________________
૧૪૪
ધમ કથાનુયાગ—મહાવીર તીમાં સાથે વાહુપુત્ર ધન્ય અનગાર : સૂત્ર ૪૧૧
ધન્ય અનગારના હોઠોનું તપનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું—
ધન્ય અનગારના હાથના પંજાઓનુ તપનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું—
જેવી રીતે કોઈ સુકાઈ ગયેલ છાણું હોય અથવા સૂકું વડનું પાન હોય અથવા સૂકું ખાખરાનું પાન હોય તેવા ધન્ય અનગારના હાથના પંજા શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચમ અને નસાથી જ ઓળખાય તેવા બન્યા હતા, માંસ અને રુધિરથી ન ઓળખી શકાય તેવા બની ગયા હતા.
ધન્ય અનગારની હાથની આંગળીઓનું તપનિત લાતણ્ય આવા પ્રકારનુ બન્યુ હતું
જેવી કોઈ વટાણાની સિંગા હોય અથવા મગની સિંગે। હોય અથવા અડદની સિગા હોય અને તે કોમળ સિંગાને સૂર્યતાપમાં સૂકવવામાં આવે તે જેવી થઈ જાય તેવી ધન્ય અનગારના હાથની આંગળીઓ શુષ્ક, રુક્ષ અને માંસહીન બની હતી તથા અસ્થિ, ચર્મ અને સ્નાયુએ માત્રથી ઓળખાય તેવી રહી હતી.
૪૧૧. ધન્ય અનગારની ગ્રીવા—ગરદનનું તપનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું
જેવી કોઈ કરક(માટીના નાના ઘડો)ની ગરદન હોય અથવા કુડિકા (પાત્ર-વિશેષ)ની ગરદન હોય અથવા ઉચ્ચ સ્થાપનક(ઊંચા માઢાવાળા પાત્ર)ની ગરદન હોય તેવી ધન્ય અનગારની ગરદન શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચ અને શિરા માત્રથી જાણી શકાય તેવી બની હતી, માંસ-રુધિર વડે નહીં.
ધન્ય અનગારની હનુ-દાઢીની આવા પ્રકારની તપજનિત સુંદરતા બની હતી—
જેમ કોઈ તૂબફળ અથવા હકુવ (ફળવિશેષ) અથવા કેરીની ગોટલી સૂર્યના તાપમાં સુકાયાથી કરમાઈ જાય એવી ધન્ય અનગારની દાઢી શુષ્ક, રુક્ષ, નિર્માસ તથા અસ્થિ, ચમ અને શિરાઓ માત્રથી જાણી શકાય તેવી બની હતી, માંસ–રુધિરથી નહીં.
Jain Education International
For Private
જેવી કોઈ સુકાયેલી જલેાકા હોય અથવા શ્લેષ્મની ગુટિકા હોય અથવા અળતાની ગુટિકા હોય તેવા ધન્ય અનગારના હોઠ શુષ્ક, રુક્ષ અને માંસરહિત બન્યા હતા તથા ચર્મ અને શિરાઓથી આળખાતા હતા, માંસ-રુધિરથી નહીં.
ધન્ય અનગારની જીભનું આવા પ્રકારનુ તપનિત લાવણ્ય બન્યુ` હતુ`—
જેવુ' કોઈ વડનું પાન અથવા પલાશ(ખાખરા)નું પાન અથવા સાગનું પાન હોય એવી ધન્ય અનગારની જીભ શુષ્ક, રુક્ષ અને માંસરહિત તથા ચામડી અને શિરા એથી જાણી શકાય તેવી બની હતી, માંસરુધિરથી ઓળખી ન શકાય તેવી બની રહી હતી.
ધન્ય અનગારની નાસિકાનું તપનિત સૌન્દર્ય આવા પ્રકારનું બન્યું હતું—
જેવી કોઈ કેરીની ઔર હોય અથવા આમળાની ચૌર હોય અથવા બીજોરાની ચૌર હોય અને તે કૂણી ચૌરને કાપીને સૂના તડકામાં સૂકવવામાં આવી હોય તેા જેમ ચીમળાઈ જાય, કરમાઈ જાય તેવી ધન્ય અનગારની નાસિકા શુષ્ક, રુક્ષ, માંસરહિત તથા અસ્થિ-ચ શિરા માત્રથી જાણી શકાય તેવી બની હતી, પણ માંસ–રુધિરથી જાણી શકાય નહી તેવી બની ગઈ હતી.
ધન્ય અનગારની આંખાનુ તપનિત સૌન્દર્યું આવું બની ગયું હતું——
જેવુ' કોઇ વીણાનું છિદ્ર હોય અથવા વદ્ધીસક વાદ્યનું છિદ્ર હોય અથવા પ્રભાતની તારિકા હોય એવી ધન્ય અનગારની આંખેા શુષ્ક, રુક્ષ અને માંસરહિત તથા અસ્થિ, ચમ શિરાએ માત્રથી ઓળખી શકાય તેવી બની ગઈ. લાહી-માંસથી આળખી શકાય તેવી
ન રહી.
Personal Use Only
www.jainelibrary.org