદાયન રાજાપ૪૦. ને કાળે તે સમયે સિંધુસૌવીર દેશમાં વીતિય નામે નગર હતું-વર્ણન. તે વીનિભય નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં મૃગવન નામનું ઉદ્યાન હતું-જે સર્વ જતુનાં પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતું-વર્ણન. તે વીતિભય નગરમાં ઉદાયન નામે રાજા હતો-જે મહાહિમવાન અને પૃથ્વી પર શિરોમણીરૂપ મલય અને ત્યાર બાદ તે ઉદાયન રાજા અન્ય કોઈ દિવસે જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને શંખ શ્રમણોપાસકની જેમ ચાવતુ-પૌષધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy