________________
૧૨૦
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૫૧
આમ કહી મેઘકુમારના માતાપિતાએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં જ તેઓ પાછા ફર્યા.
મેઘનું પ્રવ્રજ્યા-ગ્રહણ– ૩૪૯. ત્યાર બાદ તે મેઘકુમારે પોતાની જાતે જ
પંચમુષ્ટિક લોચ કર્યો, લોચ કરીને જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું
“હે ભગવન ! આ સંસાર આદીપ્ત છે, હે ભગવન! આ સંસાર પ્રદીપ્ત છે. હે ભગવન્! આ રાંસાર જરા-મરણથી આદીતપ્રદીપ્ત છે.
જેમ કોઈ ગૃહપતિ (ગૃહસ્થ) ઘરમાં આગ લાગે ત્યારે તે ઘરમાંથી જે ઓછા વજનની પરંતુ બહુમૂલ્ય વસ્તુ હોય છે તે લઈને પોતે એકાંતમાં દૂર ચાલ્યો જાય છે અને વિચારે છે કે અગ્નિમાં બળવાથી બચાવેલ આ દ્રવ્ય મારા માટે પછીથી અને હમણાં હિતકારક, સુખદાયક, ક્ષમા (શાંતિ) દાયક, કલ્યાણકારી અને ભવિષ્યમાં પૂરેપૂરું ઉપયોગી થશે; એવી જ રીતે મારી પણ આત્મારૂપી વસ્તુ છે, જે મને ઈષ્ટ, કાંત, પ્રિય, મનોશ. મનભાવતી છે. તેને સુરક્ષિત રાખી લેવાથી તે મારા સંસારનો ઉચ્છેદ કરાવનાર બનશે. આથી હું ચાહું છું કે આપ દેવાનુપ્રિય પોતે જ મને પ્રવૃજિત કરો, પોતે જ મને મુંડિત કરે, પોતે જ પ્રતિલેખન આદિ શીખવે, પોતે જ સૂત્ર અને અર્થનું જ્ઞાન આપો, પોતે જ આચાર–ગોચર, વિનય– વૈનાયિક, ચરણકરણ, સંયમયાત્રા અને
ભોજનમાત્રા આદિરૂપ ધર્મની વ્યાખ્યા કરો.” ૩૫૦. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે પોતે જ
મેઘકુમારને પ્રવજ્યા આપી-ચાવતુ-ધર્મશિક્ષણ આપ્યું
હે દેવાનુપ્રિય! આ રીતે ચાલવું જોઈએ, આ રીતે બેસવું જોઈએ, આ રીતે વર્તવું જોઈએ, આ રીતે ભજન કરવું જોઈએ, આ રીતે બોલવું જોઈએ, આ રીતે અપ્રમત્ત બની પ્રાણ યાવતુ સોની રક્ષા કરતાં સંયમપાલન કરવું જોઈએ, આ વિષયમાં સહેજ પણ પ્રમાદ ન કરવો જોઈએ.'
ત્યારે મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ પ્રકારે ધર્મોપદેશ સાંભળી, સમ્યફ રીતે ગ્રહણ કર્યા અને ભગવાનની આજ્ઞા અનુસાર જ તે ચાલતો, આજ્ઞા અનુસાર જ બેસતો-યાવતુ-અપ્રમત્તપણે પ્રાણો-યાવહૂ-સર્વેની યતના કરને તે સંયમની આરાધના કરવા લાગ્યો.
મેઘને મન:સંકલેશ– ૩૫૧. જે દિવસે મેઘકુમાર મુંડિત બની ગૃહત્યાગ
કરી પ્રવજ્યા લઈ અનગાર બન્યો તે દિવસે જ સંધ્યાકાળે શ્રમણ નિર્ગને પથારાત્રિ, અર્થાતુ દીક્ષા-પર્યાય અનુસાર શૈયા-સંસ્મારકનું વિભાજન કરતી વેળાએ મેઘકુમારની શૈયા દરવાજા સમીપ આવી.
ત્યારે શ્રમણ નિગ્રંથો રાત્રિના પહેલા પ્રહરથી અંતિમ પ્રહર સુધી, વાચના માટે થાવત્ ધર્મચિંતન માટે અથવા ઉચ્ચાર (ગુરુશંકા) માટે કે પ્રસવણ (લઘુશંકા) માટે જતાં અને પાછા ફરતા, કેઈકને હાથ મેધકુમારને વાગી જતો યાવત્ કોઇ એને કુદીને પસાર થતા, તે કોઈ બે ત્રણ વાર કુદીને જતા, કોઈના પગની ધૂળ તેના પર ઊડતી–આ રીતે તે લાંબી રાતમાં મેઘકુમાર ક્ષણભર માટે આંખ મીંચી શક્યો નહીં અર્થાત્ ઊંધી શકો નહીં.
ત્યારે તે મેઘકુમારના મનમાં આવો આ પ્રકારનો અદયવસાય યાવત્ સંક૯પ થયોહું શ્રેણિક રાજાને પુત્ર અને ધારિણીદેવીને આત્મજ મેઘ છું, જે એમના માટે ઇષ્ટ, કાંત, યાવત્ ઉંબરના પુષ્પ જેમ શ્રવણ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org