SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ કથાનુગ–મહાવીર તીર્થમાં સાર્થ વાહપુત્ર ધન્ય અનેગાર : સૂત્ર ૪૧૦ ૧૪૩ ખાય તેવી-માંસ અને રુધિરથી ન ઓળખાય તેવી- હતી. ધન્ય અનગારના જાનુ (ઘૂંટણો)નું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય હતું જેવી કોઈ કાલી(વનસ્પતિ-વિશેષ)ની ગાંઠ (સંધિસ્થાન) હોય, મોરની સંધિગાંઠ હોય અથવા ઢેણિકની (પક્ષી-વિશેષની સંધિગાંઠ) હેય–તેવી ધન્ય અનગારની જાનુએ શુષ્ક, રુક્ષ, માંસરહિત તથા હાડકાં, ચામડી અને નસો માત્રથી ઓળખાય તેવી હતી, માંસ કે રુધિરથી ઓળખાય તેવી ન હતી. ધન્ય અનગારના ઊરઓનું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય બન્યું હતું– જેમ કોઈ પ્રિયંગુવૃક્ષની કુંપળો, બેરડીની કુંપળો કે સલ્લકી વૃક્ષની કુંપળે અથવા શાલ્મલિવૃક્ષની કુંપળો તેડીને સૂર્યના તાપમાં સૂકવવામાં આવે તો તે કરમાઈ જાય તેવી ધન્ય અનગારની ઊરુઓ શુષ્ક, રુક્ષ અને માંસહીન તથા અસ્થિ, ચર્મ અને સ્નાયુઓ માત્રથી ઓળખાય તેવી રહી હતી, માંસ રુધિરથી ઓળખાય તેવી ન રહી હતી. ધન્ય અનગારના કટિપ્રદેશનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું જેમ ઊંટને પગ હોય, ઘરડા બળદનો પગ હોય અથવા ઘરડા પાડાનો પગ હોય તેવો ધન્ય અનગારને કટિપ્રદેશ શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચર્મ અને શિરાઓ વડે ઓળખી શકાય તેવું બની ગયો હતો, માંસ અને રુધિરથી જાણી શકાય નહીં તેવો બની ગયો હતો. ૪૧૦. ધન્ય અનગારનાં પેટનું પજનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું જેવી કોઈ સુકાઈ ગયેલી મશક હોય અથવા ચણા ભંજવાનું પાત્ર હોય અથવા તો કાષ્ઠનું કોલંબ (પાત્ર-વિશેષ) હોય તેવું ધન્ય અનગારનું ઉદર શુક, રુક્ષ અને માંસરહિન તથા ચામડી અને સ્નાયુઓથી જ ઓળખાય તેવું બની ગયું હતું, માંસ અને રુધિરથી નહીં. ધન્ય અનગારની પાંસળીઓનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું જેવી કોઈ દર્પણની પંક્તિ હોય અથવા પાનપાત્રની પંક્તિ હોય અથવા કોઈ ઝાડનાં દૂઠાંઓની હાર હોય-એવી ધન્ય અનગારની પાંસળીઓ શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચર્મ અને શિરાઓથી માત્ર ઓળખાય તેવી બની ગઈ હતી. માંસ અને રુધિરથી નહી. ધન્ય અનગારની પીઠનું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય બન્યું હતું જેવી કોઈ કર્ણાવલી (કાનના આભૂષણોની હાર) હોય અથવા ગોળાઓની હાર હોય અથવા ગોળ વાટકાઓની હાર હોય-એવી ધન્ય અનગારની પીઠ શુષ્ક, રુક્ષ અને માંસરહિત તથા અસ્થિ-ચર્મ-શિરાઓ વડે ઓળખાય તેવી બની હતી, માંસ-શોણિતથી ઓળખાય તેવી ન હતી. ધન્ય અનગારના વક્ષ:સ્થળનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું થયું હતું– જે કોઈ કુંડાના તળિયાનો ભાગ હોય, અથવા વાંસને પંખો હોય અથવા તાડપત્રને પંખો હોય એવું ધન્ય અનગારનું વક્ષ:સ્થળ શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચર્મ અને શિરાઓથી જાણી શકાય તેવું બન્યું હતું, માંસ-રુધિરથી જાણી શકાય નહીં નેવું બની ગયું હતું. ધન્ય અનગારની ભુજાઓનું તપજનિત સૌન્દર્ય આવા પ્રકારનું લાગતું હતું જેવી કોઈ શમીવૃક્ષની સિંગ હોય અથવા વાહાયાવૃક્ષની સિંગ હોય અથવા તો અગસ્તિક વૃક્ષની સિંગ હોય એવી ધન્ય અનગારની ભુજાઓ શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચર્મ અને શિરાઓથી ઓળખાય તેવી બની હતી, માંસ-રુધિરથી ઓળખાય તેવી ન રહી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy