SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૩૫ર ૧૨૧ પણ દુર્લભ છે. જ્યારે હું ગૃહવાસમાં હતો ત્યારે આ બધા શ્રમણ નિગ્રંથો મારો આદર કરતા હતા, માન રાખતા હતા, બહુમાન કરતા હતા, જીવાદિ પદાર્થો, તેમને સિદ્ધ કરનાર હેતુઓ, પ્રશ્નો, કારણો અને વ્યાકરણ સમજાવતા હતા, ઇષ્ટ, મનોહર યાવત્ વાણીથી આલાપ-સંલાપ કરતા હતા. પરંતુ હવે જયારે હું મુંડિત બની, ગૃહત્યાગ કરી અનગારધર્મમાં પ્રવૃજિત થયો છું ત્યારે આ બધા શ્રમણ નિગ્રંથો ન તો મારો આદર કરે છે થાવત્ ન મનોહર વચનો વડે વાર્તાલાપ કરે છે. અને વળી રાત્રિએ પહેલા પ્રહરથી છેલ્લા પ્રહર સુધી વાચના માટે યાવત્ આટલી લાંબી રાત્રિમાં હું એક ક્ષણ પણ આંખ મીંચી શક્યો નથી. આથી મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલ પ્રભાત થતાં જ યાવત્ પ્રકાશથી ઝળહળતો સહસ્રરમિ સૂર્ય ઊગે કે તરત શ્રમણ ભગવાન મહાવીરની આશા લઈ પાછો ગૃહવાસમાં ચાલ્યો જાઉં–તેણે આવા વિચાર કર્યો, વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુ:ખી અને સંકલ્પ-વિકલ્પથી દોલાયમાન ચિ તે રાત્રિ તેણે નરકમાંની રાત્રિની જેમ પસાર કરી. રાત્રિ વ્યતીત થતાં બીજે દિવસે વિમળ પ્રભાતે યાવત્ પ્રકાશથી ઝળહળતા સહસરશ્મિ દિનકર સૂર્યને ઉદય થતાં તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા યાવતુ પકુંપાસના કરવા લાગ્યા. વાચના યાવતુ આટલી લાંબી રાત્રિમાં ક્ષણમાત્ર પણ આંખ પણ મીંચી શકયો નથી. ત્યારે હું મેઘ તારા મનમાં આ આવા પ્રકારનો અદયવસાય યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે “જ્યારે હું ગૃહવાસમાં હતો ત્યારે આ શ્રમણ નિગ્રંથ મારો આદર કરતા હતા, ઇષ્ટ...વચનોથી વાર્તાલાપ કરતા હતા. પરંતુ જ્યારે હું મુંડિત બની, ગૃહવાસ છોડી અનગાર રૂપે પ્રવૃજિત થયો છું તો આ પ્રમાણ નિગ્રંથો ન તો મારો આદર કરે છે યાવત્ -ન ઇષ્ટ વાણીથી વાર્તાલાપ કરે છે. એથી વધુ તે રાતના પ્રથમ પ્રહરથી અંતિમ પ્રહર સુધી યથાવત્ કોઈ ધૂળથી ભરી દે છે. આથી મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલ પ્રભાત થતાં યાવતુ પ્રકાશમાન તેજ સાથે સહસ્રરમિ દિનકર સૂર્યને ઉદય થતાં જ હું શ્રમણ ભગવાન મહાવીરને પૂછીને, આશા લઈને પુનઃ ગૃહવાસમાં પાછો ફરુ.”–આવો તે વિચાર કર્યો, અને વિચાર કરીને અતિ દુર્ઘર્ષ આધ્યાનના કારણે દુ:ખથી પીડિત થઈને અને સંકલ્પ-વિકલ૫માં દોલાયમાન ચિત્તવાળા થઈને નરકની વેદના જેવી વેદનાવાળી રાત્રિ તે પસાર કરી, રાત્રિ વ્યતીત થતાં જ તરત નું મારી પાસે આવ્યા છે. હે મેઘ ! મારું આ કથન સત્ય છે ?” જી હા, આ કથન તદ્દન સત્ય છે.' મિઘકુમારે કહ્યું.]. ભગવાન દ્વારા મેઘના પૂર્વભવ સુમેરુપ્રભ ભવનું નિરૂપણ ૩૫૩, “હે મેઘ ! આ જન્મથી પહેલાંના ત્રીજા ભવમાં તું વૈતાઢયગિરિની તળેટીમાં શંખ સમાન ઉજજવળ, વિમળ, નિર્મળ, જમાવેલ દહીં, ગાયના દૂધનું ફીણ અને ચંદ્રના જેવા શ્વેત વર્ણનો, સાત હાથ ઊંચો અને નવ હાથ લાંબો, દશ હાથના પરિમાણવાળે, સાતે અંગો (ચાર પગ, સુંઢ, પૂછડી અને લિંગ)માં પ્રતિષ્ઠિત, સૌમ્ય, પ્રમાણસરના અંગોવાળો, મેઘના સંબોધ ૩પ૨. ત્યાર પછી “હે મેઘ !' એમ મેઘકુમારને સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું હે મેઘ ! તું રાત્રિના પ્રથમ પ્રહરથી અંતિમ પ્રહર સુધી શ્રમણ નિગ્રંથ વડે ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy