SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—મહાવીર—તીમાં રિકેશબલ શ્રમણ : સૂત્ર ૪૫૩ www m w w wwwm યક્ષ્ા મારી સેવા કરે કુમારોને માર્યા છે.’ (૩૨) કોઈ પ્રકારના દ્વેષ નથી. છે અને તેઓએ જ આ બ્રાહ્મણા— અથ અને ધર્મને જાણનારા તથા દયામય બુદ્ધિવાળા તમે કદી કોપાયમાન થતા નથી. સજનાની સાથે અમે તમારા ચરણોના શરણમાં આવીએ છીએ. (૩૩) હે મહાભાગ ! અમે તમારી પૂજા કરીએ છીએ. તમારું એવું કંઈ પણ નથી, જેની અમે પૂજા ન કરીએ. વિવિધ વ્યંજન–મસાલાથી યુક્ત આ ઉત્તમ ભાત આપ જમે. (૩૪) આ મારું પુષ્કળ ભેાજન છે. મારા ઉપર અનુગ્રહ કરવા માટે તે જમા.” તે મહાત્માએ ‘ભલે’ એમ કહીને માસખમણના પારણામાં એ ભાજન સ્વીકાર્યું. (૩૫) એ સમયે ગ ંધાદક અને પુષ્પની વર્ષા થઈ તથા દિવ્ય વસુધારા (દ્રવ્યની વૃષ્ટિ) થઈ. દેવાએ દુંદુભિ વગાડી અને આકાશમાં ‘અહો ! દાન !” એવી ઘાષણા કરી. (૩૬) આ તપની વિશેષતા સાક્ષાત્ દેખાય છે; જાતિની વિશેષતા કોઈ દેખાતી નથી. ચાંડાલના પુત્ર હરિકેશ સાધુને જુએ કે જેમની આવી માહાત્મ્યયુક્ત ઋદ્ધિ છે. (૩૭) મુનિ— ૪૫૫. “હું બ્રાહ્મણા ! અગ્નિના આરંભ કરીને પછી જળ વડે બાહ્ય શુદ્ધિ શા માટે શેાધી રહ્યા છે ? આજે તમે બાહ્ય શુદ્ધિ શાધી રહ્યા છે તેને કુશલ પુરુષા ડહાપણ ગણતા નથી. (૩૮) હે મંદ જના ! દ, યૂ ૫–યજ્ઞસ્તંભ, તૃણ, કાષ્ઠ અને અગ્નિના ઉપયાગ કરીને તથા સવારે અને સાંજે પાણીના સ્પર્શ કરીને પ્રાણા અને ભૂતાને દુ:ખ આપતા તમે વારંવાર પાપ કરી રહ્યા છે.” (૩૯) બ્રાહ્મણ— ‘હું ભિક્ષુ ! અમે કેવી રીતે યજ્ઞ કરીએ ? પાપકર્માને કેવી રીતે દૂર કરીએ ? હે યક્ષપૂજિત Jain Education International For Private ૧૫૭ www સયમી ! કુશલ પુરુષા કેવા યજ્ઞને સારો યશ કહે છે તે અમને કહો.’ (૪૦) મુનિ— ‘છ જીવકાયની હિંસા નહિ કરનારા, અસત્ય અને અદત્તનું સેવન નહિ કરનારા, દાન્ત પુરુષા પરિગ્રહ, સ્ત્રીઓ, માન અને માયાને એના સ્વરૂપથી જાણીને વિહરે છે. (૪૧) પાંચ સ`વર–મહાવ્રતા વડે સંવૃત-સુરક્ષિત, આ જીવનની પણ આકાંક્ષા નહિ રાખનારા, કાયાન્સ કરનારા, શુચિ તથા કાયાની આસક્તિથી રહિત પુરુષા મહાવિજયી શ્રેષ્ઠ યશ કરે છે.’ (૪૨) બ્રાહ્મણ ‘તમારો અગ્નિ કયા છે ? અગ્નિસ્થાન કયુ છે? કડછી કઈ છે? છાણાં કર્યાં છે? ઈધણાં કયાં છે ? શાંતિપાઠ કયા છે? એ અગ્નિમાં તમે કયા હામ કરો છો ?’ (૪૩) મુનિ— ‘તપ એ [અમારો] અગ્નિ છે. જીવાત્મા અગ્નિસ્થાન છે (મન, વચન, અને કાયાના) યેાગ એ કડછીઓ છે, શરીર એ (તપરૂપી) અગ્નિ સળગાવવા માટેનુ સાધન છે. કમરૂપી ઈધણાં છે. સંયમપ્રવૃત્તિ એ શાંતિપાઠ છે. એ પ્રમાણે ઋષિઓએ વખાણેલા હોમ હું કરું છુ.’ (૪૪) માહ્મણ— તમારો (સ્નાન કરવા માટેના) હ્રદ–ધરા (સ્નાન માટેનું સરોવર) કયા છે ? તમારુ શાન્તિતી–પુણ્યક્ષેત્ર કયું છે? કયાં સ્નાન કરીને તમે કરજના ત્યાગ કરો છે ? હે યક્ષપૂજિત સંયમી ! આ વસ્તુઓ અમને કહો. તમારી પાસેથી અમે તે જાણવા ઇચ્છીએ છીએ.’ (૪૫) મુનિ— ધ એ મારો હદ છે, મલરહિત તથા જે વડે આત્માની લેશ્યા શુદ્ધ થાય છે એવું મારું શાન્તિતીર્થ એ બ્રહ્મચર્ય છે, જેમાં સ્નાન કરીને Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy