________________
ધર્મકથાનગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૩૭
૧૧૩
હાર જેવા નેત્રોમાંથી વરસતી અશ્રુધારથી તે પોતાના વક્ષ:સ્થળને ભીંજવવા લાગી, તે દયનીય, વિમનસ્ક અને દીન બની ગઈ, રોતી અને આક્રંદ કરતી, પરસેવાથી નીતરતી, માંમાંથી લાળ પાડતી, શોક કરતી, વિલાપ કરતી તે મેઘકુમારને આમ કહેવા લાગી–
‘હે પુત્ર! તું અમારો એકનો એક દિકરો છે, તું અમારો કાંત, ઇષ્ટ, પ્રિય, મનોજ્ઞ, મનગમતો છે, અમારા દૌર્ય અને વિશ્વાસનું સ્થાન છે, કાર્ય કરવા માટે તું માન્ય છે, બહુમાન્ય છે, કાર્યો કર્યા પછી પણ અનુમત છે, તું અમારો આભૂષણોના કરંડિયારૂપ છે, રત્નોનાય રત્ન જેવો છે, જીવનના શ્વાસ જેવો છે, હૃદયનો આનંદ છે, ઉંબરના ફલની પેઠે જેનું નામ સાંભળવું ય બીજાને દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું? હે પુત્ર! અમે ક્ષણમાત્ર પણ તારો વિયોગ સહન કરી શકીશું નહીં, એટલે હે પુત્ર! જયાં સુધી અમે જીવતાં છીએ ત્યાં સુધી વિપુલ માનુષી કામભોગ ભોગવ અને અમારા મૃત્યુ પછી જ્યારે તું પ્રૌઢાવસ્થામાં આવ, કુળવંશરૂપ તંતુની વૃદ્ધિ થઈ ગઈ હોય અને વ્યવહારકાર્યો પૂરાં થઈ ગયાં હોય ત્યારે તું શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બનીને ગૃહવાસ ત્યજીને આનગારિક દીક્ષા ગ્રહણ કરજે.
ત્યારે માતા-પિતાની આવી વાત સાંભળી મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું
હે માતા-પિતા ! આપે મને આ જે કહ્યું કે હે પુત્ર! તું અમારો એકનો એક પુત્ર છે થાવત્ દીક્ષા ગ્રહણ કરજે-તે તેમ જ છે, બરાબર છે. પરંતુ હે માતા-પિતા ! આ મનુષ્યજીવન અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, વિનશ્વર અને આપત્તિઓથી ભરપૂર છે, વીજળીની જેવું ચંચળ, પાણીના પરપોટા જેવું અને દર્ભની અણી પર રહેલા જળબિંદુ જેવું અનિત્ય છે, સંધ્યા સમયના આકાશના રંગ
જેવું અને સ્વપ્નદર્શન જેવું છે, સડવું, ૧૫
પડવું અને નષ્ટ થવું એ એના ગુણધર્મો છે, પહેલાં કે પછી તે ત્યજવા યોગ્ય જ છે. હે માતા-પિતા ! એ કોણ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કોણ જશે? આથી હે માતાપિતા ! આપ આજ્ઞા આપો તો હું શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી અનગાર–પ્રવ્રજ્યા અંગીકાર કરું.'
ત્યાર બાદ માતા-પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું
“હે પુત્ર! આ તારી ભાર્યાએ સમાન શરીરવાળી, સમાન વણવાળી, સમાન વયવાળી, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોવાળી છે તથા સમાન રાજકુળોમાંથી આણેલી છે. તો હે પુત્ર! એમની સાથે વિપુલ માનુષી કામભોગો ભોગવ અને ભુક્તભોગી બન્યા પછી શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી આનગારિક પ્રવજ્યા લેજે.'
ત્યાર બાદ તે મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું –
હે માતા પિતા ! આપ મને જે આમ કહે છો કેહે પુત્ર! તારી આ ભાર્યાઓ સમાન શરીરવાળી છે ઇત્યાદિ, આથી હે પુત્ર! એમની સાથે વિપુલ માનુષી કામભોગો ભોગવ. ભોગો ભોગવી પછી શ્રમણ ભગવાન મહાવીર પાસે મંડિત બની ગૃહત્યાગ કરી અનગાર-પ્રવજ્યા ગ્રહણ કરજે-તે ઠીક છે.”
પરંતુ હે માતા-પિતા ! ખરેખર મનુષ્યના કામભોગો અશુચિ છે-અપવિત્ર છે, અશાશ્વત છે, તેમાં વમનને સ્ત્રાવ હોય છે, પિત્તને સ્રાવ હોય છે, કફનો સ્ત્રાવ હોય છે. શુક્રનો સ્ત્રાવ હોય છે, શાણિતને સાવ હોય છે, દુગધી ઉચ્છવાસ નિ:શ્વાસ હોય છે. ખરાબ મૂત્ર, મળ, પરુથી પરિપૂર્ણ હોય છે, મળ, મૂત્ર, કફ, નાસિકામળ, વમન, પિત્ત, શક્ર અને શોણિતથી તે ઉત્પન્ન થનારા છે, અદ્ભવ, અનિત્ય, અશાશ્વત, સડણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org