SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ધર્મકથાનુગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૨૩૭ વાર આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદને નમન કરી આ પ્રમાણે બોલ્યા હે ભદત ! નિર્ગથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું યાવત્ હે દેવાનુપ્રિય! હું માતાપિતાની આજ્ઞા લઉં, તે પછી મુંડિત બનીને, ગ્રહવાસ ત્યજીને આનગારિક પ્રવ્રજ્યા લઈશ.” ‘દેવાનુપ્રિય ! જેનાથી તને સુખ થાય તેમ કરે, પરંતુ તેમાં વિલંબ કરીશ નહીં.” [-ભગવાને ઉત્તર આપ્યો.] માતા-પિતા પાસે મેઘનું નિવેદન– ૩૩૫. ત્યાર પછી તે મેધકમારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરી જ્યાં ચાર ઘંટાવાળા અશ્વરથ હતો ત્યાં આવ્યો, ત્યાં આવી રથ પર સવાર થઈ અનેક સુભટો અને પરિજનોના સમૂહ સાથે રાજગૃહ નગરની વચ્ચોવચ થઈને જયાં પોતાનું ભવન હતું ત્યાં આવ્યા, આવીને ચાર ઘંટાવાળા અશ્વરથ પરથી નીચે ઊતર્યો, ઊતરીને જયાં તેના માતા-પિતા હતાં ત્યાં આવ્યો, આવીને માતા પિતાને પ્રણામ કર્યા, પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યો-- હે માતા-પિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, અને એ ધર્મ પાળવાની મારી ઇચ્છા છે, વિશેષ ઇચ્છા છે, એ જ ધર્મમાં મારી અભિરૂચિ છે.' ત્યારે તે મેઘકુમારનાં માતા-પિતા આ પ્રમાણે બોલ્યાં “હે પુત્ર! તું ધન્ય છે. હે પુત્ર! તું પુણ્યશાળી છે. હે પુત્ર! તુ કૃતાર્થ છે. હે પુત્ર ! તું કુતલક્ષણ છે, કે મેં શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે અને તે ધર્મ તને ગમ્યો છે, તેમાં તારી અભિરુચિ છે.' ત્યારે તે મેઘકુમારે બીજી વાર પણ માતાપિતાને આ પ્રમાણે કહ્યું – હે માતા-પિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, તે ધર્મની મારી ઇચ્છા છે, વિશેષ ઇચ્છા છે, તેમાં મારી અભિરુચિ છે. આથી હું માતા-પિતા ! તમારી આજ્ઞા મેળવીને હું શ્રવણ ભગવાન મહાવીર પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રયા લેવા ઇચ્છું છું.' ઘારિણીની શંકાકુળ દશા૩૩૬, ત્યાર પછી આવા અનિષ્ટ, અપ્રિય અપ્રશસ્ત, અમનોજ્ઞ, અમનામ (મનને અરૂચિકર), અશ્રુનપૂર્વ, કઠોર વચનો સાંભળીને અને અવધારીને મનોમન આ પ્રકારના આવા મહાન પુત્ર-વિયોગના દુ:ખથી પીડિત તે ધારિણી દેવીના રોમરોમમાં પરસેવો વળવા લાગ્યો, તેનું સમગ્ર શરીર શોકથી કંપવા લાગ્યું, તે નિસ્તેજ થઈ ગઈ, દીન અને શૂન્યમનસ્ક બની ગઈ, હથેળીથી મસળી નાખેલી કમળની માળા જેવો બની ગઈ, તે જ ક્ષણે તે ક્ષણ, દુર્બળ શરીરવાળી બની ગઈ, લાવણ્યહીન, કાંતિહીન, શ્રીહીન બની ગઈ, તેણે પહેરેલાં આભૂષણો ઢીલાં થઈ ગયો, હાથમાં પહેરેલાં ઉત્તમ વલ સરકીને ભૂમિ પર પડી ટુકડેટુકડા થઈ ગયા, તેનું ઉત્તરીય વસ્ત્ર સરીને નીચે પડયું, સુકોમળ કેશપાશે વીંખાઈ ગયો. મૂર્છાથી તેની ચેતના નષ્ટ થઈ ગઈ. શરીર ભારે બની ગયું, કુહાડીથી કાપેલી ચંપકલતા જેવી તે થઈ ગઈ, મહોત્સવ પૂરો થતાં જેમ ઇન્દ્રદડ શ્રીહીન-ભારહિત બની જાય તેમ તે શ્રીહીન બની ગઈ, તેના શરીરના સાંધેસાંધા ઢીલા થઈ ગયા અને તે ધબ દઈને નીચે જમીન પર ફસડાઈ પડી. ધારણ અને મેઘને પરિસંવાદ૩૩૭. ત્યાર બાદ તે ધારિણી દેવાને તરત જ લાવવામાં આવેલ સુવર્ણ ઝારીના મુખમાંથી નીકળતી શીતળ અને નિર્મળ જળધારાથી સિંચન કરવામાં આવતાં તેનું શરીર શીતળ થયું અને અંત:પુરના પરિજનો વડે ઉક્ષેપક, તાલવૃત્ત અને વીંઝણા દ્વારા પેદા થતા જળકણ મિશ્રિત વાયુથી સચેત કરવામાં આવતાં મોતીઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy