SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં હરિકેશબલ શ્રમણ : સૂત્ર ૪૫૪ અન્નપાણી ભલે નાશ પામી જાય, પણ અમે તે તને તે નહિ જ આપીએ.” (૧૬) યક્ષ સમિતિઓથી સમાધિસ્થ ગુપ્તિઓથી ગુપ્ત અને જિતેન્દ્રિય એવા મને આવું એષણીયશુદ્ધ [અન્નાદિ નહિ આપો તો આ યજ્ઞોથી તમે શો લાભ મેળવશો?” (૧૭) બાહ્મણ અહીં કોઈ ક્ષત્રિય, અગ્નિહોત્રીઓ અથવા છાત્રો સહિત અધ્યાપકો છે કે નહિ, જેઓ દંડ અથવા લાકડા વડે આને મારીને, ગળું પકડીને બહાર કાઢી મૂકે?” (૧૮) ૪૫૦ અધ્યાપકોનું વચન સાંભળીને ઘણા કુમારો ત્યાં દોડી આવ્યા તથા દંડાથી, નેતરની સોટીએથી અને ચાબૂકોથી તે વાષિને મારવા લાગ્યા. (૧૯) ભદ્રા દ્વારા નિવારણ અને પ્રશંસા૪પ૧ ત્યાં કૌશલિક રાજાની અનિન્દિત અંગોવાળી ભદ્રા નામે પુત્રી એ સાધુને પ્રહાર પામતા જોઈને, ક્રોધાયમાન થયેલા કુમારોને શાન પાડવા લાગી. (૨૦) ‘દેવના અભિયોગથી પ્રેરાયેલા પિતાએ જેને મારું દાન કર્યું હતું, પણ જેણે મનથી પણ મારું ચિન્તન કર્યું નહોતું અને મારો ત્યાગ કરી દીધો હતો તે જ, નરેન્દ્રો અને દેવેન્દ્રોથી વંદાયેલા આ ઋષિ છે. (૨૧). આ તે જ ઉગ્ર તપશ્ચર્યાવાળા, જિતેન્દ્રિય, સંયત, બ્રહ્મચારી મહાત્મા છે, જે મારા પિતા સ્વયં કૌશલિક રાજા મારુ દાન કરતા હતા તો પણ મને ઇચ્છતા નહોતા. (૨૨). આ મહાનુભાવ મહાયશસ્વી, ઉગ્રવ્રતવાળા અને ઉગ્ર પરાક્રમી છે. અતિરસ્કારણીય એવા તેમને તમે તિરસ્કાર ન કરશે. રખે, પોતાના તેથી તેઓ તમને સર્વને બાળી નાખે.” (૨૩) યક્ષ દ્વારા નિવારણ અને કુમારનું તાડન૪૫ર આ પ્રમાણે પત્ની ભદ્રાનાં આ સુન્દર વચન સાંભળીને ઋષિની સેવાર્થે રહેલા યક્ષોએ કુમારોને અટકાવ્યા. (૨૪) ઘોર રૂપવાળા તે અસુરો આકાશમાં રહીને ત્યાંથી એ લોકોને મારવા લાગ્યા, જેમના દેહ ભાંગી ગયા છે એવા તથા રૂધિર ઓકતા તેમને જોઈને ભદ્રા ફરી વાર આ પ્રમાણે બેલી (૨૫) ભદ્રા દ્વારા પુન: પ્રશંસા ૪૫૩ ‘તમે આ ભિક્ષુની અવજ્ઞા કરો છો તે નખથી પર્વત ખોદવા જેવું, દાંતથી લઢે ચાવવા જેવું અને પગથી અગ્નિને મારવા જેવું છે. (૨૬). | ઉગ્ર તપશ્ચર્યાવાળા તથા ઉગ્ર વ્રત અને ઉગ્ર પરાક્રમવાળા આ મહર્ષિનો ક્રોધ સર્પ જેવો ભયંકર છે. ભિક્ષુને ભિક્ષાકાળે તમે મારો છો તેથી અગ્નિ ઉપર કુદી પડતા પતંગિયાંના ટોળાની જેમ તમે નાશ પામશે. (૨૭) જો ધન અને જીવિત ઇચ્છતા હો તે સર્વ જનો સહિત મસ્તક નમાવીને તેમને શરણે જાઓ. નહીં તો કુપિત થયેલા તેઓ આખા લેકને પણ બાળી નાખશે.” (૨૮) બ્રાહ્મણે દ્વારા ક્ષમાયાચના૪૫૪ પછી વાંકા વળી ગયેલા પીઠ અને મસ્તકવાળા, પહોળા થઈ ગયેલા બાહુવાળા, કર્મ અને ચેષ્ટા વિનાના, જેમની આંખોમાંથી પાણી ઝરતું હતું એવા, રુધિર ઓકતા, ઊંચા થઈ ગયેલાં મુખવાળા, જેમનાં જીભ અને નેત્ર બહાર નીકળી ગયાં હતાં એવા તથા કાષ્ઠ જેવા થઈ ગયેલા એ શિષ્યોને જોઈને તે બ્રાહ્મણ ખિન્ન અને ઉદાસ થઈ ગયો, અને પોતાની પત્ની સાથે ત્રાષિને પ્રસન્ન કરવા લાગ્યો કે “હે ભદના! તિરસ્કાર અને નિન્દા માટે ક્ષમા કરે. હે ભદન્ત ! મૂઢ અને અજ્ઞાની બાળકોએ આપનો જે તિરસ્કાર કર્યો તેની ક્ષમા કરો. ઋષિઓ મહાકૃપાળુ હોય છે. ખરેખર મુનિઓ ક્રોધશીલ હોતા નથી.” (૨૯-૩૧) મુનિ પૂર્વકાળે, હમણાં કે ભવિષ્યમાં મારા મનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy