SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૨૯૭ પરમ પ્રસન્નતા થઈ, હર્ષાતિરેકથી તેનું હૃદય વિકસિત બન્યું, મેઘધારાઓથી આહત કદંબ વૃક્ષના સુગંધિત પુષ્પની જેમ તેની રોમરાજી આનંદથી ઊભી થઈ ગઈ, તેણે સ્વપ્નનું અવગ્રહણ કર્યું અર્થાત્ સામાન્યપણે વિચાર કર્યો, અવગ્રહણ કરી ઇહા અર્થાત્ વિશેષ વિચાર કર્યો, ઇહા પછી સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિ વિજ્ઞાન દ્વારા સ્વપ્નફળનો નિશ્ચય કર્યો, નિશ્ચય કરી પ્રિય યાવત્ વાણી દ્વારા વારંવાર પ્રશંસા કરતાં ધારિણી દેવીને તેણે આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયે ! ઉદાર (શુભ) સ્વપ્ન જોયું છે–ચાવત્ હે દેવાનુપ્રિયે! તે સ્વપ્ન જોવાથી તને અર્થલાભ થશે, હે દેવાનુપ્રિયે ! રાજ્યલાભ થશે, હે દેવાનુપ્રિયે ! તને ભગ અને સુખલાભ થશે. નિશ્ચય હે દેવાનુપ્રિયે ! તું પૂરા નવ માસ અને સાડા સાત દિવસ-રાત્રિ પૂરાં થતાં આપણા કૂળના ધ્વજ સમાન યાવત્ રૂપવાન બાળક પુત્રને જન્મ આપીશ. તે બાળક બાલ્યાવસ્થા પાર કરી જ્ઞાન, વિજ્ઞાન અને વિનયમાં પરિપકવ થઈને યુવાન બની શૂરવીર અને પરાક્રમી બનશે અને વિસ્તીર્ણ, વિપુલ સેના તથા વાહનોનો સ્વામી બનશે, રાજ્યનો અધિપતિ રાજા થશે. હે દેવાનુપ્રિયે ! તે ઉદાર સ્વપ્ન જોયું છે– યાવતુ હે દેવી ! તે આરોગ્યકારી, તુષ્ટિકારી, દીર્ધાયુષ્યકારી અને કલ્યાણકારી સ્વપ્ન જોયું છે.” આમ કહી તે વારંવાર પ્રશંસા કરવા લાગ્યો. ધારિણીની સ્વપ્ન-જાગરિકા (જાગરણ)૨૯૬. ત્યાર બાદ હર્ષાતિરેકથી જેનું હદય વિકસિત બન્યું છે એવી તે ધારિણી દેવી શ્રેણિક રાજાનાં આવાં વચન સાંભળીને હૃષ્ટ, તુષ્ટ અને આનંદિત મનવાળી બની બન્ને હાથ જોડી મસ્તક પાસે લઈ જઈ અંજલિ રચી આ પ્રમાણે બલી-- હે દેવાનુપ્રિય ! આપે જે કહ્યું છે તેમ જ છે..યાવતું આપે જે કહ્યું તે તદ્દન સત્ય છે.” એમ કહી સ્વપ્નનો સારી રીતે સ્વીકાર કરી (સમજીને ગ્રહણ કરી), શ્રેણિક રાજાની અનુમતિ મેળવી વિવિધ મણિરત્નખચિત સુવર્ણમય ભદ્રાસન પરથી ઊઠી, ઊઠીને જ્યાં શયનગૃહ હતું ત્યાં આવી, આવીને, પોતાની શૈયા પર બેસી આમ વિચારવા લાગી— મારું આ ઉત્તમ, પ્રધાન અને મંગળકારી સ્વપ્ન બીજાં અશુભ સ્વપ્ન દ્વારા નષ્ટ ન થઈ જાઓ.’ એમ વિચારી દેવ-ગુરુ-સંબંધી પ્રશસ્ત ધર્મકથાઓનું ચિંતન કરતી સ્વપ્ન જાગરણ (સ્વપ્નના રક્ષણ માટે જાગરણ) કરવા લાગી. સ્વપ્નપાઠકને નિમંત્રણ-- ૨૯૭. ત્યાર પછી પ્રભાતકાળે તે શ્રેણિક રાજાએ પોતાના કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમણે કહ્યું હે દેવાનુપ્રિયા ! તરત જ તમે બાહ્ય ઉપસ્થાનશાળાને (રાજસભાને) સવિશેષ પરમ– રમ્ય...સુગંધસળી જેવી બનાવી દો અને એમ કરી મારી આજ્ઞા પૂર્ણ કર્યાની જાણ કરો.” ત્યાર બાદ તે કૌટુંબિક સેવકોએ રાજાના આવા કથનથી હૃષ્ટ-તુષ્ટ આનંદિત ચિત્તવાળા બની યાવન્ આશા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર બાદ તે શ્રેણિક રાજા યાવતું જ્યાં વ્યાયામશાળા હતી ત્યાં આવ્યા, આવીને વ્યાયામશાળામાં પ્રવેશ્યો. અનેક પ્રકારના વ્યાયામ-પગ્ય (વજન ઊચકવું), વગન (કૂદવું), બામર્દન (શરીર વાળવું), મલ્લયુદ્ધ (કુસ્તી) તથા કરણ (આસનાદિ) દ્વારા શ્રમ, વિશેષ શ્રમ કરી પછી શતપાક, સહસ્ત્રપાક આદિ શ્રેષ્ઠ સુગંધિત તેલ દ્વારા થાવત્ ઉબટણ દ્વારા અભંગન કરાવી પછી... પરિશ્રમ દૂર થતાં વ્યાયામશાળામાંથી તે બહાર નીકળ્યો, નીકળીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગયો, જઈને સ્નાનગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને જાળીઓથી સુશોભિત, ચિત્રવિચિત્ર મણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy